સ્વાદિષ્ટ ફૂડ માટે જાણીતા છે ભારતના 10 રેલવે સ્ટેશન, સુરેન્દ્રનગરથી લઇને કાલિકટ સહિતના છે યાદીમાં

તમારા ટ્રાવેલ રૂટમાં એ સ્ટેશન આવતા હોય તો ત્યાં મળતા ફૂડનો સ્વાદ એકવાર અવશ્ય ચાખવો જોઇએ

divyabhaskar.com | Updated - Aug 08, 2018, 03:04 PM
કોઝિકોડ હલવા, કાલિકટ, કેરળ
કોઝિકોડ હલવા, કાલિકટ, કેરળ

યુટિલિટી ડેસ્કઃ ભારતીય રેલવેમાં મુસાફરી કરવાની એક અલગ જ મજા છે. કારણ કે મુસાફરી દરમિયાન અનેક એવી યાદગાર પળો આપણને મળતી હોય છે, જેને આપણે ક્યારેય ભૂલતા નથી અને તેને આપણે અન્યો સાથે પણ શૅર કરતા હોઇએ છીએ. તેમાં પણ ખાસ કરીને સ્ટેશન પર મળતા ફૂડ ભારતના દરેક રેલવે સ્ટેશન ત્યાં મળતા ફૂડના કારણે પણ જાણીતા છે. આજે અમે અહીં એવા જ 10 રેલવે સ્ટેશન અંગે જણાવી રહ્યાં છીએ. જો તમે ક્યારેક એ રેલવે સ્ટેશને જાઓ અથવા તમારા ટ્રાવેલ રૂટમાં એ સ્ટેશન આવતા હોય તો ત્યાં મળતા ફૂડનો સ્વાદ એકવાર અવશ્ય ચાખવો જોઇએ.

કોઝિકોડ હલવા, કાલિકટ, કેરળ
આ વાનગી કાલિકટમાં ખુબ જ જાણીતી છે. જો તમે ક્યારેય પણ કાલિકટ જાઓ તો એકવાર ત્યાંના ફેમસ હલવા અને બનાના ચિપ્સનો સ્વાદ ચાખવો જોઇએ. આ એક એવો અનુભવ રહેશે કે જેને તમે ક્યારેય પણ ભૂલી નહીં શકો.

ચિકન કટલેટ, હાવડા, પશ્ચિમ બંગાળ
જો તમે હાવડાની મુલાકાતે ગયા હોવ અને તેમાં પણ જો તમે હાવડા રેલવે સ્ટેશનની આસપાસ રહેતા હોવ કે તેની મુલાકાતે જાઓ ત્યારે એકવાર ત્યાં મળતી ચિકન કટલેટનો સ્વાદ ચાખવો જોઇએ. ચિકન કટલેટને ખાસ બનાવી દે છે તેની સાથે આપવામાં આવતી લીલી ચટણી.

પઝમ પોરી, પલક્કડ સ્ટેશન, કેરળ
તમે કોઇપણ સિઝનમાં કેરળના પલક્કડ સ્ટેશન જાઓ તો તમને આ સ્વાદિષ્ટ વાનગી ખાવા મળી શકે છે. આ વાનગીને બનાના ફ્રિટ્ટર્સ પણ કહેવામાં આવે છે.

અન્ય રેલવે સ્ટેશનના સ્વાદિષ્ટ ફૂડ અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

આલૂ ટિક્કી, ટુંડલા, ઉત્તર પ્રદેશ
આલૂ ટિક્કી, ટુંડલા, ઉત્તર પ્રદેશ

આલૂ ટિક્કી, ટુંડલા, ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના ટુંડલા રેલવે સ્ટેશનમાં મળતી આલૂ ટિક્કીની એક અલગ ઓળખ છે. અહીં મળતી ટિક્કીમાં દહીં, ડૂંગળી અને ગરમ મસાલાની લેયર્ડ બનાવવામાં આવી હોય છે. એકવાર અહીંના આ ફૂડનો ટેસ્ટ લેવો જોઇએ. 
 
રબડી, આબુરોડ, રાજસ્થાન
ગુજરાતીઓ આબુ રોડની મુલાકાત વિકેન્ડમાં લેતા હોય છે, જો તમે આબુની મુલાકાત લો તો ત્યાંની રબડીનો સ્વાદ માણવાનું ભૂલતા નહીં. ત્યાંની રબડીમાં નટ્સ અને અન્ય ફ્લેવરનો સ્વાદ તમે ક્યારેય ભૂલી નહીં શકો. 
 

પૌહે, રતલામ, મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં રહેતા તમામ લોકો માટે પૌહે ફેવરિટ ફૂડ હશે. જોકે રતલામના પૈવાની ખાસિયત જ કંઇક અલગ છે અને તેથી જ અહીંના રેલવે સ્ટેશને પૌહે ખાવા લોકો આવે છે. જો તમે રલતામની મુલાકતે હોવ તો એકવાર ત્યાંના પૌહે ખાવા જોઇએ. 
 

છોલે ભટૂરે, જલંધર, પંજાબ
એવું માનવામાં આવે છે કે છોલે ભટૂરેની શરૂઆત જલંધરથી જ કરવામાં આવી હતી. તેથી જ તો અહીંના છોલે ભટૂરે ઘણા જ પ્રખ્યાત છે. જો તમે પંજાબની મુલાકાત લેવા જઇ રહ્યાં હોવ અને તેમાં જલંધર રેલવે સ્ટેશને તમારી ટ્રેન રોકાય તો ત્યાં મળતા છોલે ભટૂરેનો સ્વાદ ચાખવો જોઇએ. 
 

અન્ય રેલવે સ્ટેશનના સ્વાદિષ્ટ ફૂડ અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.... 

ઉંટના દૂધની ચા, સુરેન્દ્રનગર, ગુજરાત
ઉંટના દૂધની ચા, સુરેન્દ્રનગર, ગુજરાત

ચિકન બિરિયાની, શોરનુર, કેરળ
જો તમે કેરળમાં હોવ અને શોરનુર રેલવે સ્ટેશન આવે તો ત્યાની ચિકન બિરયાની ચાખી શકો છો. તેમાં દરેક લોકલ સ્પાઇસીનો ઉપયોગ કરવામાં આવે છે. જે તેને ઘણી જ સ્વાદિષ્ટ બનાવે છે. 
 
ઉંટના દૂધની ચા, સુરેન્દ્રનગર, ગુજરાત
આપણા ગુજરાતના સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર ઉંટના દૂધની ચા ઘણી જ લોકપ્રીય છે. જો તમે ત્યાં હોવ અથવા તો સુરેન્દ્રનગર જાઓ તો ત્યાં મળતી ઉંટના દૂધની ચાનો સ્વાદ માણવો જોઇએ હંમેશા યાદગાર રહેશે.
 
આલૂ દમ, ખડગપુર, પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળનું ખડગપુર સ્ટેશન તેના આલૂ દમ માટે ખુબ જ જાણીતું છે. આ એટલું મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે કે એકવાર તેનો સ્વાદ ચાખ્યા પછી તમે ક્યારેય તેને ભૂલી નહીં શકો. 

X
કોઝિકોડ હલવા, કાલિકટ, કેરળકોઝિકોડ હલવા, કાલિકટ, કેરળ
આલૂ ટિક્કી, ટુંડલા, ઉત્તર પ્રદેશઆલૂ ટિક્કી, ટુંડલા, ઉત્તર પ્રદેશ
ઉંટના દૂધની ચા, સુરેન્દ્રનગર, ગુજરાતઉંટના દૂધની ચા, સુરેન્દ્રનગર, ગુજરાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App