આ દેશમાં ભારતના 5 હજાર રૂ.ની કિંમત છે 10 લાખ, મોજથી ફરી શકો છો આ સ્થળો

મંદિરો અને સમુદ્ર કિનારાના કારણે બાલી ભારતીય પ્રવાસીઓ માટે ઘણું જ લોકપ્રિય છે

divyabhaskar.com | Updated - Jun 02, 2018, 12:24 PM
indonasia top tourist destination for indian

યુટિલિટી ડેસ્કઃ ઇન્ડોનેશિયા સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. જંગલો થી લઇને સમુદ્ર કિનારા સુધી અને જ્વાળામુખીથી લઇને પ્રાચીન મંદિરો સુધી અનેક જોવાલાયક નજારાઓ અહીં જોવા મળે છે. મંદિરો અને સમુદ્ર કિનારાના કારણે બાલી ભારતીય પ્રવાસીઓ માટે ઘણું જ લોકપ્રિય છે.

ભારતીય કરન્સીનું વધારે છે મુલ્ય


ઇન્ડોનેશિયાની કરન્સી ઇન્ડોનેશિયન રૂપિયા છે. ત્યાં ભારતના એક રૂપિયાની કિંમત 205.94 ઇન્ડોનેશિયન રૂપિયા છે. જે પ્રમાણે જો તમારી પાસે 5 હજાર છે, તો તેની કિંમત ત્યાં 10 લાખ રૂપિયા બરાબર છે. તમે ઓછા બજેટમાં અહીં હરવા-ફરવાની મજા માણી શકો છો. તેમજ જો તમે ઇન્ડોનેશિયામાં શોપિંગ કરવા માગો છો તો ઘણી ઓછી કિંમતમાં તમે વસ્તુઓ ખરીદી શકો છો.

ઇન્ડોનેશિયામાં આ ડેસ્ટિનેશન્સ જોવાનું ન ભૂલો


ઇન્ડોનેશિયામાં હરવા-ફરવાના અનેક સ્થળો છે. જ્યાં તમે તમારી પસંદને ધ્યાનમાં રાખીને જઇ શકો છો.

બાલી


ઇન્ડોનેશિયાનું નામ આવતા જ સૌથી પહેલા બાલી યાદ આવે છે. જો તમે આર્ટ અને કલ્ચરમાં લગાવ ધરાવો છો, તો તમારે અવશ્ય બાલીની મુલાકાત લેવી જોઇએ. અહીં તમે સાનૂર બીચ અને તુલાંબેન આકર્ષી શકે છે. અહીં મંદિર, પેઇન્ટિંગ ઉપરાંત અનેક એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકો છો.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

indonasia top tourist destination for indian

જકાર્તા

સ્વાદિષ્ટ વાનગીઓ અને કલ્ચરના મિશ્રણની મજા માણવી હોય તો જકાર્તા તમારા માટે એક શ્રેષ્ઠ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે. તમે જકાર્તામાં જઇને નવી-નવી વાનગીઓનો સ્વાદ ચાખી શકો છો. 
 

કુતા

જો તમને નાઇટલાઇફ એન્જોઇ કરવાનો શોખ છે, તો તમે કુતા જઇ શકો છો. અહીં નાઇટલાઇફ સાથે તમને અનેક બીચ પણ મળી જશે, જ્યાં જઇને તમે મોજ-મસ્તી કરી શકો છો. 
 

ડેનપાસર

જો તમને મંદિરો અને મ્યૂઝિયમ જોવાનો શોખ છે, તો તમે ડેનપાસરમાં ફરવા જઇ શકો છો. તમને અહીં અનેક પ્રાચીન મંદિર, મ્યૂઝિયમ જોવા મળી જશે. જ્યાં તમે તમારો કિંમતી સમય વિતાવી શકો છો. 

X
indonasia top tourist destination for indian
indonasia top tourist destination for indian
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App