બુકિંગ / રાષ્ટ્રપતિભવનનું મોગલ ગાર્ડન 6 ફેબ્રુઆરીથી ખુલશે, ટીકિટ ઓનલાઈન બુક કરી શકાશે

mughal garden garden open for public on 6th february
X
mughal garden garden open for public on 6th february

  • ટીકિટ કન્ફર્મ થાય એટલે મોબાઈલમાં ટાઈમ સ્લોટનો મેસેજ આવશે
  • માત્ર મોબાઈલનો મેસેજ બતાવીને મુગલ ગાર્ડનમાં પ્રવેશ કરી શકાશે

Divyabhaskar.com

Feb 04, 2019, 04:43 PM IST
ટ્રાવેલ ડેસ્ક. રાષ્ટ્રપતિભવન ખાતે આવેલા મોગલ ગાર્ડનને વર્ષમાં એક વખત જાહેર દર્શન માટે ખાસ તૈયાર કરવામાં આવે છે. જે હાલ તૈયાર થઇ ગયું છે. આ ગાર્ડનમાં તુલિપ સહિતનાં અનેક પ્રકારનાં સુંદર ફૂલો વાવવામાં આવ્યાં છે. જેમાં 95 ટકા ફૂલો ભારતીય છે. આ ગાર્ડન જાહેર જનતા માટે 6 ફેબ્રુઆરીથી ખુલ્લુ મુકવામાં આવશે.

ટીકિટ માટે લાઈનમાં ઊભા રહેવામાંથી મળશે મુક્તિ

ગત શનિવારે જ આ ગાર્ડન મીડિયા કર્મીઓ અને પ્રેસ ફોટાગ્રાફર્સ માટે ખુલ્લું મુકાયું હતું. ત્યારે ફોટોગ્રાફરો એક એક ક્લિક માટે બેબાકળા થઇ ગયા હતા. જાહેર જનતા માટે આ ગાર્ડન ખુલ્લુ મૂકાવાનું છે. ત્યારે અહીં ફરવા જતા પહેલા તેની ટીકિટ કન્ફર્મ કરી લેવી જરૂરી છે. કારણ કે ત્યાં પહોંચ્યા પછી ટીકિટ માટે લાંબી લાઈન લાગતી હોય છે. ટીકિટ માટે સમય બરબાદ ન કરવો હોય તો તેને ઓનલાઈન બુકિંગ કરી શકાય છે.
ઘરે બેઠા ટિકિટ બુક કરવા માટે rashtrapatisachivalaya.gov.in વેબસાઈટ ઉપર જઈને Plan your visit માં જવું. આ ક્લિક કરવાથી ખુલતા નવા પેજમાંથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકાય છે. ટીકિટ કન્ફર્મ થાય એટલે રજીસ્ટર કરેલા મોબાઈલ ઉપર ટાઈમ સ્લોટ સાથે મેસેજમાં ટીકિટ આવી જાય છે. પરંતુ ધ્યાન એ રાખવું પડશે કે જે ટાઈમ તમને આપવામાં આવ્યો છે તે ટાઈમે પહોંચી જવું પડશે. જ્યાં પણ લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં રહે. માત્ર મોબાઈલ મેસેજ બતાવીને તમે મુગલ ગાર્ડનમાં પ્રવેશ કરી શકશો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી