આ હિલ સ્ટેશન છે ફેમસ, સમગ્ર દેશમાંથી ફરવા માટે આવે છે લોકો

Do you know about this famous hill station
Do you know about this famous hill station
Do you know about this famous hill station

Divyabhaskar.com

May 07, 2018, 01:40 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નની વચ્ચે બીજા એક સમાચાર આવ્યા છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. ઈશા અને આનંદ લાબા સમયથી દોસ્ત છે. આનંદે ઈશાને મહાબળેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યો. મહાબળેશ્વર સમગ્ર દેશમાં ખૂબ જ ફેમસ છે.

આ બ્યુટીફુલ હિલ સ્ટેશન તેના પરફેકટ વેધર માટે જાણીતું છે. તે સમુદ્ર તલથી 1372 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. તે મહારાષ્ટ્રના સર્વાધિક લોકપ્રિય પર્વતીય સ્થળોમાંથી એક છે. મહાબળેશ્વરમાં 30થી વધુ દર્શનીય સ્થળ છે. તે વેન્ના ઝીલની આસપાસના 10 વર્ગ કિમીના ક્ષેત્રમાં ફેલાયેલું છે. અહીં જંગલો ખૂબ જ ડેન્સી છે.

કઈ જગ્યા ફરવા લાયક છે

મહાબળેશ્વરમાં તમે પ્રતાપગઢ, પંચગની, જૂનુ મહાબળેશ્વરનું મંદિર, મેહરે બાબા ગુફાઓ, કમલનગર કિલ્લો, હેરિસન ફોલી લુડવિક પોઈન્ટ, આર્થર સીટ, બેબિંગટન પોઈન્ટ, વિલ્સન પોઈન્ટ, કેટસ પોઈન્ટ, બોમ્બે પોઈન્ટ અને એલીફન્ટ્સ હેડ પોઈન્ટ જેવા પ્લેસ પર ફરી શકીએ છીએ.

આ સિવાય વેન્ના લેક, લિંગમાલા ફોલ્સ પણ ફરવાનું પ્લેસ છે. મહાબળેશ્વર સ્ટોબેરી માટે જાણીતું છે. દર વર્ષે માર્ચમાં અહીં સ્ટ્રોબેરી ફેસ્ટિવલ થાય છે. દરેક શોપમાં અહી સ્ટ્રોબેરી ડ્રિન્ક, શેક અને ડેજર્ટ મળી જાય છે. એવામાં જો તમે અહીં જવાનો પ્લાન કર રહ્યાં છો તો સ્ટ્રોબેરી ચાખવાનું ન ભૂલશો.

કઈ રીતે પહોંચશો, આગળની સ્લાઈડમાં વાંચો...

X
Do you know about this famous hill station
Do you know about this famous hill station
Do you know about this famous hill station
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી