Home » Lifestyle » Travel » mumbai to goa cruise angriya tickets price and facility

મુંબઇ-ગોવા ક્રૂઝ: CMની પત્નીએ જે ક્રૂઝની સેફ્ટી લાઇન ક્રોસ કરી...કિનારે બેસી લીધી સેલ્ફી, તેનું ભાડુ છે 6300 રૂપિયાથી શરૂ; ક્રૂઝમાં 3વાર મળશે ફ્રીમાં જમવાનું

Divyabhaskar.com | Updated - Oct 22, 2018, 07:40 PM

સ્વિમિંગ પૂલ અને ડિસ્કોથેક પણ ક્રૂઝમાં ફ્રી, આ છે ટિકિટ બુક કરવાની પ્રોસેસ

 • mumbai to goa cruise angriya tickets price and facility

  ટ્રાવેલ ડેસ્ક: મુંબઇથી ગોવા જતી દેશની પહેલી ધરેલૂ અંગ્રિયા ક્રૂઝ સર્વિસ શરૂ થઇ ચુકી છે. તેનું શરૂઆત શનિવાર, 20 ઓક્ટોબરે કરવામાં આવી છે. જોકે, આ ઇન્વેટ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા વિવાદોમાં આવી ગયા છે. અમૃતાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ક્રૂઝની સેફ્ટી લાઇને તોડી કિનારી પર બેસી સેલ્ફી લઇ રહ્યા છે.

  અમૃતા જ્યારે કિનારી પર જઇ રહી હતી તો ત્યાની સિક્યુરિટીએ તેમને રોક્યા હતા, પરંતુ તે આગળ જતા રહ્યા. પછી અમૃતાના પર્સનલ સિક્યુરિટી ગાર્ડને તેમને પાછળ આવવાનું કહ્યું, પરંતુ તે કિનારી પર બેસી સેલ્ફી લઇ રહ્યા હતા. આમ તો, આંગ્રિતા ક્રૂઝ લગ્ઝરી થવાની સાથે ઘણી સુવિધાઓથી લેસ છે. તે મુંબઇથી ગોવા અને ગોવાથી મુંબઇની વચ્ચે એક દિવસ છોડીને ચાલે છે.

  અંગ્રિયા ક્રૂઝની ખાસિયત
  - ક્રૂઝ પર ફૂડ કોરની સાથે લાઉન્જ પણ આપવામાં આવેલ છે. તેના માટે તમારે પૈસા ખર્ચ કરવા પડશે.
  - સ્વિમિંગ પૂલ, ડિસ્કોથેક જેવી સુવિધાઓ મળશે, જે ક્રૂઝની ટિકિટમાં સામેલ છે.
  - એકવારમાં આ ક્રૂઝમાં 400 પેસેન્જર્સ મુસાફરી કરી શકે છે.
  - ક્રૂઝમાં 104 કેબિનની 8 અલગ-અલગ કેટેગરી છે.
  - આમા સિવેજ ટ્રીટમેંટ પ્લાંટ લાગેલા છે, જેથી કચરો દરિયાના પાણીમાં ના છોડવામાં આવે.

  ક્રૂઝના MDએ આપી જાણકારી
  -અંગ્રિયા ક્રૂઝનાં MD,નિતિન ઢોંડે જણાવ્યું કે, ટિકિટમાં વેલકમ સ્નેક્સ, ડિનર અને બ્રેકફાસ્ટ સામેલ છે.
  -આની મિનિમમ ટિકિટ 4300 રૂપિયાથી શરૂ થાય છે. ટિકિટ પર GSTનો ચાર્જ પણ આપવો પડે છે.
  -પ્રતિ વ્યક્તિ જમવા માટે 2000 રૂપિયા ને બાળકો માટે 1000 રૂપિયા અલગથી આપવાના રહેશે.
  -જે લોકો આમા મુસાફરી કરવા માંગે છે તેમને www.angriyacruises.comથી ટિકિટ બુક કરાવવાની રહેશે.
  -ક્રૂઝ એક દિવસ મુંબઇ અને એક દિવસ ગોવાથી ચાલશે.
  - મુંબઇ અને ગોવાથી ક્રૂઝ સાંજે 4 વાગે સ્ટાર્ટ થશે અને નેક્સ્ટ દિવસે સવારે 9 વાગે પહોચશે.

  આ વાતોનું રાખવું પડશે ધ્યાન
  -પેસેન્જર્સ ક્રૂઝ પર પાલતુ જાનવર લાવી શકશે નહીં.
  -ક્રૂઝ પર લિફ્ટ નથી, પરંતુ જરૂરીયાત અનુસાર વ્હીલચેર મળશે.
  -6 મહિનાથી નાના બાળક અને ગર્ભવતી મહિલાને એંટ્રી નથી.
  -પેસેન્જર્સ બહારથી જમવાનું આવી શકતો નથી.
  -વાઇફાઇ નહીં મળે, મોબાઇલ નેટવર્ક પર કામ ચાલશે.
  -મુસાફરી સમયે માત્ર 10kg કેબિન સામાન લઇ શકાય છે.

  અંગ્રિયા ક્રૂઝનું ભાડું
  - કપલ રૂમ (સ્પેશિયલ સીટિંગ, ડબલ બેડ એંડ પોર્ટ હોલ્સ): 7650 રૂપિયા પ્રતિ પેસેન્જર
  - ફેમિલી રૂમ( ડબલ બેડ, કિડ્સ બંક): 6250 રૂપિયા પ્રતિ પેસેન્જર
  - મોટો રૂમ ( વગર વિંડોવાળો સેપરેટ બેડ): 5300 રૂપિયા પ્રતિ પેસેન્જર
  - કપલ રૂમ (વગર વિંડોવાળો સેપરેટ બેડ): 6250 રૂપિયા પ્રતિ પેસેન્જર
  - કપલ રૂમ (ડબલ બેડ એંડ પોર્ટ હોલ્સ) : 6800 રૂપિયા પ્રતિ પેસેન્જર
  - બંક રૂમ (કોમન ટોયલેટ અને વિંડો સાથે ): 5700 રૂપિયા પ્રતિ પેસેન્જર
  - લગ્ઝરી પોડ્સ ડબલ ઓક્યૂપેન્સી: 4650 રૂપિયા પ્રતિ પેસેન્જર

  - ડોર્મ: 4300 રૂપિયા પ્રતિ પેસેન્જર

  ( નોધ: મીલ્સના 2000 રૂપિયા પર એડલ્ટ અને 1000 રૂપિયા કિડ્સ (GST સાથે) આ પ્રકારે ક્રૂઝની મિનિમમ ટિકિટ 6300 રૂપિયા થશે)

  આ રીતે કરો ટિકિટ બુક
  અંગ્રિયા ક્રૂઝની ટિકિટ બુક કરવા માટે તમારે www.angriyacruises.com પર જવાનું રહેશે. અહીં BOOkના ઓપ્શન પર ક્લિક કરો. હવે મુસાફરીની તારીખ સિલેક્ટ કરો. ત્યારબાદ તમારી સામે દરેક પ્રકારના રૂમ્સ અને કેટેગરી આવી જશે. તમારે જે રૂમ લેવાનો હોય તેને સિલેક્ટ કરી પેમેન્ટ કરી દો. ટિકિટ બુક થઇ જશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ