New Year / 2019માં રેલવે આપશે પાંચ મોટી ગિફ્ટ- ચાલતી ટ્રેનમાં થશે શોપિંગ, કુંભ મેળા માટે સ્પેશિયલ ટ્રેન

divyabhaskar.com | Updated - Dec 28, 2018, 06:34 PM
Indian raiway will be changed in 2019
X
Indian raiway will be changed in 2019

  • ટ્રેનમાં રોબોટ જોવા મળશે, જે ચાલુ ટ્રેનનું સમારકામ કરશે.
  • રેલવે સ્ટેશન ફાઈવસ્ટાર હોટલ જેવા બનશે, જેની શરૂઆત ગાંધીનગરથી થશે
  • કિન્નરોને રેલવેભાડાંમાં સ્પેેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત ખૂબ ટૂંક સમયમાં થવાની છે તે પહેલાં ભારતીય રેલવે દ્વારા નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. 2019માં મુસાફરી દરમિયાન હવે ગ્રાહકોને શોપિંગની સુવિધા મળવાની સાથે હવે ટ્રેનમાં રોબોટ પણ જોવા મળશે. તે ઉપરાંત કિન્નરો માટે પણ ટ્રેનમાં નવી સુવિધા શરૂ થવાની છે. આજે અમે તમને ટ્રેન દ્વારા 2019માં મળનારી નવી સુવિધાઓ વિશે જણાવવાના છીએ.

ચાલતી ટ્રેનમાં શોપિંગ કરી શકાશે

1.નવા વર્ષમાં રેલવે તરફથી ખાસ સુવિધા આપવામાં આવી રહી છે. હવે તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘર અને રસોઈની આઈટમ સહિત અન્ય જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશો. જોકે પહેલાં તબક્કામાં આ સુવિધાની શરૂઆત બે ટ્રેનમાં થશે અને ત્યારપછી દરેક તબક્કે તેમાં બે-બે ટ્રેનનો સમાવેશ કરવામાં આવશે. આ ફર્મની ટ્રેનમાં ઘરેલુ સામાન સિવાય બ્યૂટી પ્રોડક્ટ સહિત અન્ય આઈટમ વેચવાની પણ મંજૂરી આપવામાં આવશે. જોકે ટ્રેનમાં કોઈ ખાદ્ય સામગ્રી, સિગારેટ, ગુટખા અથવા દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
કુંભ મેળા માટે 800 સ્પેશિયલ ટ્રેન
2.2019માં પ્રયાગરાજમાં થનારા કુંભ મેળા માટે રેલવેએ ઘણી ખાસ સુવિધાઓની જાહેરાત કરી છે. મેળાને ધ્યાનમાં રાખીને 800 સ્પેશિયલ ટ્રેન રાખવામાં આવી છે અને તેમાં ફ્રીમાં વાઈ-ફાઈ, બાયો-ટોયલેટની સુવિધા આપવામાં આવશે. તે ઉપરાંત યાત્રીઓને કુંભના મેળા સાથે જોડાયેલી તસવીરો ટ્રેનના કોચમાં બતાવવામાં આવશે. આટલું જ નહીં, રેલવે વિભાગે કુંભને ધ્યાનમાં રાખીને રેલ કુંભ એપ પણ બનાવી છે.
ટ્રેનના સમારકામ માટે રોબોટ હશે
3.નવા વર્ષે તમને ટ્રેનમાં રોબોટ પણ જોવા મળશે. હકીકતમાં રેલવેના નાગપુર ડિવિઝનની મિકેનિકલ બ્રાન્ચમાં અંડરગિયર સર્વિલન્સ થ્રૂ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અસિસ્ટેડ ડ્રાઈડ એટલે કે ઉસ્તાદ નામનો એક રોબોટ ડેવલપ કરવામાં આવશે. આ રોબોટ ટ્રેનની નીચે જઈને રેલગાડીના સ્પેર પાર્ટ્સની તસવીર લેશે અને જો તેમાં કોઈ તકલીફ હશે તો તે વિશે નોટિસ આપશે. ઉસ્તાદ રોબોર્ટમાં હાઈડેફિનેશન કેમેરા લગાવવામાં આવેલા હશે. તે સાથે જ આ કેમેરાની ખાસિયત એવી છે કે, તે 320 ડિગ્રીના ખૂણે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા માટે સક્ષમ છે. હાલમાં શતાબ્દી અને રાજધાની જેવી ટ્રેન તેમના ડેસ્ટિનેશન પર પહોંચે ત્યારે આ ટ્રેનની સંપૂર્ણ પણે તપાસ કરવામાં આવે છે. અત્યારે હાલ રેલવે કર્મચારી ટ્રેનની નીચે જઈને જોવે છે કે, ટ્રેનના સ્પેર પાર્ટ્સમાં કોઈ મુશ્કેલી તો નથી આવીને.
ફાઈવ સ્ટાર હોટલ જેવા રેલવે સ્ટેશન
4.આ વર્ષે દેશના પહેલાં ફાઈવ સ્ટાર રેલવે સ્ટેશનની શરૂઆત થવાની શક્યતા છે. એરપોર્ટ જેવું પહેલુ રેલવે સ્ટેશન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બની રહ્યું છે. આ દેશનું પહેલું એવું સ્ટેશન હશે જ્યાં ફાઈવ સ્ટાર હોટલ ડેવલપ કરવામાં આવશે. આ હોટલ 10 ફ્લોરની હશે. હોટલમાં 300 રૂમ બનાવવામાં આવશે. આવતા વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન આ હોટલને શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
કિન્નરો માટે રેલવેમાં ડિસ્કાઉન્ટ
5.

રેલવેની નવી સુવિધા પ્રમાણે ટ્રાન્સજેન્ડરને હવે સીનિયર સિટીઝન પુરુષ-મહિલાની જેમ રેલવેના ભાડામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ વિશે તાજેતરમાં જ રેલવેએ દરેક ઝોનમાં પત્ર લખીને જાણ કરી છે. કિન્નરોને આ સુવિધા 1 જાન્યુઆરી 2019થી મળવાની શરૂ થઈ જશે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App