ગૂગલ મેપમાં પણ નહીં જડે ગોવાના આ સુંદર બીચનો રસ્તો, તમે કેવી રીતે પહોંચશો?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ બીચ વેકેશન માટે ભારતમાં સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન ગોવા છે. ગોવા ફરવા જતાં લોકો મોટાભાગે નોર્થ ગોવાના બીચ પર જ મ્હાલતા હોય છે, પરંતુ આ બીચ પર શાંતિભર્યો માહોલ ભાગ્યેજ મળશે. આજે તમને ગોવાના અત્યંત સુંદર અને સિક્રેટ ગણાતા બટરફ્લાય બીચ અંગે તમને જણાવીશું. અત્યંત શાંત અને સુંદર લોકેશનવાળો આ બીચ ફોરેનર્સમાં અત્યંત પોપ્યુલર છે.

 

લોકેશન


- બટરફ્લાય બીચ સાઉથ ગોવામાં છે. 
- આ બીચ સાઉથ ગોવાના પોપ્યુલર પાલોલેમ બીચની નજીક છે. 
- ગૂગલ મેપના સહારે જો તમે બટરફ્લાય બીચ જવાનું વિચારતા હો તો થોડું અઘરું છે, કારણ કે ગૂગલ મેપ પર પણ બટરફ્લાય બીચ સુધી પહોંચાડતો પરફેક્ટ રૂટ નથી. 
- બટરફ્લાય બીચ ગાઢ જંગલો વચ્ચે ઘેરાયેલો છે આથી અહીં કાર, બાઇક કે બસ દ્વારા પહોંચવું શક્ય નથી. 

 

કેવી રીતે જવાય


- જો તમારે બોટથી જવું હોય તો પાલોલેમ બીચ કે અગોન્ડા બીચથી બોટ બાંધી શકો છો. સામાન્ય રીતે સીઝન પ્રમાણે 1000થી 1200 રૂપિયામાં (આવવા-જવાના) બટરફ્લાય બીચની મુલાકાત લઇ શકશો. જો કે, આ સ્થળ ગાઢ જંગલોની વચ્ચે છે આથી અહીં પીવાનું પાણી કે ખાવાનું કંઇ મળશે નહીં, આથી તે વ્યવસ્થા તમારે જાતે કરવાની રહેશે.
- જો તમને એડવેન્ચર પસંદ હોય તો તમારે પાલોલેમ બીચથી લેપર્ડ વેલી જવાનું રહેશે. 
- લેપર્ડ વેલી લખેલી દીવાલ દેખાય ત્યાંથી તમારે ડાબી બાજુ વળવાનું રહેશે. ગૂગલ મેપના સહારે તમારે જંગલમાં અંદર પ્રવેશવાનું રહેશે અને એક ચોક્કસ સ્થાનથી ગૂગલ મેપનું નેવિગેશન અટકી જશે ત્યાંથી તમારે ડાબી તરફ જવાનું રહેશે. 
- અહીં જવા માટે તમારે Jeep થાર જેવું 4X4 વ્હીકલ અથવા રોયલ એનફિલ્ડનું હિમાલયન બાઇકની જરૂર પડશે. 
- જંગલવાળા રસ્તે લોકોની અવરજવર અત્યંત ઓછી છે, આથી અહીં તમે ગ્રૂપમાં જ જજો. એકલા ફસાઇ જશો તો જંગલમાં ખોવાઇ જવાનો પણ ડર છે. 
- શક્ય હોય તો આ સ્થળના જાણકાર વ્યક્તિને તમારી સાથે અવશ્ય લેજો જેથી તમારી મજા સજામાં ન બદલાઇ જાય.

 

આગળ જુઓ ગૂગલ મેપમાં ન જડે તેવા ગોવાના અત્યંત સુંદર બીચના ફોટોગ્રાફ્સ

અન્ય સમાચારો પણ છે...