નવેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે આ 5 સ્થળ, જોવા મળે છે પ્રકૃતિનો અદભૂત નજારો

divyabhaskar.com

Nov 12, 2018, 03:32 PM IST
indias this 5 best place to visit in november

ટ્રાવેલ ડેસ્કઃ નવેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. સોહામણા વાતાવરણ અને ફેસ્ટિવલ સિઝન હોવાના કારણે બોનસ અને રજાઓ બન્ને આપણી પાસે હોય છે. તેવામાં નવેમ્બર મહિનામાં ફરવાનું વધારે પસંદ કરવામાં આવે છે. આમ તો ભારતમાં રજાઓ મનાવવા માટે અનેક સ્થળો છે, પરંતુ નવેમ્બરમાં ખાસ કરીને અમુક સ્થળોએ પ્રકૃતિના સુંદર નજારાને માણી શકાય છે. જો તમે પણ આ મહિને ફરવાની યોજના બનાવી રહ્યાં છો તો તમે આ 5 સ્થળોને તમારી યાદીમાં સામેલ કરી શકો છો.

દાર્જલિંગ
પ્રકૃતિની સુંદરતા જો તમારે જોવી છે તો તમે આ સિઝનમાં દાર્જલિંગ જવાની યોજના બનાવી શકો છો. અહીં તમે સનરાઇઝ પોઇન્ટ્સનો આનંદ માણી શકો છો. એ સમયે ટાઇગર હિલ સનરાઇઝ જોવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીંથી કંચનજંગા અને માઉન્ટ એવરેસ્ટનો શાનદાર નજારો જોઇ શકો છે. ચાના બગીચા, ટોય ટ્રેનમાં મુસાફરી, બ્રિટિશ કાળનું આર્કિટેક્ચર, બરફની ચાદરમાં લપેટાયેલો કંચનજંગા પર્વત આ પ્લેસને બેસ્ટ હોલિડે ડેસ્ટિનેશન બનાવે છે.

રાજસ્થાન
નવેમ્બર મહિનામાં રાજસ્થાન જરૂર ફરવા જાઓ. નવેમ્બરમાં જેસલમેર અને જોધપુર ફરવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. આ સમયે ગુલાબી ઠંડીમાં સૂર્યના કિરણોની વચ્ચે ઉંટની સવારી શાનદાર અનુભવ કરાવે છે. આ સિઝનમાં અહીં કિલ્લા, ડેઝર્ટ, મ્યૂઝિયમ, હવેલી જેવા પર્યટન સ્થળોમાં ઘણી ભીડ જોવા મળે છે.

સુંદરવન
જો તમને પ્રકૃતિ સાથે લગાવ છે તો તમે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં ફરવા જઇ શકો છો. આ સમયે અહીં પ્રકૃતિને ઘણી નજીકથી મહેસૂસ કરી શકો છો. આ રોયલ બેંગોલ ટાઇઘર માટે જાણીતું છે. અંદાજે 1330 સ્ક્વેર કિ.મી.માં ફેલાયેલું આ પાર્ક વિશ્વનું સૌથી મોટું જંગલ માનવામાં આવે છે. આ સિઝનમાં તમે રોયલ બેંગોલ ટાઇગર જોઇ શકો છો.

કચ્છ
રાત્રે ચાંદની રોશની, દૂર સુધી મીઠાનું મેદાન જોવાનો ખાસ અનુભવ લેવા માગો છો તો આ મહિને કચ્છ જરૂર ફરવા જાઓ. આ સિઝનમાં અહીંનો નજારો ઘણો જ રોમેન્ટિક હોય છે. સંગીત સાથે પ્રકૃતિનો આનંદ લેવા માગો છો તો કચ્છની ટ્રિપનું આયોજન કરી શકો છો.

ઝિરો
અરૂણાચલ પ્રદેશના ઝિરોનું નામ જ નહીં પરંતુ અહીના નજારા પણ ઘણા અલગ છે. લીલોતરીથી ઢંકાયેલા પર્વતોની વચ્ચે આ સ્થળે ફરવાનું જવાનું લોકો વધારે પસંદ કરવામાં આવે છે. દોડધામવાળી જિંદગીથી દૂર, શાંતિની પળો વિતાવવા અને મેડિટેશન માટે ઝિરો પરફેક્ટ ડેસ્ટિનેશન છે.

X
indias this 5 best place to visit in november
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી