એડ્વેન્ચરના શોખીન હોવ અથવા બીચ પર એન્જોય કરવું છે તો બેસ્ટ છે આ 5 સ્થળ, ઓક્ટોબર-નવેમ્બરમાં લાગે છે જન્નત જેવા, માત્ર 5થ7 હજારમાં આવી શકો છો ફરીને

divyabhaskar.com

Sep 27, 2018, 04:29 PM IST
this 5 place of india is best to visit in october

ટ્રાવેલ ડેસ્કઃ આજે અમે એ 5 ડેસ્ટિનેશન્સ અંગે જણાવી રહ્યાં છીએ, જે ઓક્ટોબર-નવેમ્બર અને ડિસેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે. અહીં તમે 3થી 5 દિવસનો પ્લાન બનાવી શકો છો સાથે જ પૈસા પણ એટલા ખર્ચ કરવા નહીં પડે. 5થી 7 હજાર રૂપિયાના બજેટમાં તમે આ ટૂર કરી શકો છો. જાણો કયા છે આ ડેસ્ટિનેશન્સ.

કોર્બેટ નેશનલ પાર્કટ
- જિમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતના સૌથી જૂના નેશનલ પાર્કોમાનો એક છે. વિન્ટરમાં ફરવા માટે આ એક બેસ્ટ પ્લેસ છે. ઓપન જીપ સફરીની એક અલગ મજા છે. જો તમે વાઇલ્ડ લાઇફમાં રસ ધરાવો છો તો અહીં ફરવા માટે જઇ શકો છો. અહીં જાઓ તો ગર્જિયા દેવી મંદિર, ઢિકાલા, કાલાગઢ ધામ જવાનું ન ભૂલો.

કેવી રીતે પહોંચવુ
ઉત્તરાખંડમાં સ્થિત આ નેશનલ પાર્ક તમે દિલ્હી, વારાણસી, ઇલ્હાબાદ અને રામનગરથી ઓવરનાઇટ ટ્રેનથી પહોંચી શકો છો.

ભરતપુર
- ભરતપુર વિશ્વભરમાં બર્ડ સેન્ચુરી માટે જાણીતું છે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. અહીં સ્થિત પક્ષી અભ્યારણ્યમાં શિયાળો શરૂ થતાં પ્રવાસી પક્ષીઓ આવવાની શરૂઆત થઇ જાય છે. અફઘાનિસ્તાન, તુર્કી, ચીન જેવા દેશોમાંથી પક્ષીઓ આવે છે. અહીં અંદાજે 300થી વધારે પ્રજાતિઓના પક્ષી તમને જોવા મળશે. આ ઉપરાંત ભરતપુરમાં ગંગા મંદિર, લક્ષ્મણ મંદિર, ડીગ મહેલ ફરવા જઇ શકો છો.

કેવી રીતે પહોંચવુ
મુંબઇ-દિલ્હી રેલવે લાઇન પર ચાલતી તમામ ટ્રેનો અહીંથી પસાર થાય છે. ફ્લાઇટથી આવવા માટે જયપુર અને દિલ્હી નજીક પડે છે.

સુંદરવન
વેસ્ટ બંગાળમાં સ્થિત સુંદરવન પણ ફરવા માટે એક શાનદાર જગ્યા છે. આ ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. ભારત-બાંગ્લાદેશ સરહદે સ્થિત આ ડેલ્ટા ક્ષેત્ર ખાસ કરીને રોયલ બંગોલ ટાઇગર માટે આખા વિશ્વમાં જાણીતું છે. અહીં વનસ્પતિઓની અનેક અનોખી અને દુર્લભ પ્રજાતિઓ પણ તમને જોવા મળશે. સાથે જ અહીં બનેલા વૈભવી રિસોર્ટ તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે.

કેવી રીતે પહોંચવુ
આ સ્થળથી નજીકનું રેલવે સ્ટેશન કેનિંગ છે. ઉપરાંત ફ્લાઇટથી આવવા માટે કોલકતા આવી શકો છો. કોલકતાથી આ સ્થળ 140 કિ.મી. દૂર છે.

આંદમાન
નવેમ્બર-ડિસેમ્બરમાં ફરવા માટે આંદમાન નિકોબાર પણ ફરવા માટે એક સારું સ્થળ છે. અહીંનું તાપમાન આખું વર્ષ સારું હોય છે. અહીં સ્થિત સેલુલર જેલને કાળા પાનીના નામથી ઓળખવામાં આવે છે. અહીં તમે આંદમાન વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીના પાર્ક, કોર્બિન્સ કોવ બીચ, વાઇપર આઇલેન્ડ, વંદૂર બીચ, વન સંગ્રહાલય, નોર્થ બે બીચ, લક્ષ્મણપુર બીચ જેવા અનેક સ્થળો ફરી શકો છો.

કેવી રીતે પહોંચવુ
તમે અહીં ચેન્નાઇથી શિપમાં બેસીને જઇ શકો છો. કોલકતા અને વિશાખાપટ્ટનમથી પણ અહીં જઇ શકાય છે.

લક્ષ્યદ્વીપ
શિયાળામાં મુલાકાત લેવા માટે લક્ષ્યદ્વીપ પણ સુંદર ડેસ્ટિનેશન છે. અહીં અનેક આઇલેન્ડ છે. તમને એડ્વેન્ચર પસંદ છે તો અહીં સ્કૂબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, સર્ફિંગ જેવા એડ્વેન્ચરનો આનંદ ઉઠાવી શકો છો.

કેવી રીતે પહોંચવુ
કોચિથી આ સ્થળ એકદમ નજીકછે. તમે કોચિથી ક્રૂઝ, શિપ થકી અહીં પહોંચી શકો છો.

X
this 5 place of india is best to visit in october
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી