સુવિધા / રાજકોટ ખાતે વિકલાંગો માટે એસ.ટી બસમાં બનાવવામાં વિશેષ પગથિયા

Special Steps made at ST Bus for Disabled at Rajkot

  • રાજ્યની એસ.ટી બસમાં ચડવાનું પ્રથમ પગથિયું સામાન્ય રીતે બેથી અઢી ફૂટ ઊંચું હોવાથી મુશ્કેલી વેઠવી પડે છે
  • રાજકોટ એસ.ટી ડિવિઝનની કુલ 510 બસ પૈકી 10 ટકા એટલે કે 51 બસોમાં, પગથિયાં બનાવવાનું કામ શરૂ

divyabhaskar.com

Feb 15, 2019, 12:42 AM IST

ટ્રાવેલ ડેસ્ક. રાજ્યની એસ.ટી. બસમાં દરરોજ હજારો વિકલાંગો મુસાફરી કરી રહ્યા છે, પરંતુ ધક્કામુક્કીમાં બસમાં ચડવા-ઉતરવામાં વિકલાંગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અને ડિસેબિલિટી એક્ટ 2016ની જોગવાઈ પ્રમાણે રાજ્યની તમામ એસ.ટી બસોની કુલ સંખ્યા પૈકી 10 ટકા બસોમાં વિકલાંગો બસમાં સરળતાથી ચડી-ઉતરી શકે તે માટે વિશેષ પગથિયાં બનાવવા આદેશ અપાયો છે.

આ આદેશ અંતર્ગત રાજકોટ એસ.ટી ડિવિઝનની કુલ 510 બસ પૈકી 10 ટકા એટલે કે 51 બસોમાં વિકલાંગો ગ્રાઉન્ડ લેવલથી બસમાં સરળતાથી ચડી-ઉતરી શકે તે પ્રકારે વધારાના પગથિયાં બનાવવાનું કામ પણ ગોંડલ રોડ પર આવેલા એસ.ટી. વર્કશોપ ખાતે શરૂ કરી દેવામાં આવ્યું છે અને નજીકના દિવસોમાં જ નક્કી કરાયેલી તમામ બસમાં વિકલાંગો માટે ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે.


દરેક સરકારી કચેરી કેમ્પસમાં વિકલાંગો માટે વ્હિલ ચેર, પગથિયાંની સાથે ઢાળવાળા રસ્તા બનાવવા પણ જોગવાઈ કરાઈ છે અને આ પ્રકારે જ વ્યવસ્થા પણ કરી છે. વધુમાં રાજ્યની એસ.ટી બસમાં ચડવાનું પ્રથમ પગથિયું સામાન્ય રીતે બેથી અઢી ફૂટ ઊંચું હોય છે જેનાથી વિકલાંગોને બસમાં ચડવા-ઉતરવામાં મુશ્કેલી વેઠવી પડે છે. ભીડના સમયે તો વિકલાંગને બસમાં પગ મૂકવો અશક્ય બને છે.

આ બાબતને ધ્યાનમાં રાખતા અને ડિસેબિલિટી એક્ટ 2016ની જોગવાઈ પ્રમાણે રાજ્યભરની 700થી વધુ અને રાજકોટ એસ.ટી. ડિવિઝનની 51 બસમાં ખાસ પ્રકારના ગ્રાઉન્ડ લેવલથી પગથિયાં બનાવવાનું કામ શરૂ કરી દેવાયું છે. ગોંડલ રોડ પરના એસ.ટી વર્કશોપમાં એન્જિનિયરના ખાસ માર્ગદર્શન હેઠળ અને નીતિ-નિયમ મુજબ વિકલાંગ બસમાં સરળતાથી ચડી-ઉતરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

X
Special Steps made at ST Bus for Disabled at Rajkot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી