એર ટ્રાવેલ / પ્લેનમાં બિઝનેસ ક્લાસની ખાલી સીટમાં પ્રવાસ કરી શકશે ઈકોનોમીનાં મુસાફરો

Now economy class passenger ticket easily convert in business class
X
Now economy class passenger ticket easily convert in business class

  • બિઝનેસ ક્લાસની સીટો ભરવા માટે એર ઈન્ડિયાએ બિડિંગનો ઓપ્શન આપ્યો
  • સૌથી વધુ કિંમત ચૂકવનાર મુસાફરની ટિકિટ ઝડપથી અપગ્રેડ કરવામાં આવશે
  • અપર ક્લાસનાં વાસ્તવિક ભાડાનાં 75 % ઓછી કિંમતમાં બિડિંગ કરાશે

divyabhaskar.com

Jan 11, 2019, 12:20 PM IST
ટ્રાવેલ ડેસ્ક. એર ઈન્ડિયાએ ઈકોનોમી ક્લાસનાં પ્રવાસીઓ માટે એક ખુશખબર આપી છે. બિઝનેસ ક્લાસમાં ખાલી રહેતી સીટોનો ઉપયોગ કરી શકાય તે માટે હવે  થોડી વધુ રકમ ચૂકવીને ટિકિટને બિઝનેસ ક્લાસમાં અપગ્રેડ કરાવી શકશે. તેના માટે એરલાઈન્સે બિડિંગ સિસ્ટમ શરૂ કરી છે. સૌથી વધુ બોલી લગાવનારને બિઝનેસ ક્લાસની ખાલી સીટ પૂરી પાડવામાં આવશે. બિડિંગ માટે બિઝનેસ ક્લાસનાં ભાડાથી 75 % ઓછી રકમ સુધીની લિમિટ નક્કી કરવામાં આવી છે.   

ઓછામાં ઓછી બિડિંગની કિંમતઃ ઉદાહરણનાં રૂપમાં

રૂટ ઈકોનોમી ક્લાસનું ભાડું બિઝનેસ ક્લાસનું ભાડું અપગ્રેડ માટે ઓછામાં ઓછી બિડિંગની કિંમત
દિલ્હી-મુંબઈ *8,141 રૂપિયા 27,094 રૂપિયા **6774 રૂપિયા (બિઝનેસ ક્લાસની ટીકિટનાં ભાડા કરતાં 75% ઓછી રકમ)
       
  1. * બુધવારનાં ભાડા પ્રમાણે કરાયેલું અનુમાન
  2. ** જો કોઈ મુસાફરને 6774 રૂપિયાનાં બિડિંગમાં બિઝનેસ ક્લાસની ટિકિટ મળે તો આ રકમ ઈકોનોમી ક્લાસ માટે બુક કરાવેલી ટિકિટ કરતાં વધારાની રકમ ચૂકવવાની રહેશે.
2. ચેક-ઈન સમયે જ ટિકિટ અપગ્રેડ અંગે માહિતી મળી જશે

મુસાફર flightservices.airindia.in પર જઈને ઓનલાઈન બિડ ફાઈલ કરી શકે છે. બાદમાં એરપોર્ટ પર ચેક-ઈન સમયે જ ટિકિટ અપગ્રેડ થઈ છે કે કેમ તેની જાણકારી બિડિંગ કરનાર મુસાફરને મળી જશે. જો ટિકિટ અપગ્રેડ ન થાય તો મુસાફરે બિડિંગ માટે ચૂકવેલી વધારાની રકમ 5 દિવસમાં પરત કરી દેવામાં આવશે.

બિઝનેસ લાઈટના નામની આ સ્કિમ દેશનાં 6 મેટ્રો શહેરોમાંથી આવ-જા કરતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં શરૂ કરવામાં આવી છે. જેમાં યુએસ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને હોંગકોંગના રૂટ ઉપર બિઝનેસ લાઈટ યોજના લાગુ પડશે. ખાડીના દેશો માટે હાલ પૂરતી આ સુવિધા ઉપલબ્ધ નથી.   

એર ઈન્ડિયાને આશા છે કે, બિઝસેસ લાઈટ સ્કિમથી મુસાફરોની સાથે એરલાઈન્સને પણ ફાયદો થશે. એર ઈન્ડિયા દરરોજ 72,000 સીટની ક્ષમતા વાળી ફ્લાઈટનું સંચાલન કરી રહ્યું છે. જેમાં 4500 સીટ બિઝનેસ ક્લાસની હોય છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી