Divya Bhaskar

Home » Lifestyle » Travel » ઉનાળામાં સ્વર્ગથી ઓછા નથી ઈન્ડિયાના આ 6 ડેસ્ટિનેશન । Best places to visit in May in India

મે-જૂનમાં ફરવા માટે બેસ્ટ છે ઈન્ડિયાના આ 6 ડેસ્ટિનેશન, માત્ર 6 હજાર જ થશે ખર્ચ

Divyabhaskar.com | Updated - May 21, 2018, 04:07 PM

ઈન્ડિયામાં અનેક એવા ટૂરિંગ ડેસ્ટિનેશન છે જ્યાં તમે તમારા બજેટમાં સરળતાથી ટ્રાવેલ કરી શકો છો.

  • ઉનાળામાં સ્વર્ગથી ઓછા નથી ઈન્ડિયાના આ 6 ડેસ્ટિનેશન । Best places to visit in May in India
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ ઈન્ડિયામાં અનેક એવા ટૂરિંગ ડેસ્ટિનેશન છે જ્યાં તમે તમારા બજેટમાં સરળતાથી ટ્રાવેલ કરી શકો છો. ઉનાળાની રજાઓમાં ફેમિલી સાથે એવી જગ્યાનો પ્લાન બનાવી શકો છો, જ્યાં તમારો ખર્ચ વધુ ન હોય અને ટૂર પણ થઈ જાય. આજે અમે એવા જ ડેસ્ટિનેશન વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે 2થી 3 દિવસનું વેકેશન પ્લાન કરી શકો છો. 3થી 6 હજાર રૂપિયા (પ્રતિ વ્યક્તિ)ના બજેટમાં અહીં ફરીને આવી શકાય છે.

    ઋષિકેશ-હરિદ્વાર

    - જો તમને તીર્થયાત્રા અને એડવેન્ચરનો કોકલેટ જોઈએ તો ઋષિકેશ-હરિદ્વાર તમારા માટે છે. અહીં તમને એડવેન્ચર પણ મળશે અને તીર્થયાત્રાનો અહેસાસ પણ થશે. આ બંને જગ્યાઓ એકબીજા સાથે જોડાયેલી છે. અહીં તે 2 દિવસ અને 3 રાત વીતાવી શકો છો.

    - રહેવું અને ખીવું-પીવું બધુ થઈને 3 હજાર અથવા તેનાથી પણ ઓછામાં થઈ શકે છે. આ એવી જગ્યા છે જ્યાં બધી જ સુવિધાઓ આશ્રમ કે ધર્મશાળા વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ છે. 500 રૂપિયામાં અહીં આરામથી એક રૂમ મળી શકે છે. અહીં ખાવા-પીવાનું પણ ખૂબ સસ્તું છે. 100 રૂપિયામાં તમે સવારની ચાથી લઈને રાતનું ડિનર સુદ્ધાં કરી શકો છો.

    - હરિદ્વાર અને ઋષિકેશ ટ્રેન અને બસ માર્ગથી સીધે જોડાયેલા છે. જો તમે દિલ્હી થઈને જઈ રહ્યા હોવ તો આનંદ વિહાર બસ સ્ટેશનથી ઉત્તરાખંડ અને યૂપી રોડવેઝની લગ્ઝરી અને સામાન્ય બસ દર કલાકે અહીંથી ઉપલબ્ધ છે.

    આગળ જુઓ, ક્યા ડેસ્ટિનેશનમાં ઓછા બજેટમાં ફરી શકાય છે...

  • ઉનાળામાં સ્વર્ગથી ઓછા નથી ઈન્ડિયાના આ 6 ડેસ્ટિનેશન । Best places to visit in May in India
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    શિમલા-કુફરી

     

    - રજાઓ માણવા માટે શિમલા-કુફરી એક શાનદાર જગ્યા હોય શકે છે. અહીં 2 દિવસ અને 2 રાતનો પેકેજ લઈ શકાય છે. અહીં ટૂર પેકેજ 5000 રૂપિયાની અંદર હોય શકે છે. જો તમે ખૂબ લગ્ઝરી હોટલ ન ઈચ્છતા હોવ તો તમને સરળતાથી 1500થી 1800માં એક સારી હોટલમાં રૂમ મળી શકે છે. બની શકે છે કે આ હોટલ શિમલાના હાર્ટ માલ રોડ પર ન હોઈને તેની આજુબાજુના વિસ્તારમાં હોય. શિમલાની નજીકની જગ્યા કુફરી છે.

     

    - અહીં જવા માટે તમારે સેલ્ફ ટેક્સી કરવાની જરૂર નથી. શેરિંગ કારમાં ખૂબ જ ઓછા ભાડામાં તમે ત્યાં પહોંચી શકો છો. શિમલાનું ભોજન પર તમારા બજેટમાં આવે છે. જો તમે ટ્રેનથી શિમલા જઈ રહ્યા હોવ તો તમે સરળતાથી ટ્રેન માર્ગ પસંદ કરી શકો છો. ટ્રેન તમને કાલકા સુધી લઈ જશે. બસથી તમે સીધા શિમલા જઈ શકો છો.

     

    - દિલ્હીથી કાશ્મારી ગેટ અને મંડી હાઉસથી શિમલા માટે સીધી બસ મળે છે. હરિયાણા, પંજાબ અને હિમાચલ રોડવેઝ બસ પણ તમને આઇએસબીટીથી શિમલા માટે દર કલાકે ઉપલબ્ધ છે.

  • ઉનાળામાં સ્વર્ગથી ઓછા નથી ઈન્ડિયાના આ 6 ડેસ્ટિનેશન । Best places to visit in May in India
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કસોલ

     

    - તમે મિત્રોની સાથે એન્જોય કરવા ઈચ્છો છો તો હિમાચલપ્રદેશના કસોલ કરતા સારી કોઈ જગ્યા નથી. કસોલ ચંડીગઢ-મનાલીની વચ્ચે આવનારું એક હિલ સ્ટેશન છે. બેચલર્સ માટે આ ફેવરિટ ડેસ્ટિનેશન છે. અહીંની હોટલ રિઝનેબલ પ્રાઇઝમાં ઉપલબ્ધ છે.

     

    - જો પીક સીઝન ચાલી રહી હોય તો અહીં હોટલ 800 રૂપિયાથી પણ ઉપલબ્ધ છે. તમે 800થી લઈને 1500 સુધીમાં હોટલ લઈ શકો છો. કસોલ ખાવા-પીવા માટે સસ્તી જગ્યા છે. 100થી 150 સુધી અહીં તમે આખો દિવસ પેટ ભરીને ભોજન કરી શકો છો. કસોલ જવા માટે ચંડીગઢ સુધી ટ્રેનથી તેના પછી બસથી જઈ શકો છો. 2 દિવસ અને 2 રાતનું ટૂર પેકેજ તમે 3 હજારથી 3500ની વચ્ચે સરળતાથી લઈ શકો છો

  • ઉનાળામાં સ્વર્ગથી ઓછા નથી ઈન્ડિયાના આ 6 ડેસ્ટિનેશન । Best places to visit in May in India
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નૈનીતાલ

     

    - નૈનીતાલ ઉત્તરાખંડની એક શાનદાર અને તમારા બજેટનું ટૂરિંગ ડેસ્ટિનેશન છે. વરસાદના થોડા મહિનાને છોડીને આ જગ્યામાં ક્યારે પણ રજાઓ પ્લાન કરી શકાય છે. નૈનીતાલની આજુબાજુ પણ અનેક નાના-નાના વિઝિટિંગ પોઇન્ટ છે. નૈનીતાલ તેમનું સેન્ટર છે. અહીં સરળતાથી હોટલ અને ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે. તેની સંખ્યા એટલી વધુ છે કે તમે સરળતાથી 1000 રૂપિયામાં એક સ્ટાન્ડર્ડ રૂમ મેળવી શકો છો. નૈનીતાલ અને તેની આજુબાજુ ફરવા માટે એટલું બધુ છે કે તમે અહીં 3 રાત અને 3 દિવસનો પ્લાન કરી શકો છો. ભોજનની બાબતમાં નૈનીતાલ સારો ટૂરિંગ પોઇન્ટ છે. ટ્રેનથી નૈનીતાલ કાઢગોદામ સુધી કનેક્ટ છે. બસ માર્ગથી નૈનીતાલ સુધી જઈ શકાય છે. કાઠગોદામથી નૈનીતાલ શેરિંગ ટેક્સીઓ પણ અવેલેબલ છે, જે 1 કલાકથી ઓછા સમયમાં તમને નૈનીતાલ પહોંચાડી શકે છે

  • ઉનાળામાં સ્વર્ગથી ઓછા નથી ઈન્ડિયાના આ 6 ડેસ્ટિનેશન । Best places to visit in May in India

    પચમઢી

     

    મધ્યપ્રદેશનું પચમઢી પણ ફરવા માટે બેસ્ટ ઓપ્શન હોય શકે છે. ઘણાં લોકો તેને પંચમઢી તરીકે પણ ઓળખતા હોય છે. પચમઢીમાં 2 દિવસ અને 2 રાતનો ટૂર પ્લાન કરી શકાય છે. પચમઢીમાં 1000 રૂપિયામાં સરળતાથી હોટલ રૂમ ઉપલબ્ધ થઈ જાય છે. પચમઢી જવા માટે તમારે ભોપાલ જબલપુર લાઇનની ટ્રેન પકડવાની હોય છે. પિપરિયા રેલવે સ્ટેશનથી પચમઢી માટે શેરિંગ ટેક્સીઓ અથવા બસ ઉપલબ્ધ હોય છે. પચમઢીમાં જમવા માટે અનેક સારા અને સસ્તા ભાવના હોટલ તથા રેસ્ટોરાં ઉપલબ્ધ છે. 2 દિવસ અને 2 રાતનો પચમઢીનો આ ટૂર પ્લાન તમે 3 હજાર રૂપિયામાં બનાવી શકો છો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending