Home » Lifestyle » Travel » દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City

દુબઇમાં પાક્કા ગુજરાતી બની આ 10 વસ્તુઓની ફ્રીમાં ઉઠાવો મજા

Divyabhaskar.com | Updated - May 25, 2018, 12:06 AM

દુબઇમાં ઘણા એટ્રેક્શનની મજા ફ્રીમાં માણી શકાય છે

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  દુબઇ શહેરની સ્કાય લાઇનને મઢતી ફ્રેમ

  યુટિલિટી ડેસ્કઃ ઊંચા બિલ્ડિંગ્સ, ફાઇવ સ્ટાર હોટેલ્સ, માનવ નિર્મિત ટાપુઓ, રણ અને ગોલ્ડ માટે પોપ્યુલર એવા દુબઇમાં દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ફરવા જાય છે. અહીં હાઇ રાઇઝ બિલ્ડિંગ્સ અને ડેઝર્ટ સફારી, મરીન ડ્રાઇવ, પામ એટલાન્ટિસ હોટેલ જેવા અનેક આકર્ષણ છે. જો કે, ટૂરિસ્ટ્સ માટે દુબઇ વિશ્વના મોંઘા શહેરો પૈકીનું એક છે. આથી આજે અહીં અમે તમને દુબઇના એવા સ્થળો અંગે જણાવીશું જેની મજા તમે ફ્રીમાં લઇ શકશો.

  આગળ જાણો એવા દુબઇ એટ્રેક્શન્સ અંગે જેને તમે ફ્રીમાં માણી શકશો

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  દુબઇ ફાઉન્ટેન: વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને જોવા જ ટૂરિસ્ટ સૌથી પહેલા દુબઇ મોલ જતાં હોય છે. આથી તમે જ્યારે આ ટાવર જોવા જાઓ ત્યારે તેની બરાબર સામે 'દુબઇ ફાઉન્ટેન'નો નજારો દેખાશે. આ વોટર શો ફ્રી છે. જેમાં ફુવારો 140 મીટર સુધી જાય છે. આ ફાઉન્ટેન શો મસ્ટ વોચ છે. 

  - દુબઇ મેટ્રોથી દુબઇ મોલ સરળતાથી પહોંચી શકાશે.

  અહીં ક્લિક કરીને દુબઇ ફાઉન્ટેનના શો ટાઇમિંગ અંગે જાણી શકશોઃ

  https://thedubaimall.com/en/entertain-detail/the-dubai-fountain-1

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  અલ કુદરા લેક: દુબઇમાં અલ કુદરા સૌથી સુંદર તળાવ છે. આ પિકનિક સ્પોટ પણ છે. સૌથી સારી વાત એ છે કે અહીં તળાવની આસપાસમાં જ તમે કેમ્પ લગાવી રહી શકો છો અને તેનો કોઇ ચાર્જ નથી હોતો. 

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  ફ્રીમાં ફિલ્મની મજાઃ ખુલ્લા આકાશ નીચે મૂવીની મજા અમદાવાદમાં રહેતા લોકોએ તો કદાચ ડ્રાઇવ-ઇન થિયેટરમાં ખુલ્લા આકાશ નીચે ફિલ્મની મજા માણી હશે, પરંતુ જો તમે આવી મજા નથી માણી તો દુબઇમાં ફ્રીમાં રિલેક્સ થઇને ફિલ્મની મજા માણી શકશો. ઊદ મેથાના રૂફટોપ ગાર્ડન પર ટૂરિસ્ટ માટે આ વ્યવસ્થા છે. અહીં ટૂરિસ્ટ બીનબેગ પર બેસીને સ્નેક્સ ખાતા ખાતા મૂવીની મજા માણી શકે છે. 

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  દુબઇ મ્યૂઝિયમ એન્ડ અલ ફહીદી ફોર્ટ: જો તમને ઐતિહાસિક જગ્યાએ જવાનો શોખ હોય તો દુબઇ મ્યુઝિયમ જતા રહો. આ અલ ફહીદી ફોર્ટમાં આવેલું છે. ફહીદી ફોર્ટ દુબઇનો ઘણો જૂનો ઐતિહાસિક કિલ્લો છે. કિલ્લાની અંદર તમે ગલ્ફ દેશનો ઇતિહાસ જાણી શકશો. ઉલ્લેખનીય છે કે, કિલ્લા અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી છે. 

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  જબીલ પાર્કઃ દુબઇમાં આમ તો ઘણા પાર્ક છે, પણ જબીલ પાર્કની વાત અલગ છે. અહીં પાર્કની સુંદરતાની સાથે તમે ફ્રીમાં સાઇકલિંગ અને સ્વિમિંગની મજા પણ માણી શકશો. પાર્કમાં સુંદર વૃક્ષો અને બગીચા છે. 

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  જબેલ હફીતઃ દુબઇ જતાં દરેક વ્યક્તિ 'બુર્જ ખલીફા'માંથી શહેરનો વ્યૂ જોવા પૈસા ચૂકવતા હોય છે. જો તમારે શહેરનો વ્યૂ ફ્રીમાં જોવો હોય તો જબેલ હફીત પર્વત પર ચાલ્યા જાઓ. અહીં પહાડ ચડવાની વ્યવસ્થા પણ સારી છે. આ દુબઇનો સૌથી ઊંચો પોઇન્ટ છે. 

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ફ્રી વોટર રાઇડઃ દુબઇમાં વિશ્વની સૌથી લાંબી વોટર રાઇડમાં ફ્રીમાં બેસી શકો છો. જો કે, આની એક શરત છે. જો તમે તમારા બર્થ-ડે વીક દરમિયાન એક્વાવેન્ચર ખાતે જશો તો અહીં રાઇડ્સની મજા ફ્રીમાં માણી શકશો.

  www.Aquaventurebirthday.com સાઇટ પર આ અંગે વધુ માહિતી મેળવી શકાશે. 

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ફ્રી બીચઃ દુબઇની ફેન્સી ફાઇવ સ્ટાર હોટેલ જેવો જ બીચ તમને જુમેરાહ બીચ રેસિડન્સ  (JBR વોક) ખાતે છે. અહીં ટૂરિસ્ટ માટે એન્ટ્રી ફ્રી છે એટલું જ નહીં અહીં ચેન્જિંગ રૂમનો ઉપયોગ પણ ફ્રીમાં કરી શકાશે. 

  કેવી રીતે જઇ શકાશેઃ ડાયરેક્ટ ટેક્સીથી JBR વોક અથવા દુબઇ ટ્રામથી જુમેરાહ બીચ રેસિડન્સ 1

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  અન્ડર વોટર એક્વેરિયમઃ સામાન્ય રીતે ઘણા લોકોને અન્ડર વોટર એક્વેરિયમ જોવાની ઇચ્છા હોય છે, દુબઇના સૌથી વિશાળ મોલ એવા દુબઇ મોલમાં કોઇ પણ પ્રકારના ચાર્જ વગર તમે અન્ડર વોટર એક્વેરિયમની ફીલ લઇ શકશો. અહીં મોલમાં આવેલા એક્વેરિયમમાં 400 શાર્ક સહિત 30000થી વધુ દરિયાઇ જીવો છે. સમગ્ર એક્વેરિયમ જોવાની ટિકિટ છે, પરંતુ અન્ડરવોટર એક્વેરિયમની ફીલ તો તમે ફ્રીમાં માણી શકશો. 

  - દુબઇ મેટ્રોથી દુબઇ મોલ સરળતાથી પહોંચી શકાશે.

 • દુબઇમાં ટિકિટ વગર ફરવાલાયક સ્થળો | Places to enjoy without tickets in Dubai City

  ઢાઉ યાર્ડઃ અહીં ટ્રેડિશનલ અરબી શૈલીની બોટ જોવા મળશે. તે સિવાય અહીંની ઢાઉ ક્રૂઝમાં દુબઇનો નજારો અને ડિનરની મજા મણી શકાશે. ડિનર અને દુબઇનો નજારા માટે તમારે ખર્ચ કરવો પડશે. પણ અલ જદ્દાફ સ્થિત ઢાઉ યાર્ડ ખાતે વિવિધ સાઇઝની બોટ બનતી અને રિપેર થતી જોવા મળશે. અહીં સુંદર ફોટોગ્રાફી પણ કરી શકાશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ