ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Travel» The luxurious lounge at Delhi railway station giving any similar facility like airports

  એરપોર્ટના લક્ઝરી લાઉન્જને ટક્કર મારે છે દિલ્હી રેલ્વે સ્ટેશનનું આ Lounge

  divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 08:13 PM IST

  દિલ્હી રેલ્વે સ્ટેશન પર બન્યું છે લક્ઝરી લાઉન્જ.આઈઆરસીટીસીએ દિલ્હી રેલ્વે સ્ટેશનના 16 નંબરના પ્લેટફોર્મ પર આ લાઉન્જ બનાવ
  • એરપોર્ટના લક્ઝરી લાઉન્જને ટક્કર મારે છે દિલ્હી રેલ્વે સ્ટેશનનું આ Lounge

   દિલ્હી રેલ્વે સ્ટેશન પર બન્યું છે લક્ઝરી લાઉન્જ.આઈઆરસીટીસીએ દિલ્હી રેલ્વે સ્ટેશનના 16 નંબરના પ્લેટફોર્મ પર આ લાઉન્જ બનાવ્યું છે. આ લાઉન્જમાં એરપોર્ટના લક્ઝરી લાઉન્જ જેવી જ સુખ-સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં ટીવી, વાઈ-ફાઈ, રિક્લિનિંગ ચેર, બુફેટ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ઉપરાંત લાઉન્જમાં નેપિંગ ઝોન, મસાઝ સેન્ટર, નાનું 5ડી મૂવી થિએટર પણ છે. તેમાં ફેમિલી માટે અલગથી રૂમ્સ અને એક બિઝનેસ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. જો તમારે આ લાઉન્જનો લાભ લેવો છે તો તમારે બે કલાકના 165 રૂપિયા આપવા પડશે. અને વધારે રોકવું હોય તો પછીના દરેક કલાક માટે 55 રૂપિયા ચૂકવવા પડશે.એટલું જ નહીં આ લાઉન્જમાં ડિલક્સ રૂમ્સ પણ બનાવવામાં આવ્યાં છે. જેનો ઉપયોગ કરવા માટે તમારે વધારાના પૈસા ખર્ચવા પડશે. લાઉન્જનું બુકિંગ તમે ઓનલાઈન કરી શકો છો, અથવા તમે કૅસમાં પેમેન્ટ કરી શકો છો.લાઉન્જમાં પ્રવેશ કરવા માટે યાત્રીઓને એક ખાસ પ્રકારનું કાર્ડ આપવામાં આવે છે. યાત્રીઓએ લાઉન્જની અંદર કેટલો સમય વિતાવ્યો છે તે જાણવા માટે આ કાર્ડનો ઉપયોગ થાય છે. મોટાભાગે જે યાત્રીઓને એ જ દિવસે બીજી ટ્રેન પકડવાની હશે તેઓ આ લાઉન્જનો ઉપયોગ કરશે.આ લાઉન્જનો ઉપયોગ કરવા માટે તમારે કોઈપણ એક આઈડી પ્રૂફ બતાવવું ફરજીયાત છે. આ લાઉન્જમાં દિવસના આશરે 150 લોકો મુલાકાત લે છે.તહેવાર અને ખાસ પ્રસંગોએ આ આંકડો વધીને 350ને પાર કરી જાય છે. આ પ્રકારનું લાઉન્જ વિશાખાપટ્ટનમ અને વિજયવાડા રેલ્વે સ્ટેશન પર પણ બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં આગ્રા અને જયપુરમાં પણ આ પ્રકારનું લક્ઝરી લાઉન્જ બનાવવામાં આવશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The luxurious lounge at Delhi railway station giving any similar facility like airports
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `