ગરમીઓમાં આ સ્થળોની ટ્રીપનો કરો પ્લાન, મૂડ થઈ જશે ફ્રેશ

આ સ્થળોએ તમને અચૂક થશે ઠંડકનો અનુભવ

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 04:03 PM
Enjoy these destinations during vacation 2018

નવી દિલ્હીઃ હાલ ઉનાળો શરૂ થઈ ચુકયો છે, એવામાં તમે એવી જગ્યા પર જવા માંગતા હશો જયાં ગરમીની અસર ઓછી હોય, તમે દિવસના સમયે પણ બહાર આઉટિંગ કરી શકો. જો તમે પણ ટ્રીપ માટે આવી જ કોઈ જગ્યાએ જવા માંગતા હોવ તો અમે તમને જણાવવા જઈ રહ્યાં છે આવી જ કેટલીક જગ્યાઓ વિશે, જયાં તમે ખુબ જ મસ્તી કરી શકો છો.

કુર્ગ, કર્ણાટક

ભારતના સ્કોટલેન્ડ તરીકે જાણીતું કુર્ગ પશ્ચિમ ધાટમાં આવેલું છે. આ બરફથી ઢકાયેલી ઘાટીમાં જઈને તમે ભંયકર ગરમીથી રાહત મેળવી શકો છો. અહીં તમે ધોધનો પણ અનુભવ કરી શકો છો.

નજીકનું એરપોર્ટઃમેંગલોર
નજીકનું રેલવે સ્ટેશનઃ મૈસુર
બસ સ્ટેશનઃ કુર્ગ

આગળની સ્લાઈડ્સમાં વાંચો, આવા જ અન્ય ડેસ્ટીનેશન્સ વિશે...

Enjoy these destinations during vacation 2018

ઉટી, તામિલનાડું

હિલ સ્ટેશન્સ માત્ર ઉતર ભારતમાં જ નથી પરતું દક્ષિણ ભારતમાં પણ છે. કુર્ગ બાદ ઉટી પણ આવું જ એક જાણીતું હિલ સ્ટેશન છે, જે તામિલનાડુંમાં છે. ઉટી તેના સુંદર કોટેજ, ફલાવર, ગાર્ડન, ચર્ચ, બોટોનિકલ ગાર્ડન અને દેવદારના વૃક્ષો માટે જાણીતું છે.

નજીકનું એરપોર્ટઃ કોઈમ્બતુર
નજીકનું રેલવે સ્ટેશનઃ મૈથુપલિયમ
બસ સ્ટેશનઃ ઉટી 

Enjoy these destinations during vacation 2018

મુ્ન્નાર, કેરળ

કર્ણાટક અને તામિલનાડું બાદ કેરળની પાસે આવેલા મુન્નરનો નંબર આવે છે. દૂર સુધી ફેલાયેલા ચાના બગીચા, ચારે બાજુ હરિયાળી અને સાફ હવા, જો તમે પણ ગરમીથી રાહત મેળવવા માંગતા હોવ તો મુન્નાર ફરવા જઈ શકો છો.

નજીકનું એરપોર્ટઃ કોચિન
નજીકનું રેલવે સ્ટેશનઃ અલુવા, અન્નાકુલમ, મદુરાઈ, 
બસ સ્ટેશનઃ મુન્નાર

Enjoy these destinations during vacation 2018

અંદમાન નિકોબાર

અંદમાન નિકોબારનો દ્રીપ સમુહ પર્યટકોને ગરમીથી રાહત તો અપાવે છે, સાથે જ એડવેન્ચરની શોધ કરનાર લોકો માટે એક પરફેકટ ડેસ્ટિનેશન છે. વિશ્વભરના પર્યટક અહીં સુંદર બીચ અને અન્ડર વોટર એક્ટિવિટીની મજ લઈ શકે છે.

નજીકનું એરપોર્ટઃ પોર્ટબ્લેર, કોલકતા, બેંગલોર અને ચેન્નાઈ સહિતના એરપોર્ટથી પોર્ટબ્લેરની ફલાઈટ
 
આ સિવાય ચેન્નાઈ, કોલકતા અને વિશાખાપટ્ટનથી શીપમાં પણ તમે અદમાનનિકોબાર જઈ શકો છો.

Enjoy these destinations during vacation 2018

મનાલી, હિમાચલ પ્રદેશ

ગરમીના મહિનામાં રાહત મેળવવાના હેતુંથી મનાલી એક સારું હિલ સ્ટેશન છે. એડવાન્ચર કરવા માગતા ટુરિસ્ટ્સ અહીં ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, રાફટિંગ અને સ્કિઈંગની મજા ઉઠાવી શકે છે. આ સિવાય રોહતાંગની પાસે ગ્લેશિયર, હિમાલયની તળેટી અને હિમાલયની ટોચને નજીકથી જોવાની તક મળે છે.

નજીકનું એરપોર્ટઃ ભુનટર
બસ સ્ટેશનઃ મનાલી

X
Enjoy these destinations during vacation 2018
Enjoy these destinations during vacation 2018
Enjoy these destinations during vacation 2018
Enjoy these destinations during vacation 2018
Enjoy these destinations during vacation 2018
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App