પહેલીવાર જઇ રહ્યાં છો વિદેશ ફરવા, તો ઈન્સ્યોરન્સ સહિતની 6 વાતોનું રાખો ધ્યાન

કોઇપણ ટૂરિસ્ટને વિદેશ જતી વખતે અનેક મહત્વની વાતોનું ધ્યાન રાખવું જોઇએ

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 08:46 PM
going for foreign tour know this 6 thing

ટ્રાવેલ ડેસ્કઃ કોઇપણ ટ્રાવેલરને વિદેશ જતી વખતે અનેક મહત્વની વાતોનું ધ્યાન રાખવું જોઇએ, ખાસ કરીને પહેલીવાર જઇ રહ્યા હોવ ત્યારે. જેનાથી કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે. આજે અમે અહીં એવી જ કેટલીક ભૂલો અંગે જણાવી રહ્યાં છીએ, જેને લઇને ઘણીવાર ટૂરિસ્ટ અજાણ હોય છે અથવા તો ખબર હોતી નથી. જો તમે પણ પહેલીવાર વિદેશનો પ્રવાસ કરવા જઇ રહ્યા છો તો આ વાતોનું રાખવું જોઇએ ધ્યાન...

ઓવર બુકિંગ ન કરવું
વિદેશ જતી વખતે મોટાભાગના લોકો એવું કરે છે એડ્વાન્સમાં હોસ્ટલ, લોકર ટ્રાન્સફર, હોટલ, ટ્રેન, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની તૈયારી કરી લે છે. આમ કરવાથી તમને કોઇ ચિંતા નહીં હોય પરંતુ તેનાથી તમારા ટૂરની ફ્લેક્સિબિલિટી ખતમ થઇ જાય છે. તમે તમારી ફ્લાઇટ અને હોટલ બુક કરાવી લો પરંતુ લોકલ ટ્રાન્સફર માટે બુકિંગ ન કરો જેથી તમે તમારી મરજી અનુસાર ફરી શકો.

દરેક બુકિંગ ટ્રાવેલ એજન્ટ પાસે ન કરો
ઇન્ટરનેટની મદદતી તમે આખી ટ્રિપ જાતે બુક કરી શકો છો. મોટાભાગે સેફ્ટીને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ એજન્ટની મદદ લઇએ છીએ પરંતુ દરેક બુકિંગ ટ્રાવેલ એજન્ટ પાસેથી નહીં કરાવીને તમે તમારો ખર્ચ ઓછો કરી શકો છો. હોટલ અને ફ્લાઇટની બુકિંગ જાતે કરો, જેનાથી તમારા પૈસા બચી શકશે. સાથે જ ટ્રાવેલ એજન્ટને ટેક્સ આપવામાંથી પણ બચી જશો.

પાસપોર્ટ અને ટિકિટની કોપી મેઇલમાં રાખો
પાસપોર્ટની ફોટોકોપી કરાવી રાખો. વિદેશમાં ફરતી વખતે પોતાની સાથે ઓરિજિનલ પાસપોર્ટ ન રાખો, પરંતુ ફોટોકોપી પોતાની સાથે રાખો. જેથી તમારી બેગ ચોરાઇ જાય તો પણ પાસપોર્ટની ચોરી નહીં થાય.

જરૂર કરતા વધારે પેકિંગ ન કરો
ટ્રાવેલ દરમિયાન એ જ કપડાં અને સામાન રાખો જેની તમને વધારે જરૂર પડવાની છે. મોટી ફર્સ્ટ એડ કિટના બદલે બેઝિક દવાઓ રાખો. વધારે સામાન રાખવાથી લગેજ વધી શકે છે અને તેના વધારે પૈસા આપવા પડી શકે છે.

ઈન્સ્યોરન્સ કરાવો
વિદેશ ફરવા માટે ઈન્સ્યોરન્સ જરૂર કરાવો. જો તમે વિદેશમાં એક અઠવાડિયું માત્ર રિસોર્ટમાં રહેવા જઇ રહ્યાં છો તો પણ ઈન્સ્યોરન્સ કરાવી લો. વિદેશમાં તમારો સામાન ચોરાઇ જાય અથવા ભૂલાઇ જાય તો ઈન્સ્યોરન્સ કંપની તેના પણ પૈસા આપે છે. તમારી ટ્રિપમાં કોઇપણ પ્રકારના હેલ્થ ઇશ્યૂ થાય તો પણ તેનો ખર્ચ ઈન્સ્યોરન્સ કંપની ઉઠાવે છે.

વિદેશમાં એરપોર્ટ ઓફિસર ચેકિંગ કરે ત્યારે
જો વિદેશમાં એરપોર્ટ ઓફિસર તમને કે પછી તમારી બેગને ચેક કરે અથવા અહીં આવવાનું કારણ પૂછે તો વિનમ્રતા સાથે જવાબ આપો. તેમના પ્રશ્નોના જવાબ ફેક્ટ્સ સાથે અને વિવાદ કર્યા વગર આપો. તમારું આવવાનું કારણ, તેની સાથે જોડાયેલા પેપર્સ અને રિટર્ન ટિકિટ દેખાડો. જેથી તમારું આવવાનું સાચું કારણ અને સમય જાણી શકે.

X
going for foreign tour know this 6 thing
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App