ભારતના આ આઇલેન્ડને કહેવાય છે અહીનું સ્વિત્ઝરલેન્ડ, યાદગાર રહેશે મુલાકાત

પાણીમાં એડ્વેન્ચરનો શોખ ધરાવો છો તો તમારા માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે

divyabhaskar.com | Updated - Jan 09, 2018, 04:10 PM
enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh

યુટિલિટી ડેસ્કઃ મધ્યપ્રદેશમાં તમે અત્યારસુધી ખજુરાહો, કાન્હા ટાઇગર રિઝર્વ, પચમઢી, પેંચ નેશનલ પાર્ક, ભેડાધાટ જેવા સ્થળોની પ્રવાસી મુલાકાત લઇ ચૂક્યા હશો, પરંતુ હનુવંતિયાના રોમાંચને ભાગ્યેજ તમે અનુભવ્યો કે માણ્યો હશે. જો તમે પાણીમાં એડ્વેન્ચરનો શોખ ધરાવો છો તો તમારા માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે.

અહી માત્ર પાણીમાં એડ્વેન્ચરની મજા જ નથી પરંતુ અનેક એવી બાબતો છે, જે તમને એક અલગ અહેસાસની અનુભૂતિ કરાવે છે. વૈભવી હટ્સ, રેસ્ટોરાં, હાઉસ બોટ, પાર્ક, કોંફ્રેસ હોલ પણ અહી છે. અહી નાના મોટા અંદાજે 95 આઇલેન્ડ છે. અહી દર વર્ષે જલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન તમે અનેકવિધ એડવેન્ચર અને કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લઇ શકો છો.

આગળની સ્લાઇડ્સમાં વાંચો કયા કયા એડ્વેન્ચર કરાવવામાં આવે છે

enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh

હનુવંતિયામાં લેન્ડ એક્ટિવિટીઝ, એઇર એક્ટિવિટીઝ અને વોટર એક્ટિવિટીઝ ત્રણેયનો રોમાંચ અનુભવી શકો છો. પાણીમાં જેટ સ્કિઇંગ, સરફિંગ, મોટર બોટિંગ, સ્નોર્કલિંગ, સ્કૂબા ડાઇવિંગ જેવા એડ્વેન્ચર કરી શકો છો. આ ઉપરાંત જિપ લાઇનિંગ, વોક ક્લાઇમ્બિંગ, પેટબોલ, વોલીબોલ, આર્ચરી અને કાઇટ ફ્લાઇંગનો રોમાંચ પણ ઉઠાવી શકો છો. 

enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh

અહી તમે એડ્વેન્ચર ઉપરાંત મનના શાંતિ અર્પે તેવી એક્ટિવિટીઝ પણ કરી શકો છો, જેમાં બર્ડ વોચિંગ, નાઇટ કેમ્પિંગને પણ તમે અહીં એન્જોય કરી શકો છો. આ વિસ્તારમાં દિપડો, હરણ, વાઇલ્ડ હોગ પણ જોઇ શકાય છે. વહેલી સવારે તમે યોગા, સ્પા સેશનમાં ભાગ લઇ શકો છો. ક્રાફ્ટ બજારમાં તમે શોપિંગની સાથે ફૂડ જોનમાં સ્વાદિસ્ટ ભોજનની મજા માણી શકો છો. 

enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh

ઇંદોર, ખંડવા અને નાગપુરથી તમે સહેલાયથી હનુવંતિયા પહોંચી શકો છો. ખંડવા જિલ્લામાં સ્થિત દેશના સૌથી મોટા જલાશય ઇંદિરા સાગરમાં બેકવોટર બનાવવામાં આવ્યું છે. ઇન્દોરથી હનુવંતિયા પહોંચવા માટે બસ અને રેલ બન્ને સુવિધા છે. જ્યાંથી અંદાજે ચાર કલાકની યાત્રામાં હનુવંતિયા પહોંચી શકાય છે. ઇન્દોરથી એસી બસની સુવિધા પણ છે. સવારે 11 વાગ્યે, બપોરે 1.30 અને 3.30 વાગ્યે આ બસ સેવા મળી શકે છે. ખંડવાથી સીધા હનુવંતિયા પહોંચવાનું અંતર 55 કિ.મી. છે. 

enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh

એક હટ બુક કરાવવા માટે તમારે 5થી 7 હજાર રૂપિયા ખર્ચવા પડશે. જેમાં એક નાઇટ રોકાવાની સુવિધા મળશે. જળ મહોત્સવની એક અલગ વેબસાઇટ બનાવવામાં આવી છે. www.jalmahotsav.com પર જઇને તમને તમામ માહિતી મળી શકે છે. આ એક્ટિવિટીઝના જે ચાર્જીસ છે તેની માહિતી આપવામાં આવી છે. ઉપરાંત તમે 1800-833-3034 કોલ કરી શકો છો આ એક ટોલ ફ્રી નંબર છે. 

X
enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh
enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh
enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh
enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh
enjoy weekend at Hanumantiya tapu in madhya pradesh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App