Home » Lifestyle » Travel » beauty of dang you can visiting five place including gira dhodh and saputara

ચોમાસામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું ‘વનદેવી નેકલેસ’, ગિરાધોધ સહિત ડાંગમાં પાંચ સ્થળ છે જોવાલાયક

Divyabhaskar.com | Updated - Jul 23, 2018, 07:23 PM

છેલ્લા પાંચ વર્ષથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને એ છે વનદેવી નેકલેસ અથવા તો પછી ડાંગનો યુ-ટર્ન

 • beauty of dang you can visiting five place including gira dhodh and saputara
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ચોમાસામાં આવું લાગે છે વનદેવી નેકલેસ

  અમદાવાદઃ આમ તો ડાંગ એક એવું પ્રવાસન સ્થળ છે જેની મુલાકાત ગમે તે સમયે લઇ શકાય છે, પરંતુ જો સોળે કળાએ ખીલેલી કુદરતી સંપદાના સૌંદર્યને મનભરીને માણવું હોય તો આ સ્થળની મુલાકાત ચોમાસા દરમિયાન જ લેવી જોઇએ. તેથી જો મોટાભાગના પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત ચોમાસામાં લેતા હોય છે. વરસાદી પાણીના કારણે અહીંના જોવાલાયક સ્થળો, જંગલો, ધોધ વગેરે તમને મોહિત કરી મુકે છે. આવું જ એક સ્થળ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને એ છે વનદેવી નેકલેસ અથવા તો પછી ડાંગનો યુ-ટર્ન.

  છેલ્લા પાંચ વર્ષથી પ્રવાસીઓમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર


  ડાંગ જિલ્લાના શિગાળાથી ગિરમાળ તરફ જઇએ ત્યારે સુબીર તાલુકાના જગલમાં વહેતી ગિરા નદીમાં આ નેકલેસ જોવા મળે છે. છેલ્લા 5 વર્ષથી 5 કિ.મી. જેટલો આ વિસ્તાર યુ-ટર્ન અથવા તો પછી વનદેવીના નકેલેસ તરીકે પ્રવાસીઓમાં જાણીતો બન્યો છે. આ નેકલેસના બે સ્વરૂપ આપણને જોવા મળે છે. એક ચોમાસા દરમિયાન એટલે કે જૂનથી ઓગસ્ટ સુધીના સમયમાં પીળાશ પડતી માટીના કારણે અહીંનો નજારો સોનાના હાર જેવો હોય છે, જ્યારે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં પાણી ચોખું થવાથી તે ડાયમંડના નેકલેસ જેવો દેખાય છે.

  નેકલેસ સિવાય પણ અનેક છે જોવાલાયક સ્થળો


  ડાંગમાં અનેક જોવાલાયક સ્થળો છે પરંતુ ચોમાસા દરમિયાન વનદેવીનો નેકલેસ, ગિરા ધોધ, સાપુતારા હિલ સ્ટેશન, આહવા સનસેટ પોઇન્ટ અને મહાલનું ગાઢ જંગલ એવા સ્થળો છે જેની અચુકથી મુલાકાત લેવી જોઇએ.

 • beauty of dang you can visiting five place including gira dhodh and saputara
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભારે વરસાદમાં બાદ ગીરા ધોધનો નજારો

  ગિરા ધોધ

  આ ધોધ વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધ સ્વરૂપે પડે છે અને આગળ જઇને અરબી સમુદ્રમાં ભળી જાય છે. ચોમાસા દરમિયાન અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધારે જોવા મળે છે ત્યારે આ ધોધ ઘણો જ રમણીય તેમજ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. તેમજ ધોધનો પૂષ્કળ પ્રવાહ આસપાસ આવેલી ખડકો સાથે અથડાય છે ત્યારે આપણને એવો અનુભવ થાય છે કે જાણે ધોધ ગર્જના કરી રહ્યો છે. 
   
  સાપુતારા હિલ સ્ટેશન

  ડાંગના ગાઢ જંગલો વચ્ચે સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલુછમ જંગલ લોકોને મોહી લે છે. આ એક એડ્વેન્ચર ટુરિઝમ પણ છે. અહીં ઉનાળામાં પણ તાપમાન 27 ડિગ્રી કરતા ઓછું હોય છે.  અહીં જળાશય, સ્ટેપ ગાર્ડન, રોપ વે, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્કૃતિનું દર્શન) તેમજ ઋતુભરા વિદ્યાલય જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.

 • beauty of dang you can visiting five place including gira dhodh and saputara
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આહવામાં આવેલું સનસેટ પોઇન્ટ જ્યાં બેસવા માટે બગીચો પણ બનાવાયો છે

  આહવા સનસેટ પોઇન્ટ

   

  આહવાથી દક્ષિણ દિશા તરફ જતો રસ્તો સીધો જ પ્રવાસીઓને સનસેટ પોઇન્ટ તરફ લઈ જાય છે. સનસેટનો ભરપૂર આનંદ માણી શકાય એ માટે ખાસ બગીચો પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે વિવિધ આદિવાસી ગામો અને ડાંગના જંગલનું સુંદર દ્રષ્ય જોઇ શકાય છે. કુદરતી નજારો માણવા આવતા લોકો માટે આ સ્થળ ખુબ જ રોમાંચિત કરે છે.

  મહાલનું ગાઢ જંગલ

  ડુંગરાળ અને જંગલ વિસ્તાર ધરાવતા ડાંગનું મહાલ ગામ સંપૂર્ણપણે જંગલતી ઘેરાયેલું છે. આ જંગલમાં વૃક્ષોનો ઘેરાવો એટલો બધો છે કે જેના કારણે સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી માંડ પહોંચે છે. દિવસે પણ અહીં અંધારું દેખાય છે. ઘણીવાર નેચર પ્રેમી આ જંગલના નજારાને માણવા માટે રાત્રી રોકાણ પણ કરે છે.
   

 • beauty of dang you can visiting five place including gira dhodh and saputara
  ગીરા ધોધના નજારાને નિહાળી રહેલા પ્રવાસીઓ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ