રણવીર-દીપિકાના લગ્નની ડેટ ફાઇનલ- મુંબઇથી 6 હજાર કિ.મી. દૂર જઇને 10 હજાર વર્ષ જૂના સ્થળે કરશે લગ્ન, રસપ્રદ છે આ સુંદર સ્થળનો ઇતિહાસ

divyabhaskar.com

Oct 22, 2018, 12:36 PM IST
bollywood couple Deepika Padukone And Ranveer Singh will marry in November

ટ્રાવેલ ડેસ્કઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન આ જ વર્ષે 14-15 નવેમ્બરે થશે. બન્નેએ લગ્નની તારીખ ટ્વિટર પર શેર કરી છે. તમને જણાવી દઇએ કે છેલ્લા 5 વર્ષથી તેઓ રિલેશનશિપમાં છે. કેટલીક અફવાઓ હતી કે બન્નેના લગ્ન સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં થઇ શકે છે. તેમજ નજીકના સૂત્રો અનુસાર લગ્ન ઇટલીના લેક કોમોમાં થશે.

રણવીર-દીપિકાએ લખ્યું, ‘‘અમે તમને એ જણાવતા ઘણી જ ખુશી અનુભવી રહ્યાં છીએ કે અમારા પરિવારના આશીર્વાદથી અમારા લગ્ન 14 અને 15 નવેમ્બર 2018એ થશે. આટલા વર્ષોથી તમે અમને જે પ્રેમ અને સ્નેહ આપ્યો છે, એ માટે અમે તમારા આભારી છીએ અને અમે શરૂ થનારા પ્રેમ, મિત્રતા અને વિશ્વાસના આ સુંદર સફર માટે અમે તમારા આશીર્વાદની કામના કરીએ છીએ. અઢળક પ્રેમ, દીપિકા અને રણવીર.’’

10 હજાર વર્ષ જૂનું લેક
લેક કોમો અંદાજે 10 હજાર વર્ષ જૂનું છે. આ લેકનો આકાર અંગ્રેજી અક્ષર ‘Y’ જેવો છે. તેને આ આકાર ગ્લેશિયર મૂવમેન્ટના કારણે મળ્યો હતો. આ લેકમાં અડ્ડા નદીનું બરફનું પાણી આવે છે. આ ઇટલીનો ત્રીજો સૌથી મોટો લેક છે. જે 146 સ્કેવર કિ.મી.માં ફેલાયેલો છે. તેની ઉંડાઇ 1300 ફૂટ છે. પોતાની નેચરલ બ્યૂટીના કારણે રોમન કાળથી જ આ સ્થળ પ્રવાસીઓને વધારે ગમતું આવ્યું છે. લેક કોમોની આસપાસ વસેલા ગોમાં બનેલા કલરફુલ ઘર અને ત્યાંના ગૉથિક આર્કિટેક્ચર આ સ્તળની સુંદરતાને અનેકગણી વધારી દે છે.

રોમને શરૂ કર્યું ડેવલપમેન્ટ
લેક કોમો સાથે અનેક જાતિઓ જોડેયાલી છે, પરંતુ રોમને કબજો કર્યા બાદ આ લેકનું મહત્વ વધી ગયું. રોમનોએ રેજિનાના માર્ગ પર તેનું નિર્માણ કર્યું છે, જે આ લેકના પશ્ચિમી કિનારાના બે મુખ્ય માર્ગોમાનો એક છે. રોમન સમ્રાટ અને સેન્ય નેતા ઓગસ્ટસે લેક કોમોનો ઉપયોગ પો અને રાઇન વેલીઝમાં બિઝનેસ માટે કર્યો.

જ્યારે બદલી નાંખવામાં આવ્યું તેનું નામ
49 ઇસા પૂર્વ કોમો શહેરમાં જૂલિયસ સિજરે 5 હજાર લોકો સાથે શાસન શરૂ કર્યું હતું. તેણે લેકનું નામ બદલીને લારિયસ રાખ્યું. આ નામ લેકના અનેક ગીતોમાં આજે પણ સાંભળવા મળે છે. કોમોને ‘નોવમ કોમમ’ના નામથી પણ ઓળખવામાં આવતું હતું. એ સમયે ‘મજિસ્ટ્રી કોમાસિની’(મોટા-મોટા પથ્થરોને કાપીને નવો આકાર આપવો)થી યૂરોપનો વિકાસ કરવામાં આવ્યો. રોમન શાસન કાળમાં કોમોનો વિકાસ ઝડપથી થયો.

આ બે બાબતો માટે પણ છે ફેમસ
સેન્કડ વર્લ્ડ વોર દરમિયાન કોમોમાં આવતા પ્રવાસીઓમાં ઘટાડો થયો. એ સમયે આ લેકના ઉત્તરી ભાગના ડોંગો પર મુસોલિનીએ કબજો કરી લીધો હતો. જોકે હવે એ વિશ્વના સૌથી સુંદર સ્થળોમાંથી એક અથવા તો એમ કહીંએ કે નંબર વન છે. કોમો રેશન ઇન્ડસ્ટ્રી માટે વિશ્વભરમાં ફેમસ છે. અહીં વિશ્વભરના લોકો રેશમ ફેબ્રિક ડિઝાઇન, પ્રિન્ટિંગ જેવી કળા શીખવા માટે આવે છે. રેશમની સાથે આ ફર્નીચર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ માટે પણ વિશ્વભરમાં જાણીતું છે. વિલા એર્બામાં વર્લ્ડ ફેમસ એક્ઝિબિશન સેન્ટર પણ છે.

આ રીતે કરો લેક કોમોની મુસાફરી
ભારતથી ઇટલીના લેક કોમો જવા માટે ફ્લાઇટ લેવી પડશે. ફ્લાઇટ દિલ્હી, મુંબઇ, કોલકતા, બેંગાલુરુ અથવા અન્ય શહેરોથી મળી જાય છે. આ ફ્લાઇટ તમને ઇટલીના મિલાન એરપોર્ટે ઉતારશે. અહીંથી લેક કોમોનું અંતર 85 કિ.મી. છે. મિલાનથી કોમો માટે ટ્રેન અથવા જમીન માર્ગે જઇ શકો છો. તમને જણાવી દઇએ કે લેક કોમો અંદાજે 6 હજાર કિ.મી. દૂર છે.

મુંબઇથી મિલાનની ફ્લાઇટઃ અંદાજે 20 હજાર રૂપિયા
દિલ્હીથી મિલાનની ફ્લાઇટઃ અંદાજે 17 હજારથી શરૂ
કોલકતાથી મિલાનની ફ્લાઇટઃ અંદાજે 23 હજાર રૂપિયા

આ સ્થળની મુલાકાત માટે મેથી સપ્ટેમ્બર છે બેસ્ટ સમય
- લેક કોમોમાં ફરવાનો બેસ્ટ સમય મેથી સપ્ટેમ્બરની વચ્ચે છે. જુલાઇથી ઓગસ્ટ અહીં હોટેસ્ટ મંથ હોય છે, કારણ કે એ દમરિયાન એવરેજ ટેમ્પ્રેચર 22 ડિગ્રી

હોય છે.
- અનેકવાર આ ટેમ્પ્રેચર 35 ડિગ્રી સુધી પહોંચી જાય છે, તેથી અહીં જતા પહેલા એસ અકોમોડેશનમાં બુકિંગ તમે જોઇ શકો છો.

આ સ્થળોની લઇ શકો છો મુલાકાત
- લેક કોમોનું સૌથી ફેમસ ટાઉન બેલાજિયો છે. બોટથી અહીં જવાનું સૌથી શ્રેષ્ઠ મનાય છે. તેનાથી તમને ચારે તરફનો વ્યૂ જોવા મળે છે.
- મેનાજિયો વિલેજ પણ નેચરલ બ્યૂટીથી ભરેલું છે. વોટર સ્પોર્ટ્સને એન્જોય કરવું હોય તો અહીં જરૂર જાઓ.
- Varenna પણ લેક કોમોનું એક આકર્ષક સ્થળ છે. તેની આસપાસ બનેલા કલરફુલ ઘર એક અલગ જ નજારો આપે છે. અહીં અનેક સુંદર ગાર્ડ્સ પણ જોવાલાયક છે.
- લેક કોમોમાં અનેક વૈભવી વિલા છે, જેને પણ જોવા જવું જોઇએ.
- ખાવા-પીવા માટે અનેક ઓપ્શન્સ છે, જોકે લેકની આસપાસ વસ્તુઓ મોંઘી હોય છે.

X
bollywood couple Deepika Padukone And Ranveer Singh will marry in November
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી