પ્રવાસ / ઈટાલીના વેનિસ સહિત 3 મુખ્ય શહેરોમાં પ્રવાસીઓએ પ્રવેશ માટે હવે ટેક્સ ચૂકવવો પડશે

divyabhaskar.com

Jan 10, 2019, 12:20 PM IST
In Italy, tourists will have to pay entry tax
X
In Italy, tourists will have to pay entry tax

  • પ્રવાસીઓની સંખ્યા ઓછી કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે
  • અહીં વર્ષે 5.24 કરોડ પ્રવાસીઓ આવતા હોય વિકાસ કામોમાં અડચણ થાય છે
  • સૌથી વધુ પ્રવાસીઓની મુલાકાત વાળા દેશોમાં ઈટાલી વિશ્વમાં પાંચમા નંબરે છે

ટ્રાવેલ. વર્ષો પહેલાં દરેક દેશો પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી ઈટાલી હંમેશાં પ્રવાસીઓને આવકારતું રહ્યું. પણ હવે ત્યાંની સરકાર એક એવો કાયદો બનાવી રહી છે કે જો પ્રવાસીઓએ આવવું હોય તો એન્ટ્રિ ટેક્સ ભરવો પડશે. વેનિસ અને ફ્લોરેન્સ શહેરનાં મેયરે તો 10 યૂરો( અંદાજે 800 રૂપિયા) એન્ટ્રિ ટેક્સનો પ્રસ્તાવ પણ કરી દીધો છે. 

પ્રવાસીઓએ આ નિર્ણયને ગણાવ્યો ઉઘરાણીનો રસ્તો

1.સરકારનાં આ નિર્ણય સામે ટેકલાંક પ્રવાસીઓનું માનવું છે કે આ એક નાણાની ઉઘરાણી માટેનો રસ્તો છે. બે વર્ષ પહેલાં પણ લિંગુરિયા વિસ્તારમાં આવતા નાનકડા સિનેક શહેરે પણ એન્ટ્રી ટીકિટની પ્રથા શરૂ કરી હતી. જ્યાં વર્ષમાં અંદાજે 15 લાખ લોકો મુલાકાતે આવે છે. વિશ્વમાં પ્રવાસીઓની સંખ્યાની બાબતમાં ઈટાલી પાંચમો દેશ છે. અહીં દર વર્ષે અંદાજે 5.24 કરોડ લોકો મુલાકાતે આવે છે. જેના કારણે ગ્લોબલ જીડીપીમાં ઈટાલીનો 10 ટકા ભાગ છે. સસ્તા ટીકિટ દરને લઈને વિકાસશીલ દેશોનાં લોકો પણ અહીં મોટી માત્રામાં પ્રવાસે આવી રહ્યા છે.   
શહેરોમાં ગંદકી વધી રહી છે
2.પ્રવાસીઓને અટકાવવા માટેનું સૌથી મોટું કારણ વધી રહેલી ગંદકીને દર્શાવાયું છે. પ્રવાસીઓની વધુ સંખ્યાને લઈને એર ટ્રાફિક, ક્રૂઝ જહાજોની આન-જાવન વધી જતાં પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે. તો સાથોસાથ શહેરોમાં કચરો, કાદવ-કિચડ, ગુનાખોરીની સાથે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ લોકોનું કહેવું છે કે માત્ર એન્ટ્રિ ટેક્સ વસુલવાથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે. 
પર્યટકોની માનસિકતા બદલાઈ રહી છે
3.સ્થાનિક લોકોને પ્રવાસીઓના આવવાથી કોઈ સમસ્યા નથી પરંતુ તેમની માનસિકતાને લઈને અરૂચિ થઈ રહી છે. ભૂતકાળની વાત કરીએ તો છેલ્લા કેટલાંક વર્ષોમાં સ્થાનિક લોકો પ્રવાસીઓને તિરસ્કૃત કરી રહ્યા છે. અને તેનું કારણ છે કે, પ્રવાસે આવતા લોકોને ઈટાલીનાં શહેરોની સંસ્કૃતિ અને સુંદરતા સાથે જાણે કોઈ લેવાદેવા જ નથી. માત્રને માત્ર સેલ્ફી લેવા માટે ભટકતા હોય તેવું જણાઈ રહ્યું છે. સ્થાનિક લોકોને એવો પણ ડર છે કે પ્રવાસીઓ માઈકલ એન્જેલોની મૂર્તિકલા અને તેની ખાસિયતને જોવાને બદલે મૂર્તિઓનાં પ્રાયવેટ પાર્ટ જોવામાં વધુ રસ દાખવે છે.  
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી