ક્વિન ઓફ હિલ્સ કહેવાય છે ભારતનું આ સ્થળ, જોવાલાયક છે ત્યાંના 5 બેસ્ટ ડેસ્ટિનેશન

દાર્જિલિંગની સુંદરતાને નજીકથી જોવાની તક આપે છે આ સુંદર સ્થળો

divyabhaskar.com | Updated - Oct 03, 2018, 05:18 PM
top 5 best destination to visit in darjeeling

ટ્રાવેલ ડેસ્કઃ ભારતના ટોપ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં ક્વિન ઓફ હિલ્સ તરીકે જાણીતા દાર્જિલિંગનું નામ પણ સામેલ છે. આ સ્થળે ફરવા માટે દેશભરમાંથી પ્રવાસીઓ આવે છે. આ સુંદર સ્થળે ફરવાલાયક અનેક સ્થળો છે, પરંતુ ઓછા સમયમાં દરેક સ્થળને કવર કરી શકાય નહીં. તેથી આજે અમે અહીં દાર્જિલિંગના એવા પાંચ ડેસ્ટિનેશન અંગે જણાવી રહ્યાં છીએ જ્યાં તમને દાર્જિલિંગની સુંદરતાને નિહાળી શકો છો.

હિમાલય માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ
દાર્જિલિંગની સૌથી જાણીતા સ્થળોમાં હિમાલય માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ટોપ પર છે. તેની સ્થાપના વર્ષ 1953માં થઇ હતી. અહીં તમને પર્વતારોહણ સાથે જોડાયેલા તમામ ઉપકરણો અને હિમાલય પર ચઢાઇ કરનારા શેરપા તેન્જિંગ નોરગે અંગે જાણવા મળશે. અહીં તમે પ્રકૃતિની સુંદર નજારાને નિહાળી શકશો.

પદ્મજા નાયડૂ હિમાલય ઝૂઓલોજિકલ પાર્ક
આ પાર્કમાં દાર્જિલિંગ ઝૂના નામથી જાણીતું છે. આ ઝૂમાં અનેક પ્રકારના વનસ્પતિ અને જીવોના ઘર છે. અહીંનું ખાસ આકર્ષણ રેડ પાંડા અને સ્નો લેપર્ડ છે. આ ઝૂઓલોજિકલ પાર્કનું નામ પશ્ચિમ બંગાળના ગવર્નર પદ્મજા નાયડૂ અને ભારત કોકિલા સરોજની નાયડૂના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ટાઇગર હિલ
માઉન્ટ કંચનજંગા પર સવારે ઉગતા સૂર્યને જોવો એ ક્યારેય ન ભૂલી શકાય તેવી તેવી પળ છે. વિશ્વના ત્રીજા સૌથી ઉંચા પર્વત પર જોવા મળતા સુંદર નજારાને તમે તમારા પાર્ટનર સાથે એન્જોય કરી શકો છો. જોકે આ માટે તમારે સવારે ત્રણ વાગ્યે ઉઠવું પડશે, કારણ કે સનરાઇઝને જોવા માટે ટાઇગર હિલ્સ સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે છે.

જૈપનીજ પીસ પગોડા
દાર્જિલિંગના જૈપનીજ પીસ પગોડા અને બૌદ્ધ મઠ તમને અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ કરાવે છે. આ પીસ પગોડા તમામ જાતિ અને પંથોને એક કરી સમાજમાં શાંતિ અને એકતા સ્થાપિત કરવાના ઉદ્દેશથી બનાવવામાં આવ્યું છે. વૃક્ષોની વચ્ચે આ સ્થળ પર જાઓ અને ત્યાં વિતાવેલો સમય ક્યારેય ભૂલાશે નહીં.

બતાસિયા લૂપ
બતાસિયા લૂપ રેલવે ટ્રેકની વિશાળ લૂપ છે, જેના પર ચાલતી ટોય ટ્રેન 360 ડિગ્રી ટર્ન લે છે. દાર્જિલિંગની સુંદરતા જોવા માટે આનાથી શ્રેષ્ઠ અન્ય કંઇ ન હોઇ શકે. અહીં વોર મેમોરિયલ પણ છે, જેને ગોરખા સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું, વિભિન્ન યુદ્ધોમાં શહીદ થયા હતા. બતાસિયાની બહાર તમને એક માર્કેટ જોવા મળશે જ્યાં લોકલ સ્નેક્સનો આનંદ ઉઠાવી શકાય છે.

X
top 5 best destination to visit in darjeeling
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App