જો તમે Snorkelingના શોખીન છો તો તમારા માટે બેસ્ટ છે આ 6 પ્લેસ

ભાગ્યેજ ટૂર પ્લાનિંગ કરવામાં આવે ત્યારે તેમાં ખાસ એડ્વેન્ચરથી ભરેલા સ્પોટને સ્થાન આપવામાં આવે છે

divyabhaskar.com | Updated - Jan 08, 2018, 04:49 PM
હેવલોક આઇલેન્ડ, આંદમાન-નિકોબાર
હેવલોક આઇલેન્ડ, આંદમાન-નિકોબાર

યુટિલિટી ડેસ્કઃ ભાગ્યેજ એવું બનતું હશે કે જ્યારે ટૂર પ્લાનિંગ કરવામાં આવે ત્યારે તેમાં ખાસ એડ્વેન્ચરથી ભરેલા સ્પોટને સ્થાન આપવામાં આવે. જો તમે અન્ડર વોટર એક્ટિવિટી અને એડ્વેન્ચર કરવાનો શોખ ધરાવો છો અથવા તો તમારી ઇચ્છા દરિયાના પાણી નીચેની દુનિયાને નિહાળવાની અને તેનો અનેરો રોમાંચ ઉઠાવવાની ઇચ્છા ધારવો છો તો તેના માટે વિદેશના જવાની જરૂર નથી ભારતમાં જ એવા ઘણા સ્પોટ છે, જ્યાં તમે આ પ્રકારની અન્ડર વોટર એક્ટિવિટી અને સ્પોર્ટ્સનો આનુંદ ઉઠાવી શકો છો. આજે અમે સ્નોર્કલિંગ કરવા ઇચ્છતા ટૂરિસ્ટો માટે ખાસ એવા સ્થળો અંગે માહિતી આપી રહ્યાં છીએ જે સ્થળો અન્ય સ્પોર્ટ એક્ટિવિટી કરતા સ્નોર્કલિંગ માટે જાણીતા છે. આ સ્થળોમાં સ્નોર્કલિંગ કરવાનો ચાર્જ 500થી લઇને 2 હજાર રૂપિયા સુધીનો છે, બની શકે પીક સિઝનમાં ભાવ અલગ પણ હોય. ચાલો આ સ્થળો અંગે જાણીએ.

હેવલોક આઇલેન્ડ, આંદમાન-નિકોબાર


જો તમે આંદમાન નિકોબારની ટૂર પ્લાન કરી રહ્યા છો અને તમને સ્નોર્કલિંગનો શોખ છે તો અહી હેવલોક આઇલેન્ડ તેના માટે ખાસ જાણીતું છે. એ માટે અહી જવાનો બેસ્ટ સમય ડિસેમ્બરથી એપ્રિલ માનવામાં આવે છે. હેવલોક આઇલેન્ડમાં તમે મરિન લાઇફને નજીકથી નિહાળી શકો છો.

સ્નોર્કલિંગ માટેના અન્ય સ્થળો અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

કાદ્માત, લક્સદ્વીપ
કાદ્માત, લક્સદ્વીપ

કાદ્માત, લક્સદ્વીપ

તમે લક્સદ્વીપની ટૂર દરમિયાન કાદ્મત આઇલેન્ડ પર સ્નોર્કલિંગની મજા માણી શકો છો અહી તમને કોરલ રીફ્સ, ફીશ, વ્હાઇટ બીચીઝ અને ક્લિયર ક્રિસ્ટલ વોટરનો આનંદ ઉઠાવી શકો છો. કાદ્મત સિવાય તમે લક્સદ્વીપમાં બાંગરમ અને અગાટ્ટીની મુલાકાત પણ લઇ શકો છો. 

નેત્રાણી, કર્ણાટક
નેત્રાણી, કર્ણાટક

નેત્રાણી, કર્ણાટક

નેત્રાણી આઇલેન્ડ પિજન(Pigeon) આઇલેન્ડ પણ કહેવામાં આવે છે. આ આઇલેન્ડ સ્નોર્કલિંગ માટે શ્રેષ્ઠ ડેસ્ટિનેશન માનવામાં આવે છે, ઉપરાંત આ સ્થળને હાર્ટ ઓફ ઇન્ડિયાઝ ડાઇવિંગ પણ કહેવામાં આવે છે. સ્નોર્કલિંગ દરમિયાન તમે અહીની મરિન લાઇફનો આનંદ ઉઠાવી શકો છો. 

અરવિંદ્સ વોલ, પોન્ડેચરી
અરવિંદ્સ વોલ, પોન્ડેચરી

અરવિંદ્સ વોલ, પોન્ડેચરી

અરવિંદ્સ વોલને પોન્ડેચરીના સ્નોર્કલિંગ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે, અહી તમે લાયનફીશ, પેરોટ ફીશ, સી સ્નેક્સ વિગેરે નિહાળી શકો છો. અરવિંદ્સ વોલ સિવાય ટેમ્પલ રીફમાં પણ તમે સ્નોર્કલિંગનો આનંદ ઉઠાવી શકો છો. 

તકરાલી, મહારાષ્ટ્ર
તકરાલી, મહારાષ્ટ્ર

તકરાલી, મહારાષ્ટ્ર

તકરાલી બીચ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલું છે. આ ભારતનું શ્રેષ્ઠ ડાઇવિંગ લોકેશન છે. ઉપરાત આ સ્થળને મરિન લાઇફ કેપ્ચર કરવા માટેનું બેસ્ટ પ્લેસ માનવામાં આવે છે. આ સ્થળે સ્નોર્કલિંગની સિઝન ઓક્ટોબરથી માર્ચ દરમિયાન શરૂ થાય છે. 

ગોવા
ગોવા

ગોવા


ગોવાને ભારતનું શ્રેષ્ઠ બીચ ડેસ્ટિનેશન કહેવામાં આવે છે. ગોવામાં ગ્રાન્ડ આઇલેન્ડ, મંકી આઇલેન્ડ, પાલોલેમ બીચ સહિત અનેક બીચ છે જ્યાં તમે સ્નોર્કલિંગ એક્ટિવિટી કરી શકો છો. 

X
હેવલોક આઇલેન્ડ, આંદમાન-નિકોબારહેવલોક આઇલેન્ડ, આંદમાન-નિકોબાર
કાદ્માત, લક્સદ્વીપકાદ્માત, લક્સદ્વીપ
નેત્રાણી, કર્ણાટકનેત્રાણી, કર્ણાટક
અરવિંદ્સ વોલ, પોન્ડેચરીઅરવિંદ્સ વોલ, પોન્ડેચરી
તકરાલી, મહારાષ્ટ્રતકરાલી, મહારાષ્ટ્ર
ગોવાગોવા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App