કાંચ જેવી ચમકે છે આ નદી, બોટિંગ કરવા પર્યટકોની લાગે છે લાઇન

મેઘાલયનું આ સ્થળ પોતાની પ્રાકૃતિક ભવ્યતાથી કરી મૂકે છે આશ્ચર્યચકિત

divyabhaskar.com | Updated - Mar 22, 2018, 03:52 PM
most beautiful river in meghalaya near dawki

યુટિલિટી ડેસ્કઃ આપણામાંથી મોટાભાગના લોકોને કોઇ આલિશાન હોટલ અથવા મોટી ઇમારાત કરતા પ્રકૃતિનો નજારો માણવું વધારે પસંદ પડે છે. કારણ કે સૌંદર્યની સાથે આહલાદક વાતાવરણમાં શરીર સ્વસ્થતા અનુભવે છે અને મન તણાવમુક્ત થાય છે. જો તમે પણ આવી જ કોઇ જગ્યાએ જવાનો શોખ ધરાવો છો તો આજે અમે અહી એવા જ એક સ્થળ અંગે માહિતી આપી રહ્યાં છીએ. જ્યાં નદી એટલી સુંદર છે કે જાણે તે કાંચ જેવી ચમકે છે. તેની સુંદરતા નિહાળવા અને તેમાં બોટિંગ કરવાની મજા માણવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળે આવતા રહે છે.

ભારત-બાંગ્લાદેશની સરહદ પાસે જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલા ગામ ઉમ્નગોતમાં આ નદી આવે છે, જે નાના અમથા દાવકીની વચ્ચેથી બસાર થાય છે. દાવકી રાજધાની શિલોંગથી માત્ર 95 કિ.મી.ના અંતરે આવેલું છે.

શું છે ખાસ વાત

દાવકી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એક વ્યસ્ત વ્યાપાર માર્ગની જેમ કામ કરે છે. દરરોજ સેંકડો ટ્રક અહીંથી પસાર થાય છે. ઉમ્નગોતની આસપાસના માછીમારો માટે માછલી પકડવાનું આ પ્રમુખ સ્થાન છે. આ મેઘાલયની રાજધાની શિલોંગથી 95 કિ.મી. દૂર છે. આ નદીમાં બોટિંગ કરવાથી એવો અનુભવ થાય છે, જાણે કે આપણે કાંચ પર તરી રહ્યાં છીએ. ઘણા લોકોને વિશ્વાસ નથી આવતો કે કોઇ નદી આટલી ચોખ્ખી પણ હોય.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

most beautiful river in meghalaya near dawki

સ્વચ્છતા જાળવવા માટે છે કડક કાયદો

આ નદીમાં કોઇપણ પ્રકારનો કચરો ફેંકવામાં આવતો નથી. અંગ્રેજોએ આ નદી પર એક બ્રિજ પણ બનાવડાવ્યો છે. આ નદીમાં મોટી સંખ્યામાં માછલીઓ મળી આવે છે, તેમજ અહીં સ્વચ્છતા જાળવવા માટે ચુસ્ત પાલન કરવામાં આવે છે. અહીં આવતા દરેક પ્રવાસીને એક વાત ખાસ જણાવવામાં આવે છે કે મુલાકાત દરમિયાન કોઇપણ પ્રકારનો કચરો અથવા તો ગંદકી અહીં ફેલાવી નહીં અને જો નિયમનું ઉલંઘન કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. 

most beautiful river in meghalaya near dawki

કેવી રીતે પહોંચવું

માર્ગ યાત્રા દ્વારા ડોકી શિલોંગના રસ્તે આ સ્થળે પહોંચી શકાય છે. અહીં જવા માટે તમે કોઇ ખાનગી વાહન બુક કરાવી શકો છો અથવા તો પછી અહીંથી બસ સેવા પણ છે. ટ્રેનથી જો તમે આ સ્થળે જવા માગતા હોવ તો ગુવાહાટી રેલવે સ્ટેશન સૌથી નજીકનું સ્ટેશન છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App