55 વર્ષ જૂની જાપાનની આ હોટલમાં પીએમ મોદીની થઈ આગતા-સ્વાગતા, બારી ખોલતા જ અહીંથી નિહાળી શકાય છે 3776 મીટર ઊંચી આ જગ્યા; જાપાનમાં આનાથી ઊંચુ કઇ નથી

divyabhaskar.com

Oct 30, 2018, 07:29 PM IST
pm modi visit in japan most famous hotel yamanashi

ટ્રાવેલ ડેસ્ક: પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ માટે જાપાનના પ્રવાસ પર છે. શનિવારે તે ટોક્યોથી 120 કિમી દૂર યામાંશી પ્રાંતમાં પહોચ્યા. જાપાનનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ ફૂજી (3776 મીટર) ત્યાં સ્થિત છે. જાપાનના પીએમ શિંજો આબેએ અહીંની સૌહ્તી વૈભવી હોટલ માઉન્ટ ફૂજીમાં મોદીની આગતા-સ્વાગતા કરી. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. અહીંના થીમ પાર્ક પણ વિદેશી પ્રવાસીઓને ખુબ જ પસંદ આવે છે. કુદરતી સુંદરતા, રંગબેરંગી ફૂલો, પહાડીઓ અને ખીણોથી પણ યામાંસી ઓળખાય છે. સ્ટ્રેબેરી, ચેરી, ગ્રેપ્સ, પીચ જેવા ફૂટ્સ પણ અહીં ઉગે છે. અહીંની દ્રાક્ષ સમગ્ર જાપાનમાં ફેમસ છે. આ બધાની સાથે માઉન્ટ ફૂજી હોટલ અહીંની સૌથી વૈભવી હોટલ કહેવાય છે. આજે આ હોટલ વિશે કેટલીક ખાસ વાતો અમે તમને જણાવી રહ્યા છીએ....

યામાંશીની સૌથી વૈભવી હોટલ છે આ
- આ હોટલ 1963થી પોતાની સર્વિસ અને જાપાનની સૌથી જુની અને વૈભવી હોટલ તરીકે ઓળખાય છે.
- હોટલ જાપાનના અત્યંત મનોહર માઉન્ટ ફૂજી રિસોર્ટ એરિયામાં સ્થિત છે.
- અહીંથી તમે માઉન્ટ ફૂજીના અલગ-અલગ રૂપ જેમ કે ક્રિમસન ફૂજી, રેડ ફૂજી, બ્લૂ ફૂજી, ડાયમંડ ફૂજીને જોઇ શકો છો.
- ફૂજી ફાઇવ લેકમાં તમે ઘણી એક્ટિવિટીસ જેમ કે, ગોલ્ફ, કેમ્પેનિંગ, ફિશિંગ સહિત કરી શકો છો.
- અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંથી માઉંટ ફૂજીનો મનોહર નજારો તમને જોવા મળે છે.
- હોટલમાં જાપાની સ્ટાઇલની સાથે જ વેસ્ટર્ન સ્ટાઇલ રૂમ અવેલેબલ છે.

કેટલામાં બુક થાય છે એક રૂમ
- હોટલમાં 31 ઓક્ટોબરની તારીખમાં ડબલ રૂમનો ચાર્જ 9513 રૂપિયા જોવા મળી રહી છે. જુનિયર સૂઇટ 34,697 રૂપિયા અને સ્ટેંડર્ડ ટ્વીન રૂમ 14550 રૂપિયામાં એક દિવસ માટે બુક થાય છે.

શું છે ખાસ હોટલમાં
- આ હોટલના રૂમથી જ તમે માઉન્ટ ફૂજીને જોઇ શકો છો. અહીં પહોચવું પણ ખુબ જ સુવિધાજનક છે.
- અહીં જાપાનની 80થી વધારે સ્પેશિયલ ડિશેઝ ઓફર કરવામાં આવે છે. જાપાન સિવાય ચાઇનીઝ કુઝિન, વેસ્ટર્ન કુઝિનની સાથે જ 30થી વધારે પ્રકારની વાઇન ઓફર કરવામાં આવે છે.

- જાપાનના સૌથી મોટા બાથ હાઉસમાં એક છે, જે સંપૂર્ણપણે લાકડાથી બનેલ છે.
- હોટલ અહીં રોકાવનારને ફ્રીમાં ફ્યૂઝિયામા મ્યૂઝિયમની મુસાફરી કરાવે છે. લગેજ સ્ટોરેજ, પાર્કિંગ ફ્રી હોય છે. પાર્કમાં પ્રાયોરિટીમાં એંટ્રી આપવામાં આવે છે. ફૂજી ક્યૂ-હાઇલેંડની એંટ્રી ફ્રી હોય છે.

X
pm modi visit in japan most famous hotel yamanashi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી