40 હજાર હાડપિંજરોથી બન્યું છે આ અનોખું ચર્ચ, અહીં આવીને કોઈને ડરનો તો કોઈને થાય છે શાંતિનો અહેસાસ

Divyabhaskar.com

Oct 10, 2018, 05:49 PM IST
There Is A Church Decorated With The Bones Of 40,000 People

ટ્રાવેલ ડેસ્કઃ- સમગ્ર વિશ્વમાં મનુષ્યોએ કેટલીય અદભુત ઇમારતોનું નિર્માણ કર્યું છે. ધાર્મિક લોકો પણ આ બાબતે પાછળ નથી રહ્યા. ક્યાંક અદભુત મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું તો ક્યાંક શાનદાર મસ્જિદોનું. આવો જ અદભુત નજારો ચેક રિપબલ્કિમાં પણ જોવા મળે છે. અહીં એક ચર્ચનું નિર્માણ મનુષ્યોના હાડપિંજરથી કરવામાં આવ્યું છે. આ ચર્ચને બનવામાં 100થી 200 નહીં પરંતુ 40 હજાર મનુષ્યોના હાડપિંજરનો ઉપયોગ કરવામાં આવ્યાં છે.

ચેક રિપબ્લિકમાં બનેલા આ રોમન કેથોલિક ચર્ચનું નામ ‘સેડલેક ઔસુએરી’ છે જે દુનિયાનું સૌથી ડરામણું ચર્ચ છે. તેની સજાવટ મનુષ્યોના હાડપિંજર અને ખોપડીથી કરવામાં આવી છે. તેને સજાવવામાં 40 હજાર હાડપિંજરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ચર્ચમાં ઉપયોગ કરવામાં આવેલા મનુષ્યોના હાડપિંજર પ્લેગથી પીડાતા લોકોના છે. તેમાં 15મી સદી દરમિયાન યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોના હાડપિંજર પણ સામેલ છે. આ ચર્ચને સજાવવા માટે ખોપડીથી લઈને મનુષ્યોની આંગળીઓ સુદ્ધાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં આ ચર્ચમાં લાગેલા ઝુમર પણ હાડપિંજરથી બનેલા છે. કેટલાક લોકોને આ ચર્ચમાં આવીને ડર લાગે છે તો કેટલાક લોકોને અહીં આવીને શાંતિ મળે છે.

આ ચર્ચને અનોખા રૂપમાં સજાવવા પાછળ એક અનોખી કહાણી છે. એવું કહેવાય છે કે 278માં જેરુસલેમની પવિત્ર ધરતીથી અહીં માટી લાવવામાં આવી હતી. લોકોની ઈચ્છા હતી કે મૃત્યુ પછી તેમને પવિત્ર જગ્યાએ જ દફનાવવામાં આવે. આ કારણે જ તેમને આ ચર્ચમાં દફનાવવામાં આવ્યાં અને હવે તેમના હાડપિંજરને આ જગ્યાએ સજાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ ચર્ચ હોલિવૂડ ફિલ્મ ‘પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન’ના સેટ જેવું દેખાય છે.

ઉલ્લેખનીય છે કે 17મી સદીથી લઈને 19મી સદીની વચ્ચે થઈ લોકોની મોત પછી તેમના શબને અહીં દફનાવવામાં આવ્યાં હતાં. તેના પછી શબોના હાડપિંજરનો ઉપયોગ ચર્ચના નિર્માણમાં કરવામાં આવ્યાં. 1870માં આ હાડપિંજરનું નક્કાશી કામ અહીં એક સુથારે કર્યું. એ જ મનુષ્યોના હાડપિંજરનો ઉપયોગ આ ચર્ચમાં કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ- ક્યાંક બરફની ગુફા તો ક્યાંક ચોકલેટ જેવી હિલ્સ, પ્રકૃતિની સુંદરતાનો નજારો માણવા એક વખત જવા જેવી 6 જગ્યાઓ

X
There Is A Church Decorated With The Bones Of 40,000 People
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી