એનિવર્સરી પર આ ટૂરિસ્ટ પ્લેસમાં ગયેલી શિલ્પાએ લખ્યું કે...જો મારા હાથમાં હોય તો સંપૂર્ણ જીવન અહીં પસાર કરી દઉ...,બિકિનીમાં શેર કરી રહી છે તસવીરો, જાણો આ જગ્યા વિશે

divyabhaskar.com

Nov 23, 2018, 12:45 PM IST
shilpa shetty enjoy her 9th anniversary in maldives

ટ્રાવેલ ડેસ્ક: હાલમાં શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુંદ્રા સાથે માલદીવમાં એન્જોય કરી રહી છે. તે પોતાની નવમી એનિવર્સરીના અવસર પર માલદીવ ફરવા માટે ગઇ છે. બિકિનીમાં એંજોય કરતી તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. એક તસવીર સાથે તેણે લખ્યું કે, માલદીવના સૂરજના પ્રકાસનો આનંદ ઉઠાવવો..જો મારા હાથમાં હોય તો હું સંપૂર્ણ જીવન અહીં વિતાવી દઉ. એવામાં આજે અમે તમને માલદીવના ટૂર પેકેજની જાણકારી આપી રહ્યા છીએ. તમે પણ રજાઓમાં અહીં જઇને એન્જોય કરી શકો છો.

ડિસેમ્બરથી એપ્રિલનો સમય ફરવા માટે બેસ્ટ
આમ તો માલદીવમાં વર્ષભર વાતાવરણ સુંદર હોય છે પરંતુ ડિસેમ્બરથી એપ્રિલની વચ્ચે અહીંનું વાતાવરણ સૌથી બેસ્ટ છે. સાઉથ એશિયાનો આ નાનો દેશ 1200થી પણ વધારે આઇલેન્ડથી ઘેરાયેલો છે. એટલા જ માટે આ જગ્યાને ટૂરિસ્ટ માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહીં સુંદર બીચ, મોટા-મોટા પહાડો અને તળાવો માટે ઓળખાય છે. આઇલેન્ડ થવાના કારણે અહીં વોટર સ્પોર્ટ્સ ખુબ જ વધારે હોય છે. તમે પણ ઇચ્છો તો હાલમાં માલદીવ ફરવાનો પ્લાન બનાવી શકો છો. તમામ વેબસાઇટ્સ માલદીવના અલગ-અલગ પેકેજ ઓફર કરે છે. 2017માં 12 લાખથી વધારે ટૂરિસ્ટ માલદીવ ફરવા ગયા હતા.

એજન્સીએ આટલામાં ઓફર કરી ટૂર..
- અમે દિલ્હીના સ્વાન ટૂર્સમાં માલદીવ પેકેજની ડિટેલ માંગી તો તેમણે જણાવ્યું કે, 3 રાત અને 4 દિવસના ટૂર પેકેજ 1 લાખ 13 હજાર રૂપિયા (કપલ માટે)માં મળશે.

- જેમા દિલ્હીથી માલે ફ્લાઇટથી અવર-જવરની બુકિંગ, હોટલમાં સ્ટે અને જમવાનું સામેલ છે.
- એરપોર્ટથી સ્પીડ બોટ દ્વારા રિસોર્ટ સુધી લઇને જવાશે.
- અહીં 3 સ્ટાર હોટલ કેર છે. તમે જેટલી લક્ઝરી હોટલમાં રહેશો, એટલી વધારે કોસ્ટ આપવી પડશે.

અન્ય એજન્સીની આટલી છે ટૂર ટિકિટ
- દિલ્હીની જોય એજન્સીએ 3 રાત અને 4 દિવસનું પેકેજ 63,500 પ્રતિ વ્યક્તિ (બે લોકોના 127000)રૂપિયામાં રાખ્યું છે.
- જેમા દિલ્હીથી માલદીવની ઇકોનોમી ક્લાસમાં એર ટૂર.
- હોટલમાં સ્ટે, બ્રેકફાસ્ટ અને ડિનર પણ પેકેજમાં સામેલ રહેશે.
- સ્પીડ બોટ દ્વારા એરપોર્ટથી હોટલ સુધી લઇ જવામાં આવશે.

X
shilpa shetty enjoy her 9th anniversary in maldives
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી