નવી ટેક્નિક / દિલ્હી મેટ્રોમાં પેસેન્જર્સ ફિંગર પ્રિન્ટથી મુસાફરી કરી શકશે, ટોકન કે સ્માર્ટ કાર્ડની જરૂર નહીં પડે

Passengers can travel through the Finger Print in Delhi Metro
X
Passengers can travel through the Finger Print in Delhi Metro

  • બાયોમેટ્રિક આધારિત ફેર કલેક્શન ગેટ લગાવવાનો કુલ ખર્ચ 14.51 કરોડ રૂપિયા
  • વર્તમાન સમયમાં દિલ્હી મેટ્રોમાં 236 મેટ્રો સ્ટેશન છે

divyabhaskar.com

Feb 10, 2019, 11:40 AM IST
ટ્રાવેલ ડેસ્ક. દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરવા માટે પેસેન્જર્સને ટોકન અને સ્માર્ટકાર્ડની જરૂર પડે છે. ટોકન અને સ્માર્ટ કાર્ડ બનાવવા માટે લાંબી લાઇન લાગવાના કારણે પેસેન્જરને કલાકો સુધી રાહ જોવી પડે છે. પેસેન્જર્સની મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશને એક એવી ટેક્નિક શોધી છે જેનાથી વગર ટોકન અને સ્માર્ટ કાર્ડએ પણ મેટ્રોમાં સરળતાથી મુસાફરી કરી શકાશે.

આ યોજનામાં 14.51 કરોડ રૂપિયાનો ખર્ચ

DMRC ભાડાની ચુકવણીને સરળ બનાવવા માટે બધા જ મેટ્રો સ્ટેશનો પર બાયોમેટ્રિક આધારિત ફેર કલેક્શન ગેટ લગાવવાની તૈયારી કરી રહી છે. જેનાથી પેસેન્જરને મેટ્રોમાં મુસાફરી કરવા માટે માત્ર ફિંગર પંચ કરવાનું રહેશે.
DMRCએ પોતાની આ મોટી યોજનાની પુષ્ટિ કરી છે અને તે વિષય પર વધુ જાણકરી આપવાની ના પાડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યોજનામાં 14.51 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે, જેનાથી બધા જ મેટ્રો સ્ટેશનોમાં બાયોમેટ્રિક આધારિત ફેર કલેક્શન ગેટ લાગશે.
DMRCએ આ ફેર કલેક્શન ગેટ લગાવવા માટે એજન્સીઓની શોધ શરૂ કરી દીધી છે. આ ગેટ્સ પર આંગળીથી પંચ કરી, ટોકલ અને સ્માર્ટ કાર્ડ ત્રણ પ્રકારથી ભાડાની ચુકવણી કરી શકાશે.
4. દિલ્હી મેટ્રોના એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર પણ બાયોમેટ્રિક સિસ્ટમ
વર્તમાન સમયમાં દિલ્હી મેટ્રોમાં 236 મેટ્રો સ્ટેશન છે. આ બધા સ્ટેશનો પર ઓટોમેટિક ફેર કલેક્શન ગેટ લગાવવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં દિલ્હી મેટ્રોના એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર પણ બાયોમેટ્રિક સિસ્ટમથી ભાડાની ચુકવણીનો નવો વિકલ્પ મળશે. દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરનાર 70 ટકા પેસેન્જર્સ સ્માર્ટ કાર્ડ તથા 30 ટકા પેસેંજર્સ ટોકનનો યુઝ કરે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી