Home » Lifestyle » Travel » World's Top 6 Travel Destinations For Nature Lovers

ક્યાંક બરફની ગુફા તો ક્યાંક ચોકલેટ જેવી હિલ્સ, પ્રકૃતિની સુંદરતાનો નજારો માણવા એક વખત જવા જેવી 6 જગ્યાઓ

Divyabhaskar.com | Updated - Oct 08, 2018, 08:45 PM

એડવેન્ચર અને પ્રાકૃતિક સુંદરતાની મજા માણવા આ છે દુનિયાની 6 ઉત્તમ જગ્યાઓ

  • World's Top 6 Travel Destinations For Nature Lovers

    ટ્રાવેલ ડેસ્કઃ દુનિયામાં અનેક એવી જગ્યાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ પ્રકારના સ્થળની સુંદરતા બેમિસાલ હોય છે અને સાથે જ તેમની બનાવટ પણ ખાસ છે. અહીં બરફની ગુફાઓ છે અને ક્યાંક રંગબેરંગા પાણી પણ. ક્યાંક પહાડ છે તો ક્યાંક ઝરણાં, અનેક ટૂરિસ્ટો આ સ્થળોની મુલાકાત લેવા આવે છે. આ એવી જગ્યાઓ છે જેના વિશે દરેક લોકો વિચારી પણ શકતા નથી. તેમ છતાં લોકો અહીં ફરવા આવે છે અને સાથે અહીના અનુભવોને ક્યારેય ભૂલતા નથી. આજે અમે તમને એવી જ 8 જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતની અનોખી અને અદભુત સુંદરતાનો પર્યાય છે.

    1. મેંડેનહોલ આઇસ કેવ્સ, અલાસ્કા, યુ.એસ

    આ કેવ્સ 12 મીટર લાંબી અને 150 ફૂટ ઊંડી છે. અહીં ઘાટીમાં એક વિશાળ ગ્લેશિયર છે. આ એક પ્રાકૃતિક ગુફા છે જે સાઉથ ઇસ્ટ અલાસ્કામાં સ્થિત છે. આ વર્ષે 60-70 ફૂટ મૂવ થાય છે. બહાર સફેદ બરફથી ઢંકાયેલી આ ગુફા ગ્લેશિયર અંદરથી ભૂરા છે. અહીં આવનારા ટૂરિસ્ટને માટે તે એક આશ્ચર્ય બની રહે છે. અહીંના બે ઝરણાં તેની સુંદરતાને વધારે છે. અને સાથે એ એટલું સરળ નથી. કેવ્સની અંદર લોહી થીજવી દેતી ઠંડી હોય છે. કેવ્સ પીગળે અને ખસે તેને સરળતાથી જોઇ શકાય છે.

    2. ચોકલેટ હિલ્સ, બોહોલ, ફિલિપીન્સ

    આ હિલ્સને સૌથી જાણીતી અને લોકપ્રિય જગ્યાઓમાંની એક ગણવામાં આવે છે. તેને જોવા માટે દૂર-દૂરથી અનેક લોકો આવે છે. અહીંના પહાડો ત્રિકોણાકારના છે. ચોકલેટ હિલ્સના પહાડો 1268 ફૂટ ઊંચા છે. અહીંના મેદાનો ચારે બાજુથી ઘાસથી છવાયેલા છે. તેનો રંગ થોડી થોડી વારે બદલાતો રહે છે. તેનો રંગ ચોકલેટ જેવો બ્રાઉન થઇ જતો હોવાથી તેનું નામ ચોકલેટ હિલ્સ રાખવામાં આવ્યું છે.

    3. હેલ્મરેન ફોલ્સ, બ્રિટિશ કોલંબિયા, કનાડા

    વેલ્સ ગ્રે પ્રોવિન્શિયલ પાર્કમાં પાઇનના જંગલોની વચ્ચેથી ઝરણાંની મજા માણી શકાય છે. આ પાર્કની ખાસિયત છે કે તેની સુંદરતાનો અહેસાસ પ્રાકૃતિક વસ્તુઓએ કરાવે છે. 141 મીટર ઊંચા ઝરણાંની સાથે તેના ફૂવારાની મજા અલગ જ જોવા મળે છે. અહીં ટૂરિસ્ટની લાઇન લાગે છે. આ ઝરણાંને કેનેડાનું ચોથું ઊંચું ઝરણું ગણવામાં આવે છે.

    4. ટૈરા કૈન્યોન, નિઅર જૈબ્લજિક, મૉનટેન્ગ્રો

    આ જગ્યાની ઊંડાઇ લગભગ 1300 મીટરની છે. તેની ગણતરી યુરોપની સુંદર નદીઓમાં કરવામાં આવે છે. યુ.એસ ગ્રોડ કૈન્યોનની ઊંડાઇ 1600 મીટર છે. 82 કિમી. લાંબી કૈન્યોન ડર્મિટર નેશનલ પાર્કની પાસે છે, તેમાં બોટની મદદથી આનંદ લઇ શકાય છે. શાંતિ અને આરામની સાથે ટૂરિસ્ટને માટે આ પ્લેસ બેસ્ટ હોઇ શકે છે.

    5. બેનાગિલ બીચ સી કેવ, પોર્ટુગલ

    અનેક પહાડોની સાથે અલ્ગાર્વે બેનાગિલ બીચ દુનિયાભરના પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર છે. આ પોર્ટુગલનું મુખ્ય ટૂરિસ્ટ પ્લેસ છે. તેના પર બીચ આકારના વિશાળ પત્થરથી બનેલી ગુફાઓને જોઇ શકાય છે. અહીં આજુબાજુના દૃશ્યોને જોવા માટે બોટિંગની સુવિધા છે. બીચથી 150 મીટરની દૂરી પર ફક્ત બોટથી જઇ શકાય છે. બોટિંગની સિવાય સર્ફિંગને માટે અહીં અનેક સુવિધા છે. જો બીચની સાથે ડોલ્ફિનની મજા લેવી હોય અને ગુફાઓમાં ફરવા જવું હોય, લોકલ ફૂડની મજા લેવી હોય તો વોટરપ્રૂફ કેમેરા પણ અચૂક સાથે રાખજો.

    6. કૈનો ક્રિસ્ટેલ્સ, સેરાનિયા દે લા મૈકરેના, કોલંબિયા

    આ ઝરણાંને જોઇને એમ લાગે છે કે જમીન પર ઇન્દ્રધનુષ બન્યું હોય. અહીં અનેક પ્રકારના રંગોનું પાણી જમીન પર વહેતું દેખાય છે. અહીં એક પ્રકારના છોડ મૈકરેનિયા ક્લૈવિગેરા જોવા મળે છે જે લાલરંગનો હોય છે. કહેવાય છે કે અહીંનું પાણી લાલ થઇ જાય છે અને સાથે પીળા અને લીલા રંગના બાલૂ ભૂરા પાણીને અનેક રંગોમાં બદલે છે. અહીં સૂરજના કિરણોની સાથે અનેક દૃશ્યો જોવા લાયક રહે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ