રેલવે / ધુમ્મસના પગલે પોરબંદર-મોતીહારી સહિત 13 ટ્રેનો 31 માર્ચ સુધી રદ

Indian railway more than 13 train Canceled until March 31
X
Indian railway more than 13 train Canceled until March 31

  • અગાઉ આ ટ્રેનો 15 ફેબ્રુઆરી સુધી રદ કરવાની જાહેરાત કરી હતી 
  • ઓખા-રામેશ્વરમ અને શ્રીગંગાનગર-કોચુવેલી એક્સપ્રેસને આણંદનું સ્ટોપેજ

Divyabhaskar.com

Feb 07, 2019, 09:22 AM IST
ટ્રાવેલ ડેસ્ક. ઉત્તર ભારતમાં શીતલહેરની અસર હેઠળ ધુમ્મસની ચાદર માર્ચ સુધી રહેવાની શક્યતા હોવાથી અમદાવાદથી પસાર થતી પોરબંદર - મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ સહિત ઉત્તર ભારતની 13થી વધુ ટ્રેનો 31 માર્ચ સુધી રદ કરવાની જાહેરાત રેલવેએ કરી છે. આ અગાઉ રેલવે દ્વારા ધુમ્મસના કારણે આ તમામ ટ્રેન 15 ફેબ્રુઆરી સુધી રદ કરાઈ હતી. જેને લંબાવી હવે 31 માર્ચ સુધી રદ કરાઈ છે. પ્રવાસીઓને સુવિધાઓ આપવા રેલવે તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે. 

અનેક પ્રયત્નો છતાં ટ્રેનો મોડી પડી રહી છે

ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોને હજુ પણ ધક્કામુક્કીમાં પ્રવાસ કરવાની ફરજ પડી રહી છે. ધુમ્મસવાળા વાતાવરણથી બચવા અને ટ્રેનોનું સમયસર સંચાલન કરવા માટે પણ રેલવે દ્વારા અનેક પ્રયત્નો કરાઈ રહ્યા છે તેમ છતાં ટ્રેનો મોડી પડી રહી છે. રેલવે દ્વારા 31 માર્ચ સુધી ધુમ્મસવાળા વિસ્તારોમાં પોરબંદર મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ સહિત 13 ટ્રેનનું સંચાલન રદ કરવા કે આંશિક રદ કરવામાં આવી છે.
ધુમ્મસના કારણે મોતીહારી એક્સપ્રેસ 31 માર્ચ સુધી રદ કરવાની જાહેરાત કરી છે. ત્યારે પ્રશ્ન એ છે કે, શું ધુમ્મસ ફક્ત મોતીહારી એક્સપ્રેસને જ નડે છે? બીજી બાજુ અમદાવાદથી મુઝફ્ફરપુર જતી સાબરમતી એક્સપ્રેસ અને જનસાધારણ એક્સપ્રેસનું સંચાલન યથાવત્ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી