Home » Lifestyle » Travel » kalakund Heritage Station

આ કોઇ ઘરનો રૂમ નહીં પરંતુ ટ્રેનનો લક્ઝરી કોચ છે...750 રૂપિયામાં મળશે ફાઇવ સ્ટાર હોટલ જેવી ફેસિલિટી

Divyabhaskar.com | Updated - Dec 25, 2018, 11:53 AM

બોટ ક્લબ સહિતની અનેક સુવિધાઓથી સજ્જ છે આ હેરિટેજ સ્ટેશન

  • kalakund Heritage Station

    ટ્રાવેલ ડેસ્ક: મહૂથી પાતાલપાની થઇ કાલાકુંડ માટે હેરિટેજ ટ્રેન 25 ડિસેમ્બર(આજથી)થી શરૂ થશે. કાલાકુંડમાં પ્રવાસીઓ માટે રોકાવવા માટે બે કોચ પણ તૈયાર કર્યા છે. આ કોચમાં બે લક્ઝરી બેડરૂમ છે તો એક કોચમાં 16 બેડરૂમની ડોરમેટ્રી છે. એક બેડરૂમનું ભાડું 750 રૂપિયા તો ડોરમેટ્રીમાં 100 રૂપિયા આપી રાત રોકાઇ શકાય છે.

    ટ્રેનમાં હશે આ ખાસિયત
    કાલાકુંડ સ્ટેશનની પાછળ પ્રવાસીઓ માટે બોટ ક્લબ પણ બની રહી છે. તેના માટે ચોરેલ નદી પર બનેલા ડેમનું પાણી રોકી શકાય છે. તેમા સાત બોટ રહેશે. સ્ટેશન રતલામ મંડળનું પહેલું એવું હેરિટેજ સ્ટેશન છે, જ્યાં બાળકો માટે પાર્ક પણ તૈયાર છે. સૂત્રો અનુસાર,કાલાકુંડ સ્ટેશનની આસપાસના પહાડી એરિયામાં પ્રવાસીઓ માટે રોક ક્લાઇબિંગ પણ શરૂ કરવાની યોજના છે, પરંતુ આ ક્ષેત્રમાં જંગલી પ્રાણીઓનો ભય છે. તેવામાં સંભવ છે કે રેલવે પ્રશાસન રોક ક્લાઇંબિંગ અહીં શરૂ ના કરે. આ કોચમાં એક ડબલ બેડ, એસી, એલઇડી ટીવી, ચાર પંખા, સોફા સેટ, ડાયનિંગ ટેબલ રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ