Home » Lifestyle » Travel » Dubai and thailand tour trip package cheapest then kerala and andaman

કેરળ-ગોવાથી સસ્તુ છે થાઇલેન્ડ-દુબઇ ફરવા જવું, 30 હજારમાં મળી જશે પેકેજ

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:56 PM

દેશમાં કેરળ, આંદમાન નિકોબાર, ગોવા અથવા નોર્થ ઇસ્ટની સરખામણીએ આ દેશોમાં ફરવા જવાનું વધારે સસ્તુ છે

  • Dubai and thailand tour trip package cheapest then kerala and andaman
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ટ્રાવેલ ડેસ્કઃ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ કેરળ, આંદમાન-નિકોબાર, ગોવા અથવા નોર્થ ઇસ્ટ જેવા દેશના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કરતા ઓછી કિંમતમાં વિદેશનો પ્રવાસ કરી શકાય છે. જો તમે પહેલાંથી જ પ્લાનિંગ કરી રહ્યાં છો તો કામ સરળતાથી થઇ શકે છે. જેમાં થાઇલેન્ડ અને દુબઇ જેવા ડેસ્ટિનેશનનું નામ સૌથી ઉપર છે. બસ તમારે એ માટે 3-4 મહિના પહેલા બુકિંગ કરાવવું પડશે. તો ચાલો જાણીએ આ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અંગે, જ્યાં તમે દેશના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કરતા ઓછી કિંમતમાં ટૂર કરી શકો છો.

    કેરળના પેકેજ બરોબર છે ફોરેન ટ્રીપ
    દેશના સૌથી મોટા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કેરળ, નોર્થ ઇસ્ટ, આંદમાન નિકોબારના ટૂર પેકેજ પ્રતિ વ્યક્તિ 25થી 35 હજાર રૂપિયાની આસપાસ છે. આટલા જ ખર્ચમાં તમે ફોરન ડેસ્ટિનેશન જઇ શકો છો. અહીં અમે એવા જ દેશો અંગે જણાવી રહ્યાં છીએ.

    થાઇલેન્ડ
    પેકેજ:
    25000 રૂપિયા
    ભારતીયો વચ્ચે થાઇલેન્ડની રાજધાની બેન્કોક ઘણી લોકપ્રિય છે. બેન્કોકને સૌથી સસ્તુ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. 25 હજાર રૂપિયાના બજેટમાં બેન્કોક ફરવા જઇ શકો છો. અહીં ભારતીયોને વિઝા ઓન અરાઇવલની સુવિધા પણ મળે છે. થાઇલેન્ડમાં રહેવું, ખાવાનું બધુ તમારા બજેટમાં મળી જશે. અહીંના ઓટો ‘ટૂક-ટૂક’ની મુસાફરી કરવાનું ન ભૂલો.

    પ્લેનની ટિકિટઃ જો તમે બેન્કોક જવા માટે ફ્લાઇટ ટિકિટ 2-3 મહિના પહેલા બુક કરાવો છો તો દિલ્હીથી 15-17 હજાર રૂપિયામાં તમારું બુકિંગ થઇ જશે. તેમજ કેરળ માટે બુક કરાવો છો તો તેમાં 12થી 14 હજાર રૂપિયાની આસપાસ ખર્ચ થશે.

    બજેટ હોટલઃ અહીં ગ્રૃપ અથવા એકલા ફરવા જવા માટે બજેટ હોટલ છે. અહીં હોસ્ટેલ, સસ્તા બજેટમાં હોટલ 1573 રૂપિયાથી લઇને 3 હજાર રૂપિયામાં મળી જશે. તેને તમે તમારા બજેટ અનુસાર પસંદ કરી શકો છો.

    પેકેજઃ 3 રાત અને 4 દિવસનું પેકેજ
    ટૂર કોસ્ટ: પેકેજની શરૂઆત 30,000 રૂપિયા
    વિઝા ઓન અરાઇવલઃ 1909 રૂપિયા
    શું છે સામેલ – ફ્લાઇટ ટિકિટ, હોટલ, વિઝા ઓન અરાઇવલ

  • Dubai and thailand tour trip package cheapest then kerala and andaman
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ભૂતાન
    ભારતીયો માટે ભૂતાન જવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર નથી. તમે ભારતીય આઇડી પ્રૂફ સાથે ટ્રાવેલ કરી શકો છો. ભૂતાનમાં પારો, થિમ્પૂ, હા વૈલી જવાનું ન ભૂલો.

    હવાઇ મુસાફરીઃ ભૂતાન માટે ડાયરેક્ટ ફ્લાઇટ લેવાના બદેલ તમે સિક્કિમથી બાગડોગરા એરપોર્ટ સુધીની ફ્લાઇટ લો. જે ભૂતાન બોર્ડર પાસે છે. ત્યાંથી તમને બસ મળી શકે છે. જે તેમને 5 કલાકમાં ભૂતાન બોર્ડર પહોંચાડી દેશે. સિક્કિમ આવવા-જવાની ટિકિટ 6થી 7 હજાર રૂપિયામાં મળી જશે. જ્યારે બસ ભાડું 2 હજાર રૂપિયા સુધીનું છે. 

    રહેવાની સુવિધાઃ અહીં ગેસ્ટ હાઉસ અને બજેટ હોટલ 1 હજાર રૂપિયામાં મળી જશે. 
    પેકેજ કોસ્ટ: 28,000 રૂપિયા
    પેકેજ: 3 રાત અને 4 દિવસ માટે
    શું છે સામેલ - ફ્લાઇટ ટિકિટ, હોટલ, બ્રેકફાસ્ટ, સાઇટ સીન

     

    નેપાળ
    ભારતીયોને નેપાળ જાવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર નથી. અહીં તમે ભારતીય આઇડી પ્રૂફ સાથે ટ્રાવેલ કરી શકો છો. નેપાળમાં નગરકોટ, કાઠમંડૂ, ભક્તાપુર અને પૂરાના બજાર જવાનું ન ભૂલો.

    પ્લેનની ટિકિટઃ દિલ્હીથી નેપાળ આવવા-જવાની ટિકિટ 9 હજાર રૂપિયામાં મળી જશે. તમે કોકલતાથી બસ પણ લઇ શકો છો. 
    પેકેજ: 25થી 30,000 રૂપિયા
    હોટલઃ નેપાળમાં બજેટ હોટલ 1 હજાર રૂપિયાથી લઇને 3500 રૂપિયામાં મળી જશે.
    શું છે સામેલ - ફ્લાઇટ ટિકિટ, હોટલ, બ્રેકફાસ્ટ, સાઇટ સીન

  • Dubai and thailand tour trip package cheapest then kerala and andaman

    દુબઇ
    દુબઇ શોપિંગનું હબ છે. અહીં રેડીમેડ ગારમેન્ટથી લઇને જ્વેલરી શોપિંગના અનેક વિકલ્પ છે. દુબઇમાં પાલ્મ ટ્રી, ખલીફા બુર્જ, બીચ અને દુબઇ નાઇટ સફારી જેવા અનેકવિધ ફરવાના સ્થળો છે.

    પેકેજ કોસ્ટ: 30,000 રૂપિયા
    હવાઇ મુસાફરીઃ દુબઇ જવા-આવવા માટે ટિકિટ તમને 12થી 13 હજાર રૂપિયામાં મળી જશે. દુબઇની ટિકિટનો ભાવ તમે ફરવા ક્યારે જાઓ છો તે સમય અને બુકિંગ પર આધાર રાખે છે.

    હોટલઃ અહીં તમને બજેટ હોટલ 3થી 5 હજાર રૂપિયામાં મળી જશે.
    દુબઇ ટૂર પેકેજ: 3 રાત અને 4 દિવસ માટે
    પેકેજ કોસ્ટ: 30,000 રૂપિયા
    શું છે સામેલ - ફ્લાઇટ ટિકિટ, હોટલ, વિઝા ફી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ