સ્પેશિયલ ટ્રેન / નવા વર્ષમાં કરો પ્રયાગરાજ કુંભ અને ચાર જયોર્તિલિંગની યાત્રા, 12 દિવસની હશે ટૂર

divyabhaskar.com

Jan 02, 2019, 08:04 PM IST
Special train for Kumbh mela & Jyortiling
X
Special train for Kumbh mela & Jyortiling

ટ્રાવેલ ડેસ્ક. નવા વર્ષે શિરડી અને ચારેય જ્યોર્તિલિંગની યાત્રા કરવા માગતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. મુસાફરોની સગવડ માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટી)ના ઈસ્ટ ઝોન રિજનલ ઓફિસે આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન ચલાવવાની ઘોષણા કરી છે. તેમાં શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરવાની તક પણ મળશે. યાત્રાની શરૂઆત 5 ફેબ્રુઆરીથી થશે.

800 શ્રદ્ધાળુ કરી શકશે યાત્રા

1.યાત્રા કરવા માટે શ્રદ્ધાળુઓએ આઈઆરસીટીસીનું ટૂર પેકેજ લેવું પડશે. કુંભ સ્નાન અલોંગ વિથ શિરડી જ્યોર્તિલિંગ યાત્રા નામનું આ પેકેજ 12 દિવસ અને 11 રાત્રિનું હશે. આ પેકેજની કિમત યાત્રીદીઠ 11340 રૂપિયા છે. આ પેકેજમાં શ્રદ્ધાળુઓને કુંભ સ્નાન અને શિરડી સિવાય મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, નાગેશ્વર અને સોમનાથ જ્યોર્તિલિંગના દર્શન કરવાની તક પણ મળશે.
2.આ સ્લીપરક્લાસ ટ્રેન હશે અને તેમાં 800 શ્રદ્ધાળુઓ યાત્રા કરી શકશે. ટૂર પેકેજમાં યાત્રીઓ માટે શાકાહારી નાસ્તો, લંચ તેમજ ડિનર પણ મળશે. આ સિવાય નોન એસી હોટલમાં રાત્રિવિશ્રામ, બસથી મંદિરદર્શન, સુરક્ષાની વ્યવસ્થા અને ટૂર મેનેજરની સુવિધા પણ ઉપલબ્ધ હશે.
3.શ્રદ્ધાળુ આઈઆરસીટીસી ટુરિઝમની વેબસાઈટ પર જઈને ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. તે સિવાય રેલવેની ઝોનલ ઓફિસ કે રિજનલ ઓફિસના ટુરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર પર વિઝિટ કરીને પણ પેકેજ બુક કરાવી શકે છે. ટ્રેન 5 ફેબ્રુઆરી, 2019ના રોજ સવારે 11 વાગે બિહારના રક્સોલ જંક્શનથી શરૂ થશે.
4.ટૂર પેકેજ બુક કરાવ્યા પછી કોઈ કારણસર યાત્રા કરવા ન ઈચ્છો તો ટિકિટ કેન્સલ કરાવવાની સુવિધા પણ છે. યાત્રાના 15 દિવસ પહેલા સુધી કેન્સલ કરાવશો તો માત્ર 100 રૂપિયા કેન્સલેશન ચાર્જ લાગશે. જો 8થી 14 દિવસ વચ્ચે કેન્સલ કરાવશો તો 25 ટકા કપાઈ જશે. 4થી 7 દિવસમાં 50 ટકા કપાશે અને જો  દિવસ 4 દિવસથી ઓછા સમયમાં કેન્સલ કરાવશો તો કશું જ રિફંડ નહીં મળે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી