IRCTCનું દુબઇ પેકેજ: 5 દિવસ સુધી મળશે દુબઇ ફરવાનો મોકો, બ્રેકફાસ્ટથી લઇને ડિનર સુધીની હશે સુવિધા, બુકિંગ થઇ ગઇ છે શરૂ

1 વ્યક્તિની બુકિંગનો આટલો ખર્ચ, બુર્ઝ ખલીફાથી લઇ ડિઝર્ટ સફારી સુધીની ટૂર

divyabhaskar.com | Updated - Dec 08, 2018, 05:49 PM
IRCTC lunch  Dubai package, 5 days to go to Dubai tour

યુટિલિટી ડેસ્ક: જો તમે પણ ઠંડીની ઋતુમાં વિદેશ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો દુબઇ માટે બુકિંગ કરાવી શકાય છે. IRCTC પેસેન્જર્સ માટે દુબઇ ટૂર પેકેજ આપી રહી છે. 5 દિવસ અને 4 રાતના આ Dazzling Dubai ઇન્ટરનેશનલ ટૂર પેકેજમાં ઘણું બધુ સામેલ છે. આ ટૂર પેકેજની શરૂઆત મુંબઇથી થશે.

પેકેજમાં મળશે આ સુવિધા:
આ ટૂર પેકેજમાં તમને એરિબિયાની પ્લાઇટ મુંબઇથી દુબઇ અને દુબઇથી મુંબઇની મુસાફરી, એરપોર્ટ ટ્રાંસફર, હોટલમાં રોકાવવું, સાઇટસીઇન્ગ, નોર્મલ દુબઇ વિઝા ફી, 5 દિવસના 5 બ્રેકફાસ્ટ અને 5 ડિનર, એસી બસમાં ફરવું, ટ્રાવેલ ઇન્શ્યોરંસ અને બધાના ટેક્સ પણ સામેલ છે.

ક્યાં ક્યાં ફેરવશે
- કોચ્ચિ ઇન્ટરનેશન એરપોર્ટથી 22 જાન્યુઆરીએ ફ્લાઇટ રવાના થશે. પહેલો દિવસ દુબઇમાં સ્ટે છે.
- 23 જાન્યુઆરીએ બ્રેકફાસ્ટ બાદ દુબઇ સિટીની હાફ ડે ટૂર રહેશે. લંચ બાદ દુબઇ શોપિંગ મોલ અને બુર્ઝ ખલીફા ફરવાનો મોકો મળશે. ઇન્ડિયન રેસ્ટોરેન્ટમાં ડિનરની સુવિધા.
- 24 જાન્યુઆરીએ બ્રેકફાસ્ટ બાદ દુબઇના ફેમસ ગાર્ડન ઓફ મિરેકલ્સની ટૂર. ઇવનિંગમાં ડિઝર્ટ સફારી કરવાનો મોકો મળશે. અહીં સનસેટ એક્સપીરિયંસ લઇ શકાશે. રાત્રે ડિનર અને બેલી ડાંસ જોવા મળશે.
- 25 જાન્યુઆરીએ બ્રેકફાસ્ટ બાદ આખા દિવસની અબૂધાબી ટૂર. લંચ બાદ દુબઇ પરત લાગવવામાં આવશે. ગ્લોબલ વિલેજ દેખાડવામાં આવશે.
- 26 જાન્યુઆરીએ તમે શોપિંગ કરી શકશો. સાંજે દુબઇ એરપોર્ટથી કોચ્ચિ માટે ફ્લાઇટ હશે.

આબૂધાબીની મુસાફરી પણ સામેલ
5 દિવસ અને 4 રાતના આ ટૂર પેકેજમાં તમે દુબઇની ફેમસ જગ્યા જેમ કે, દુબઇ મોલ, બુર્જ ખલીફા, મિરેકલ ગાર્ડન, ક્રૂઝ, દુબઇ મ્યૂઝિયમ અને ડિઝર્ટ સફારીની મજા માણી શકશો. સાથે જ આબૂધાબીમાં શેખ ઝાયદ મસ્ઝિદ, ફરારી વર્લ્ડ, મોલ ઓફ એમિરેટ્સ, સૌથી મોટો થીમ પાર્ક્સ અને સ્નો પાર્ક જેવી જગ્યાઓ પર સામેલ છે.

મેટ્રો દ્વારા પણ કરી શકો છો મુસાફરી
દુબઇમાં લોકલ ફરવા માટે મેટ્રો અથવા ટેક્સી લઇ શકાય છે. મેટ્રોથી ફરવું અહીં સૌથી સસ્તું છે પરંતુ મેટ્રો દરેક જગ્યાઓ પર જતી નથી. મેટ્રો બુર્જ ખલીફા અને દુબઇ મોલ સુધી જાય છે.

આટલો થશે ખર્ચ:
21 ડિસેમ્બર 2018થી શરૂ થઇ રહેલા આ ટૂર પેકેજમાં ડબલ અને ટ્રિપલ ઓક્યૂપેન્સી પર પ્રતિ વ્યક્તિ ખર્ચ 48 હજાર 990 રૂપિયા છે જ્યારેં સિંગલ ઓક્યૂપેન્સી પર પ્રતિ વ્યક્તિ ખર્ચ 59 હજાર 990 રૂપિયા છે.

જાન્યુઆરીથી શરૂ થશે ટૂર:
આ ટૂર પેકેજમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ ત્રણ મંથની ડેટ્સ સામેલ છે. 19 જાન્યુઆરી 2019 માટે ડબલ અને ટ્રિપ ઓક્યૂપેન્સી પર આ ટૂર પેકેજની કિંમત 49 હજાર 990 રૂપિયા છે જ્યારે સિંગલ ઓક્યૂપેન્સી પર કિંમત 62 હજાર 690 રૂપિયા છે.

14 ફેબ્રુઆરી 2019 માટે ડબલ અને ટ્રિપલ ઓક્યૂપેન્સી પર પેકેજની કિંમત 24 હજાર 190 અને સિંગલ ઓક્યૂપેન્સી પર 59 હજાર જ્યારે 30 માર્ચથી શરૂ થઇ રહેલા ટૂર પેકેજ પર ડબલ અને ટ્રિપલ ઓક્યૂપેન્સીની કિંમત 47 હજાર 590 રૂપિયા અને સિંગલ ઓક્યૂપેન્સી પર 58 હજાર 590 રૂપિયા છે.

ફરવાનો બેસ્ટ ટાઇમ
ઓક્ટોબરથી લઇ માર્ચ સુધીનો સમય દુબઇ ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે, કારણે ત્યારે વધારે ગરમી હોતી નથી. આ વાતાવરણ યોગ્ય હોય છે. મે-જૂનના મહિનામાં દુબઇમાં ખુબ જ ગરમી હોય છે અને ત્યારે અહીં ફરવું મુશ્કેલ ભર્યું રહે છે.

X
IRCTC lunch  Dubai package, 5 days to go to Dubai tour
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App