દુબઇ અને અબુધાબીની ટૂર બનશે સરળ, UAE સરકારનો પ્લાન

divyabhaskar.com

Jun 20, 2018, 04:21 PM IST
free transit visa to Dubai UAE will announce soon

ટ્રાવેલ ડેસ્કઃ UAE સરકારે એક ખાસ ભેંટ આપવાની જાહેરાત કરી છે. હવે ભારતથી યુએઇ જઇ રહેલાં લોકોને મફતમાં ટ્રાંજિટ વીઝા મળશે. આ સુવિધા હેઠળ દુબઇ અને અબુધામી જેવા મોટા શહેરોની યાત્રા કરી શકાશે. જોકે આ સુવિધા માત્ર 48 કલાક માટે હશે, ત્યારબાદ અંદાજે 930 રૂપિયા ચૂકવીને એ સમયગાળાને 96 કલાક સુધી વધારી શકાય છે. નોંધનીય છે કે હાલ આ એક પ્રપોઝલ છે અને ક્યારથી આ સુવિધા લાગૂ કરવામાં આવશે તે અંગે જણાવાયું નથી.

- યુએઇ થઇને ભારતથી વિશ્વના કોઇપણ ભાગમાં હવાઇ મુસાફરી કરનારા અને અન્ય દેશોમાંથી ભારત આવતા યાત્રીઓને ટૂંક સમયમાં આ સુવિધા આપવામાં આવશે.
- આ સુવિધા હેઠળ યાત્રી બે દિવસથી લઇને 4 દિવસ સુધી રોકાઇ શકે છે. જેમાં પ્રથમ 48 કલાક માટે ટ્રાંજિટ વીઝા આપવાનો નિર્ણય કર્યો છે.
- ભારતીય મુસાફરો માટે યુએઇ પહેલાંથી જ સૌથી મોટું ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન છે. ભારત અને યુએઇ વચ્ચે મુસાફરો મોટાભાગે ત્રણ મોટી એરલાઇન્સમાં મુસાફરી કરે છે.
- જેટ એવરેજમાં પણ એતિહાદના 24 ટકા શેર છે અને તે અબુધાબીની ફ્લાઇટ્સ માટે ફીડરનું કામ કરે છે.
- અત્યાર સુધી ભારતથી વિશ્વભરના વિવિધ ભાગોમાં જનાલા લોકામાં 75 ટકા લોકો જ યુએઇ થઇને પસાર થતાં હતા.
- પરંતુ આ નવા નિર્ણય બાદ ત્યાંથી પસાર થતાં મુસાફરોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
- દુબઇ ટૂરિઝમના આંકડા પ્રમાણે 2017માં અંદાજે 21 લાખ પ્રવાસીઓ દુબઇ આવ્યા હતા. જે 2016ની સરખામણીએ 15 ટકા વધારે છે.
- 2017માં અંદાજે 3.60 લાખ ભારતીયોએ અબુધાબીની મુલાકાત લીધી હતી. આ આંકડો પણ 2016ની સરખામણીએ 11 ટકા વધારે છે.

X
free transit visa to Dubai UAE will announce soon
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી