સપ્ટેમ્બરમાં ફરવા માટે 5 બેસ્ટ ડેસ્ટિનેશન, 5થી 10 હજાર રૂપિયામાં મળી જશે પેકેજ

ફેમિલી અને મિત્રો સાથે ઓછા બજેટમાં ફરી શકો છો આ ડેસ્ટિનેશન

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 11:18 AM
want to travel in september this 5 destination best for travel in budget

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે સપ્ટેમ્બરમાં ફરવા જવાનું વિચારી રહ્યાં છો અને તમે હજું સુધી કોઇ ડેસ્ટિનેશન ફાઇનલ નથી કરી શક્યા તો અહીં આપવામાં આવેલી માહિતી તમને મદદરૂપ થઇ શકે છે. આજે અમે અહીં એવા જ 5 ઓફબીટ હોલિડે ડેસ્ટિનેશન્સ અંગે જણાવી રહ્યાં છીએ, જ્યાં પરિવાર, બાળકો અને મિત્રો સાથે ઓછા બજેટમાં ફરી શકાય છે. અહીં એક્સપ્લોર કરવા અને ફરવા માટે ઘણા ઓપ્શન છે.

માઉન્ટ આબુ, રાજસ્થાન
રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુનું વાતવારણ આહલાદક હોય છે. અહીં પર્વત, દિલવાડાનું મંદિર અને આર્કિટેક્ચર ફેમસ છે. અહીં ફરવા માટેનો અત્યારનો સમય બેસ્ટ છે. અહીં પેકેજમાં આવવા-જવાનો ખર્ચ સામેલ નથી.

પેકેજ - 2 રાત 3 દિવસ
કિંમત – 5,000 રૂપિયા (પ્રતિ વ્યક્તિ)

શું છે સામેલ
- હોટલમાં રોકાવું
- બ્રેકફાસ્ટ
- સાઇટસીન

(આ તમામ ઓફર્સ ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગ્સમાંથી લેવામાં આવ્યા છે.)

want to travel in september this 5 destination best for travel in budget

ઓરછા, મધ્યપ્રદેશ
પેલેસ અને મંદિરોનું શહેર ઓરછા જંગલોથી ઘેરાયેલું છે. મધ્યપ્રદેશનું આ સ્થળ ચોમાસામાં ફરવાલાયક છે.

પેકેજ - 2 રાત 3 દિવસ
કિંમત – 5,000 રૂપિયા (પ્રતિ વ્યક્તિ)
 
શું છે સામેલ
- હોટલમાં રોકાવું
- બ્રેકફાસ્ટ
- સાઇટસીન

want to travel in september this 5 destination best for travel in budget

રાજસ્થાનનું જયપુર, ઉદેપુર અથવા જોધપુર
આ ત્રણેયમાંતી કોઇપણ સ્તળે 8થી 10 હજાર રૂપિયાના બજેટમાં સરળતાથી ફરી શકાય છે. જયપુર, ઉદેપુર અને જોધપુર ફરવા માટે બેસ્ટ સ્થળ છે, કારણ કે અત્યારે ત્યાં સારું વાતાવરણ છે. અહીં કિલ્લા, કેમ્પ અને ડેઝર્ટ સફારી પ્રવાસીઓમાં ઘણા જાણીતા છે. આ સ્થળ વિન્ટર્સમાં હવામાન ઉપરાંત કલ્ચર અને શોપિંગ એક્સપીરિયન્સ માટે જાણીતા છે. અહીં 10 હજાર રૂપિયા વ્યક્તિના બજેટમાં ફરી શકો છો. જો બજેટ ઓછું છે તો વોલ્વો બસ અથવા ટ્રેનમાં ફરવા જાઓ.
 
ગોવા
બીચ પર જવાની ઇચ્છા છે તો તમે ગોવા જઇ શકો છો. અહીં સુંદર બીચ સહિત અનેક સ્થળો અને કલ્ચર જોવાલાયક છે. અહીં હોટલ, હોસ્ટલ, લોજ જેવા અનેક ઓપ્શન મળી શકે છે. ગોવામાં 2500 રૂપિયાના બજેટમાં પણ રોકાઇ શકો છો. 

X
want to travel in september this 5 destination best for travel in budget
want to travel in september this 5 destination best for travel in budget
want to travel in september this 5 destination best for travel in budget
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App