રજાઓ ગાળવા માટે બેસ્ટ છે દહેરાદૂન અને કસૌલીના આ સ્થળ, રોડ ટ્રિપનો પણ લઇ શકો છો આનંદ

divyabhaskar.com

Nov 03, 2018, 09:04 PM IST
dehradun best place to explore in diwali vacation

ટ્રાવેલ ડેસ્કઃ દિવાળીના લોંગ વિકેન્ડમાં રજાઓ ગાળવા માટે અનેક લોકોએ પહેલાથી પ્લાનિંગ કરી લીધું હોય છે, પરંતુ જો તમે હજી પણ કયા સ્થળે જવું એ વિચારી રહ્યાં હોવ અને કોઇ સ્થળ અંગે પ્લાનિંગ ન થઇ રહ્યું હોય તો આજે અમે અહીં એવા જ એક સ્થળ અંગે જણાવી રહ્યાં છીએ. ઉત્તરાખંડ અને તેની આસપાસ અનેક સારા સ્થળો છે જ્યાં તમે લોંગ વિકેન્ડ એન્જોય કરી શકો છો. આવું જ એક સ્થળ છે દહેરાદૂન અને કસૌલી. આ બન્ને સ્થળ વચ્ચે આમ તો 182 કિ.મી.નું અંતર છે, પરંતુ જો તમે તમારા પ્રવાસને વધારે રોમાંચક બનાવવા માગતા હોવ તો રોડ ટ્રિપ પણ કરી શકો છો.

દહેરાદૂન અને કસૌલીમાં આ સ્થળોની લઇ શકો છો મુલાકાત
ધનૌલ્ટી
2286 મીટરની ઉંચાઇ પર સ્થિત ધનૌલ્ટી જેટલું સુંદર છે એટલું જ શાંત પણ. દેવદારના ગાઢ જંગલોમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આ ઉપરાંત ઘનૌલ્ટીમાં ઉગતા સૂર્યને જોવાનું ક્યારેય ન ભૂલતા.

કનાતલ
ચંબા-મસૂરી હાઇવે પર કનાતલ આવેલું છે. જે સમુદ્ર તટતી 8 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત છે. કનાતલમાં રોકાઇને ત્યાંનો અનુભવ પણ લેવા જેવો છે. જે તમને એક યાદગાર અનુભૂતિ કરાવે છે.

નૈનીતાલ
નૈનીતાલમાં વિકેન્ડ દરમિયાન વધારે ભીડ જોવા મળે છે. ત્યાં રોકાવા માટે પહેલાથી જ પ્લાનિંગ બનાવી લેવું પડે છે. અહીં તમે ઘણું એક્સપ્લોર કરી શકો છો. ત્યાં અનેક આવા તાલ છે.

ગિલબર્ટ ટ્રેલ
દહેરાદૂનથી કસૌલી જતી વખતે આ સુંદર સ્થળની મુલાકાત લેવાનું ન ભૂલતા. ગિલબર્ટ ટ્રેલ એક એવું સ્થળ છે, જ્યાં પર્વતોની વચ્ચે થઇને આ ટ્રેલ 1.5 કિ.મી. લાંબી છે, જેને પૂરી કરવામાં 45 મિનિટનો સમય લાગે છે. જે એક્સાઇટિંગ હોય છે.

સનસેટ પોઇન્ટ
પર્વતોની વચ્ચે સાંજનો નજારો હંમેશા સુંદર અનુભવ કરાવે છે. જો રોડ ટ્રિપ કરી રહ્યાં હોવ તો સૌથી શ્રેષ્ઠ વસ્તુ એ હોય છે કે તમે જ્યાં ઇચ્છો ત્યાં રોકાઇને એ સ્થળને અને ત્યાંની વસ્તુઓને એન્જોય કરી શકો છો.

મંકી પોઇન્ટ
કસૌલીમાં આ સૌથી ઉંચુ સ્થળ છે અને સાથે જ ટૂરિસ્ટોનું એટ્રેક્શન પણ. કસૌલી જઇને આ સ્થળે ફરવા જવા માટે જરૂરથી સમય કાઢો. અહીં તમે મિત્રો સાથે અમુક સમય વિતાવી શકો છો.

X
dehradun best place to explore in diwali vacation
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી