અહીં થવા જઇ રહી છે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દિકરીની પ્રી-વેડિંગ સેરેમની, 50 એકડમાં ફેલાયેલી છે આ શાનદાર પ્રોપર્ટી, અહીં થાય છે ખુબજ મોઘા અને લક્ઝરી લગ્નો

આ જગ્યાને લગ્ન માટે બુક કરવા પર આવે છે આટલો ખર્ચ, હોટલ સ્ટાફે આપી જાણકારી

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 12:54 PM
Five Star Deluxe Hotel The Oberoi Udaivilas

ટ્રાવેલ ડેસ્ક: દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાઇ અને આનંદ પીરામલના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઇમાં થશે. લગ્ન પહેલા ઉદયપુરમાં 8થી 9 ડિસેમ્બરે પ્રી-વેડિંગ સેરેમની રાખવામાં આવી છે. પ્રી-વેડિંગ સેરેમની ફાઇવ સ્ટાર ડીલક્સ હોટલ ધ ઓબેરોય ઉદયવિલાસમાં થશે. આ હોટલ ઉદયપુરની સૌથી લક્ઝરી હોટલ્સમાંથી એક છે.

50 એકડમાં ફેલાયેલી આ પ્રોપર્ટી એક સમયે મેવાડના મહારાણાની હતી. હોટલના બધા જ રૂમની બહારથી શાનદાર નજારો જોવા મળે છે. હોટલમાં કોહિનૂર સૂઇટ વિથ પ્રાઇવેટ પૂલ, લક્ઝરી સુઇટ વિથ પ્રાઇવેટ પૂલ, પ્રીમિયર રૂમ વિથ સેમી પ્રાઇવેટ પૂલ, પ્રીમિયર રૂમ વિથ પૂલ વ્યૂ અને પ્રીમિયર રૂમના ઓપ્શન મળે છે. આ હોટલ ઓબેરોય ગ્રુપની છે. જે ઇન્ડિયામાં અંદાજિત 14 મોટા શહેરોમાં પોતાની ફાઇવ સ્ટાર હોટલ ચલાવે છે. ઇન્ડિયા સિવાય વિદેશોમાં પણ ઘણી હોટલ્સ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

આ વસ્તુઓ બનાવે છે હોટલને ખાસ
- આ 5 સ્ટાર હોટલમાં તમે પોટ પેન્ટિંગ, ફાઇટ ડેકોરેશન, મેજિક શો, ટ્રેઝર હંડ, બ્લોક પેન્ટિંગ, પપેટ શો, પ્લે વિથ ક્લે, મહારાજા રાઇડ, સાફા ટાઇન્ગ પેન્ટિંગ, એસ્ટ્રોલોજી રીડિંગ, હેરિટેજ વોકની સાથે જ મોટા મહેલની વિઝિટ પણ કરી શકાય છે. અહીં લેકસાઇટ પર પ્રાઇવેટ ડિનર ઓર્ગનાઇઝ કરી શકાય છે. ડાઇનિંગમાં પણ સૂર્યમહેલ એંડ ચાંદની, ઉદયમહેલ અને ધ બાર ઓપ્શન અહીં છે. અહીં તમે દેશીની સાથે જ વિદેશી સ્વાદનો આનંદ ઉઠાવી શકો છો.

- તમે લેકના કિનારે ડિનર અને લેકમાં ક્રૂઝ પર ફરતા લંચનો આનંદ ઉઠાવી શકો છો. 30 હજાર રૂપિયામાં 3 કલાક સુધી એક કપલને સ્પા સર્વિસ આ હોટલમાં આપવામાં આવે છે.

કેટલામાં બુક થાય છે આખી હોટલ
- હોટલ સ્ટાફથી મળતી જાણકારી અનુસાર, લગ્ન માટે આખી હોટલ બુક કરવાનો ખર્ચ અંદાજિત 66 લાખ રૂપિયા (બે રાત માટે) થાય છે. જેમા ટેક્સ અલગથી પે કરવાનો રહે છે.

- આખી હોટલ બુક કરાવવા પર બધા જ 87 રૂમ્સ રિઝર્વ થઇ જાય છે. તે સમય અન્ય બધા જ લોકોની એંટ્રી બેન કરી દેવામાં આવે છે.
- વેડિંગનું સમગ્ર અરેજમેંટ હોટલ તરફથી કરવામાં આવે છે. તમે બેંક્વેટ હોલ સાથે જ લોન નએ જલમહેલમાં પણ લગ્નનું ફંક્શંસ ગોઠવી શકો છો.
- તે સિવાય જમવા માટે અલગથી પૈસા ચુકવવા પડે છે. પ્રતિ વ્યક્તિ લંચ 6500થી 7000 રૂપિયા અને ડિનર 7500થી 8500 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.
- હોટલમાં 14 નવેમ્બર સુધી કોઇપણ બુકિંગ અવેલેબલ નથી.

X
Five Star Deluxe Hotel The Oberoi Udaivilas
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App