સંસદીય સમિતિ / મુસાફરો પાસેથી એરલાઈન્સ વધુ પૈસા ન વસુલે, બેઝિક ભાડાના 50%થી વધુ કેન્સલેશન ચાર્જ ન હોય

divyabhaskar.com | Updated - Dec 27, 2018, 07:34 PM
Airlines could not charge more than 50% for cancelletion

  • સંસદની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડેરેક ઓ બ્રાયને કર્યુ સૂચન
  • બ્રાયને કહ્યું, હવાઈ ભાડાની ઉચ્ચતમ સપાટી નક્કી કરવાની જરૂર
  • સ્ટેન્ડિંગ કમિટીને લાગે છે કે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગંભીર પ્રયત્નો નથી કર્યા

નવી દિલ્હી. એરલાઈન્સ દ્વારા વધારે ભાડા વસુલવા સામે સંસદની સ્ટેન્ડિંગ કમિટી (ટ્રાન્સપોર્ટ ટુરિઝમ એન્ડ કલ્ચર)ના અધ્યક્ષ ડેરેક ઓ બ્રાયને વાંધો ઉઠાવ્યો છે. બ્રાયને ગુરુવારે કહ્યું કે, તહેવારોના સમયે કેટલીક એરલાઈન્સ દ્વારા 8થી 10 ગણું વધુ ભાડુ વસુલવામાં આવે છે. તેમને કહેવાની જરૂર છે કે હવે અમે એવું નહીંં થવા દઈએ.

કેન્સલેશન પર ટેક્સ, ફ્યુઅલ સરચાર્જ રિફંડ મળવા જોઈએઃ સ્ટેન્ડિંગ કમિટી

બ્રાયને કહ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીએ સૂચન કર્યું છે કે કેન્સલેશન ચાર્જ માત્ર બેઝિક ભાડાના 50 ટકા કરતાં વધારે ન હોવો જોઈએ. ટેક્સ અને ફ્યુઅલ સરચાર્જ મુસાફરોને રિફંડ મળવા જોઈએ. એરલાઈન્સ વહુ વધારે ચાર્જ લગાવે છે.

ઈન્ડિગો સૌથી ખરાબ એરલાઈન્સ

તેમણે વધુમાંં જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટીની નજરે ઈન્ડિગો ગ્રાહકો માટે સૌથી ખરાબ એરસાઈન્સ છે. તે ઘણી ફરિયાદોના જવાબ જ નથી આપતી. ઈન્ડિગો 1-2 કિલો વધુ વજન હોય તો પણ ચાર્જ વસુલે છે. કમિટી આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે.

X
Airlines could not charge more than 50% for cancelletion
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App