મુંબઈથી ગોવા વચ્ચે દોડશે ભારતની પહેલી કાંચની છતવાળી ટ્રેન, જાણો ખાસિયત

એસી વિસ્ટાડોમ ટ્રેનમાં મુસાફરો આ વિશેષ કોચમાં રોટેબલ ખુર્શીઓ પર બેસશે. સાથે જ તેમાં મનોરંજન માટે હેંગિંગ એલસીડી ટીવી છે.

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 01:21 PM
Experience the dream journey in Vistadome, first glass-roof train

મુંબઈથી ગોવા વચ્ચે દોડશે ભારતની પહેલી કાંચની છતવાળી ટ્રેન, જાણો ખાસિયત.

યૂટિલિટી ડેસ્કઃ કોઈ પણ જગ્યાની ટ્રિપની મજા વધુ ડબલ થઈ જાય છે જ્યારે મુસાફરી આરામદાયક હોય છે. છેલ્લા એક દાયકાથી યાત્રીઓની મુસાફરી આરામદાયક બનાવવા માટે સરકાર ઘણા પગલા લઈ રહી છે. સમગ્ર દેશના શહેરોના નાના ગામને એકબીજા સાથે જોડવાનું કામ ઝડપી થઈ રહ્યું છે. હોળી અને દિવાળી જેવા અનેક તહેવારો પર સ્પેશિયલ ટ્રેન અને બસ ચલાવવામાં આવે છે. એવી જ રીતે હવે મુંબઈથી ગોવાની મુસાફરી વધુ રસપ્રદ થઈ જશે. 18 સપ્ટેમ્બરથી દાદર અને મડગાંવની વચ્ચે ચાવતી જનશતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ (ગ્લાસ-ટોપ) કોચ શરૂ કરવામાં આવશે.

જાણો શું છે ખાસ?

એસી વિસ્ટાડોમ ટ્રેનમાં યાત્રા કરનાર આ વિશેષ કોચમાં રોટેબલ ખુર્શીઓ પર બેસશે. સાથે જ તેમાં મનોરંજન માટે હેંગિંગ એલસીડી ટીવી પણ છે. 40 સીટવાળા આ કોટની કીમત આશરે 3.38 કરોડ રૂપિયા છે. આ ટ્રેનમાં 360 ડિગ્રી પર ફરતી પહોળી સીટ છે, જેનાથી મુસાફરી દરમિયાન બહારના દૃશ્યોનો આનંદ માણી શકાય છે.

Experience the dream journey in Vistadome, first glass-roof train

કેટલા દિવસ ચાલશે ટ્રેન?

 

આ ખાસ કોચને સપ્ટેમ્બરના પહેલા વીકમાં કેન્દ્રીય રેલવે દ્વારા તેમના મુખ્યાલય છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પર રિસીવ કરી હતી. માહિતી મુજબ મોનસૂનમાં આ ટ્રેન સપ્તાહમાં 3 દિવસ ચાલશે અને મોનસન ખતમ થયા પછી સપ્તાહમાં 5 દિવસ ચાલશે. જન શતાબ્દી એક્સપ્રેસના દાદરથી ચાલવાનો સમય સવારે 5.25 વાગે છે અને એ જ દિવસે સાંજે 4 વાગ્યા સુધી તે મડગાંવ પહોંચી જાય છે.

Experience the dream journey in Vistadome, first glass-roof train

એક્ઝિક્યૂટિવ ક્લાસ જેટલું ભાડુ

 

વિસ્ટાડોમ કોચને ચેન્નઈની ધ ઈન્ટીગ્રલ કોચ ફેક્ટ્રીમાં બનાવવામાં આવ્યાં છે. આ કોચનું ભાડુ શતાબ્દી એક્સપ્રેસના એક્ઝિક્યૂટિવ ક્લાસ જેટલું હશે. બેસિક ભાડા સિવાય રિઝર્વેશન ચાર્જ, જીએસટી અને કોઈ અન્ય ચાર્જ જોડી શકાય છે. તેમણે કહ્યું, ‘તેમાં કોઈ કંસેશન નહીં મળે અને તમામ યાત્રીઓએ પૂરું ભાડુ આપવાનું રહેશે. તેને ન્યૂનતમ યાત્રા 50 કિમી. રહેશે.’

 

ટૂરિઝ્મ વધારવા માટે લીધું પગલું

 

વિસ્ટાડોમ કોચ દેશમાં પહેલી વખત ટૂરિઝ્મને વધારવા માટે લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેનાથી મુંબઈ અથવા ગોવા ફરવા સિવાય આ ટ્રેનની મુસાફરી પણ રસપ્રદ લાગી શકે.

X
Experience the dream journey in Vistadome, first glass-roof train
Experience the dream journey in Vistadome, first glass-roof train
Experience the dream journey in Vistadome, first glass-roof train
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App