વિશ્વની નજરથી દૂર દેશના સુંદર આઈલેન્ડ પર લઇ શકશો વિદેશ જેવી મજા

divyabhaskar.com

Nov 19, 2018, 04:59 PM IST
now modi govt develop island tourism in india

ટ્રાવેલ ડેસ્કઃ હંમેશા આઈલેન્ડ પર ટૂરિઝમની મજા લેવા માટે લોકો વિદેશ જતા હોય છે, પરંતુ ટૂંક સમયમાં ભારતમાં જ તમે વિદેશ જેવી મજા ઉઠાવી શકશો. નીતિ આયોગની પહેલ પર વિશ્વની નજરથી દૂર દેશના 100થી વધુ સુંદર આઇલેન્ડ પર ટૂરિઝમ સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. હાલ 10 આઇલેન્ડની પસંદગી કરવામાં આવી છે, જ્યાં પાઇલોટ પ્રોજેક્ટના રૂમમાં ટૂરિઝમ સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. આ કામ માટે નીતિ આયોગે ટૂરિઝમ મંત્રાલયની સલાહથી ડ્રાફ્ટ પેપર જારી કર્યા છે. ડ્રાફ્ટ પેપર અનુસાર આઇલેન્ડ પર ટૂરિસ્ટ પ્લેસ વિકસિત કરવા માટે પ્રાઇવેટ કંપનીઓને આમંત્રિત કરવામાં આવશે. આ પ્રાઇવેટ કંપનીઓને જમીન આપવામાં આવશે જે નિર્માણથી લઇને સંચાલન સુધીનું કામ કરશે. તેમને 66 વર્ષ સુધી લીઝ પર સુવિધાઓ મળી શકશે. નીતિ આયોગ તરફથી 100થી વધારે ઓફ શોર આઇલેન્ડની પસંદગી કરવામાં આવી છે. હાલ 10 આઇલેન્ડ પર કામ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ આઈલેન્ડ પર પહેલા શરૂ થશે ટૂરિઝમ
નીતિ આયોગના સુત્રો અનુસાર હાલ આંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ આઈલેન્ડના અમુક સુંદર સમુદ્ર કિનારાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં આંદમાન નિકોબારના સ્મિથ, એવસ, લાંગ, નીલ અને લિટલ આંદમાન સામેલ છે. લક્ષદ્વીપના કદમત, સુહેલી અને મિનીકોય સમુદ્ર તટની પસંદગી કરવામાં આવી છે. સરકાર તરફથી આઈલેન્ડના આ વિસ્તારોનો વિસ્તૃત સર્વે પણ કરાવવામાં આવ્યો છે. એ વાતનો પણ સર્વે કરાવવામાં આવ્યો છે કે આ ટૂરિસ્ટ પ્લેસ પર કેટલા લોકો આવી શકશે અને તેમને રહેવી પ્રક્રિયા કેવી હશે. અત્યારસુધી વિશ્વની નજરોથી દૂર આ આઈલેન્ડ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના આધારે ડિજિટલ કનેક્ટિવિટી, ગ્રીન એનર્જી જેવી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.

સમુદ્ર તટ પર આ વસ્તુઓનો ઉઠાવી શકશો આનંદ
યોજનાઓ અનુસાર ટૂરિસ્ટ માટે આ આઈલેન્ડના સમુદ્ર કિનારાઓ પર જેટ સ્કાઇંગ, સ્કૂબા ડાઇવિંગ, સ્નોરકેલિંગ, ગેમ ફિશિંગ, કાયાકિંગ, વોટર સર્ફિંગ અને પેરા ગ્લાઇડિંગ જેવી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. ટૂરિસ્ટને રોકાવા માટે રિસોર્ટ બનાવવામાં આવશે. નીતિ આયોગ અનુસાર બીચ બેડ વોચ ટાવર્સ જેવી વસ્તુઓ વિકસિત કરવામાં આવશે. આ કામમાં ટૂરિઝમ મંત્રાલયની મહત્વપૂર્ણ ભૂમિકા હશે.

નીતિ આયોગે બનાવી યોજના
વિશ્વ સ્તરીય ટૂરિસ્ટ પ્લેસના રૂપમાં આ સ્થળોને વિકસિત કરવા માટે નીતિ આયોગે વિસ્તૃત યોજના બનાવી છે. નીતિ આયોગના તમામ સ્ટેકહોલ્ડર્સને 17 ઓક્ટોબર સુધી પોતાના વિચારો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ સ્ટેકહોલ્ડર્સ સાથે 23 ઓક્ટોબરે વિચાર વિમર્શ કર્યા બાદ આ ડ્રાફ્ટને ફાઈનલ કરવામાં આવશે. ત્યારબાદ ટૂરિઝમ સ્પોટ ડેવલપ કરવા માટે ટેન્ડર જારી કરવામાં આવશે. આ તમામ ટૂરિસ્ટ સ્પોટ ઇકો ફ્રેન્ડલી હશે.

X
now modi govt develop island tourism in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી