Home » Lifestyle » Travel » indias 5 fort known for interesting and best destination

ભારતના આ 5 કિલ્લાઓનું રસપ્રદ છે રહસ્ય, ઓછા ખર્ચમાં ફરવા માટે છે પરફેક્ટ ડેસ્ટિનેશન

Divyabhaskar.com | Updated - Nov 17, 2018, 10:19 PM

રોમાંચક અનુભવ માટે જઇ શકો છો ત્યાં

  • indias 5 fort known for interesting and best destination

    ટ્રાવેલ ડેસ્કઃ જો તમે પ્રાચીન કલા અને ધરોહરને જોવાનું પસંદ કરો છો અને જૂની કહાણીઓમાં રૂચી ધરાવો છો તો તમે ભારતના 5 ટોચના ફોર્ટની મુલાકાત જરૂરથી લો. આ ફોર્ટ આકર્ષણ અને અદભૂત તો છે જ, સાથે આ તમામ ફોર્ટ સાથે રસપ્રદ કહાણીઓ પણ જોડાયેલી છે. આજે અમે તમને એવા 5 કિલ્લાઓ અંગે જણાવી રહ્યાં છીએ, જે ફરવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે.

    500 વર્ષ જૂનો છે રાજસ્થાનનો મેહરાનગઢ કિલ્લો
    મેહરાનગઢ કિલ્લો રાજસ્થાનના જોધપુરમાં છે. તેને રાવ જોધાએ બનાવડાવ્યો હતો. આ કિલ્લાના 7 ગેટ છે અને તમામ ગેટ રાજાએ કોઇને કોઇ યુદ્ધ જીત્યા બાદ સ્મારક તરીકે બનાવ્યા હતા. આ કિલ્લાની અંદર મોતી મહેલ, શીશ મહેલ જેવા ભવનો ખુબ જ સુંદર રીતે સજાવેલા છે. મેહરાનગઢ કિલ્લાની અંદર ચામૂંડા દેવીનું મંદિર અને મ્યૂઝિયમ બન્ને જોઇ શકાય છે. આ 500 વર્ષ જૂનો કિલ્લો છે.

    આ કિલ્લાની દિવાલો 10 કિ.મી. સુધી ફેલાયેલી છે. તેની ઉંચાઇ 20 ફૂટથી 120 ફૂટ તથા પહોળાઇ 12 ફૂટથી 70 ફૂટ સુધી છે. વળાંકવાળા રસ્તાથી જોડાયેલા કિલ્લાની ચાર દિવાલ છે. આ કિલ્લામાં નીતા અંબાણી પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી ચુકી છે. સુપર હીટ અંગ્રેજી ફિલ્મ ‘ડાર્ક નાઇટ’નો અમુક ભાગ પણ અહીં જ શૂટ કરવામાં આવ્યો હતો. આ હોલિવુડ માટે પણ એક શાનદાર ડેસ્ટિનેશન બની ગયું છે.

    અહીં જોવા મળે છે રાણીઓના આત્મદાહના નિશાન
    અંતિમ સંસ્કાર સ્થળ પર આજે પણ સિંદૂરના ઘોલ અને ચાંદીની પાતળી વરકથી બનેલી હથેળીઓના નિશાન પર્યટકોને એ રાજકુમારીઓ અને રાનીઓની યાદ અપાવે છે જેમણે જૌહર અથવા આત્મદાહ કર્યો હતો.
    ટાઇમિંગઃ આ કિલ્લામાં તમે સવારે 9થી સાંજે 5.30 વાગ્યા સુધી ફરી શકો છો.
    ટિકિટઃ આ કિલ્લામાં ફરવા માટે પ્રતિ વ્યક્તિ 100 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આ કિલ્લો ડિનર પાર્ટીના રૂપમાં ભાડા પર આપવામાં આવે છે.

    ગ્લાલિયરનો કિલ્લો
    ગ્લાલિયર શહેરનું સૌથી મોટું આકર્ષણ અહીંની ઉંચી ચટ્ટાણો પર બનેલો ગ્વાલિયરનો કિલ્લો છે. આ શહેરના લગભગ દરેક ભાગમાંથી દેખાય છે. ભારતના બીજા કિલ્લાની તુલનામાં મોગલ બાદશાહ બાબરે તેની તુલના મોતી સાથે કરી હતી. આ કિલ્લાનું નિર્માણ 15મી સદીમાં રાજા માનસિંહ તોમરે કરાવ્યું હતું. આ કિલ્લો ગોપાંચલના પર્વત પર લાલ બલુએ પથ્થરથી બનાવવામાં આવ્યો છે. આ કિલ્લો 100 મીટર ઉંચાઇ પર છે. કિલ્લાની બહારની દિવાલની પહોળાઇ 200 મીટરની છે.

    આ જરૂરથી જુઓ
    ત્રણ કિલોમીટર સ્ક્વેરમાં ફેલાયેલા આ કિલ્લાની અંદર ત્રણ મિંદર છે. કિલ્લાની પાસે જ સુરજ કૂંડ છે, જેનું પાણી પવિત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત ગ્લાલિયર કિલ્લાના જહાંગીર મહલ, કરણ પેલેસ, શાહજહાં મહેલ અને ગુજરી મહેલ પણ જોવાલાયક છે. અહીં ફરવા માટે ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય બેસ્ટ માનવામાં આવે છે.

    ટાઇમિંગઃ કિલ્લો સવારે 6 વાગ્યાથી લઇને સાંજે 5.30 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
    ટિકિટઃ આ કિલ્લો ભરવા માટે તમારે માત્ર 50-100 રૂપિયાની ટિકિટ લેવી પડશે.

    હૈદરાબાદના ગોલકુંડા કિલ્લો
    આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદથી અંદાજે 11 કિ.મી.ના અંતરે બનેલા ગોલકુંડા કિલ્લાનું નિર્માણ કાકતિયા શાસકોએ કરાવ્યું હતું. આ શહેર અને કિલ્લાનું નિર્માણ ગ્રેનાઇટ હિલથી 120 મીટરની ઉંચાઇ પર કરવામાં આવ્યું છે. આ વિશાળ ચાર દિવાલોથી ધેરાયેલો છે. એવું કહેવામાં આવે છેકે આરંભમાં અહીં માટીથી બનેલો કિલ્લો હતો પરંતુ કુતુબશાહી વંશના શાસનકાળમાં તેને ગ્રેનાઇટથી બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લામાં આઠ દિવાલ અને ચાર સીડીઓ છે. તેની ચાર દિવાલો પર 87 અર્ધ બુર્જ છે. પ્રત્યેક બુર્જ પર અલગ અલગ ક્ષમતાવાળી તોપ લાગેલી છે. આ કિલ્લો એક સમયે આખું શહેર હતો, જેનો તમે આ કિલ્લામાં અનુભવ કરી શકો છો. કિલ્લામાં બનેલી અન્ય ઈમારતોમાં હથિયાર ઘર, હબ્શી કમાન્સ, ઉંટ અસ્તબલ, તારામતી મસ્જિક, ખાનગી રૂમ, નગીના બાગ, રામસાસાનો કોટો, મુર્દા સ્નાનઘર, અંબર ખાના અને દરબાર કક્ષ જોવાલાયક છે.

    પ્રવેશદ્વાર પર તાલી વગાડવાથી ધ્વનિ સ્પષ્ટ રીતે પર્વતોના શિખર પર બનેલા કિલ્લામાં સાંભળી શકાય છે. સ્થાન વિશેષ પર લગભગ તમામ પ્રવાસીઓ તાલી વગાડે છે. માન્યતા છેકે પ્રતિધ્વનિની આ વ્યવસ્થા કિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. સાંજે થતો લાઇટ શો જરૂરથી જુઓ.
    ટાઇમિંગઃ સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.
    ટિકિટઃ આ કિલ્લો જોવા માટે 70 રૂપિયા ટિકિટ છે.

    મહારાષ્ટ્રનો સિંધુદુર્ગ
    આ કિલ્લો મુંબઇથી 400 કિ.મી. દૂર સમુદ્રની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. કિલ્લાનું નિર્માણ શિવાજીએ કર્યું હતું. આ કિલ્લો પોતાની સુંદરતાના કારણે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. સિંધુદુર્ગ સમુદ્રની વચ્ચે એક નાના ટાપૂ પર બનેલો છે.
    ટાઇમિંગઃ આ સવારે 10થી 5.30 વાગ્યા સુધી જોઇ શકાય છે.
    ટિકિટઃ પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા છે.

    હિમાચલ પ્રદેશનો કાંગડા કિલ્લો
    આ કિલ્લો હિમાચલ પ્રદેશના કાંગડામાં છે. તેને કાંગડાના શાહી પરિવારે બનાવ્યો હતો. આ વિશ્વના સૌથી જૂના કિલ્લામાનો એક છે. તેને નગરકોટ અથવા કાટ કાંગડના નામે પણ ઓળખવામા આવે છે. આ કિલ્લો ધન સંપત્તિના ભંડાર માટે પ્રસિદ્ધ હતો. બાળગંગા અને માંઝી નદીઓ પર કાંગડ કિલ્લો 500 રાજાઓની વંશાવલીના પૂર્વજ રાજા ભૂમચંદની ત્રિગતરા ભૂમીની રાજધાની હતો.
    ટાઇમિંગઃ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
    ટિકિટઃ આ કિલ્લામાં પ્રવેશ માટે તમારે 150 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચવા પડશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ