મુંબઈથી ગોવા વચ્ચે દોડશે ભારતની પહેલી કાંચની છતવાળી ટ્રેન, જાણો ખાસિયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્કઃ કોઈ પણ જગ્યાની ટ્રિપની મજા વધુ ડબલ થઈ જાય છે જ્યારે મુસાફરી આરામદાયક હોય છે. છેલ્લા એક દાયકાથી યાત્રીઓની મુસાફરી આરામદાયક બનાવવા માટે સરકાર ઘણા પગલા લઈ રહી છે. સમગ્ર દેશના શહેરોના નાના ગામને એકબીજા સાથે જોડવાનું કામ ઝડપી થઈ રહ્યું છે. હોળી અને દિવાળી જેવા અનેક તહેવારો પર સ્પેશિયલ ટ્રેન અને બસ ચલાવવામાં આવે છે. એવી જ રીતે હવે મુંબઈથી ગોવાની મુસાફરી વધુ રસપ્રદ થઈ જશે. 18 સપ્ટેમ્બરથી દાદર અને મડગાંવની વચ્ચે ચાવતી જનશતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ (ગ્લાસ-ટોપ) કોચ શરૂ કરવામાં આવશે.

 

 

 

જાણો શું છે ખાસ?

 

એસી વિસ્ટાડોમ ટ્રેનમાં યાત્રા કરનાર આ વિશેષ કોચમાં રોટેબલ ખુર્શીઓ પર બેસશે. સાથે જ તેમાં મનોરંજન માટે હેંગિંગ એલસીડી ટીવી પણ છે. 40 સીટવાળા આ કોટની કીમત આશરે 3.38 કરોડ રૂપિયા છે. આ ટ્રેનમાં 360 ડિગ્રી પર ફરતી પહોળી સીટ છે, જેનાથી મુસાફરી દરમિયાન બહારના દૃશ્યોનો આનંદ માણી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...