રેલવે / ગુર્જર આંદોલનના પગલે આજે જયપુર- ઓખા ટ્રેન કેન્સલ, કેટલીક ટ્રેનો ડાયવર્ટ

many trains cancelled today Following the Gujjar agitation

Divyabhaskar.com

Feb 15, 2019, 12:41 AM IST

ટ્રાવેલ ડેસ્ક. ગુર્જર આંદોલનને પગલે પશ્ચિમ રેલવેની અમદાવાદ સહિતની અનેક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. તો મોટી સંખ્યામાં ટ્રેનોને અન્ય રૂટ ઉપર ડાયવર્ટ પણ કરવામાં આવી છે. અમદાવાદની ઓખા - જયપુર એક્સપ્રેસ 11મીએ રદ કરાતા 12મીએ જયપુરથી ઓખા આવતી ટ્રેન પણ રદ કરવામાં આવી છે. જ્યારે કટરાથી ઉપડતી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા - હાપા એક્સપ્રેસ વાયા રેવાડી, અજમેર, પાલનપુર થઈને દોડશે.

હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે

ગુર્જર આંદોલનને પગલે પેસેન્જરને હેરાનગતિ ન થાય તે માટે અમદાવાદ, વડોદરા, સુરત સહિત તમામ મુખ્ય સ્ટેશનો ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે. જ્યારે કેન્સલ થતી ટ્રેનોના પેસેન્જરોને ઝડપથી રિફંડ મળી રહે તે માટે વિશેષ કાઉન્ટર પણ રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

X
many trains cancelled today Following the Gujjar agitation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી