દરિયામાં વસેલું છે આ 5000 વર્ષ જૂનું મંદિર, સ્કૂબા ડાઇવિંગ માટે આવે છે પ્રવાસીઓ

આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેમાં સ્થિત વિષ્ણુની મૂર્તિ આશરે 5 હજાર વર્ષ જૂની છે.

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 05:40 PM
5000+ years old underwater Hindu Temple at Bali-Indonesia

યૂટિલિટી ડેસ્કઃ જો તમને પણ દરિયાની અંદરની દુનિયા જોવામાં મજા આવતી હોય છે તો તમે સ્કૂબા ડાઇવિંગની મજા લઈ શકો છો. પરંતુ સ્કૂબા ડાઇવિંગ માટે તમારે એવી જગ્યા પસંદ કરવાની રહેશે જ્યાં દરિયાની અંદરની અનોખી દુનિયા પણ જોવા મળી શકે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ઈન્ડોનેશિયાની અનોખી દુનિયા વિશે, જ્યાં તમને દરિયાની અંદર 5000 વર્ષ જૂનું મંદિર મળશે.

જળમગ્ન થઈ ગઈ હતી દ્વારકા નગરી

ઈન્ડોનેશિયાના દરિયાની નીચે બનેલું આ મંદિર ઘણા વર્ષો જૂનું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેમાં સ્થિત વિષ્ણુની મૂર્તિ આશરે 5 હજાર વર્ષ જૂની છે. દરિયામાં ડાઇવિંગ અથવા સ્વીમિંગ કરતી વખતે આ મંદિર જોવાનું ચૂકતા નહીં.

દરિયાની નીચે સ્થિત આ મંદિર જોવામાં ખંડેર જેવું લાગે છે. લોકોનું માનવું છે કે આ દ્વારકા નગરી હોય શકે છે, કારણ કે દ્વારકા નગરી દરિયાકિનારે વસેલી હતી અને થોડા સમય પછી તે જળમગ્ન થઈ ગઈ હતી. ભગવાન વિષ્ણુના સિવાય અહીં ભગવાન શિવની મૂર્તિ પણ ખૂબ સુંદર છે. ભગવાન વિષ્ણુ અને શિવના સિવાય અહીં અન્ય ઘણી બધી મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પ્રાચીન સમયમાં થતી પૂજાને દર્શાવે છે. હિન્દુ ભગવાનના સિવાય અહીં ભગવાન બુદ્ધની પણ મોટી-મોટી મૂર્તિઓ છે. જો તમે પણ આ અનોખી નગરીની સેર કરવા ઈચ્છો છો તો આજે જ સ્વીમિંગ શીખી લો.

આગળ જાણો, ત્યાં પહોંચવા માટે નજીકનું એરપોર્ટ તથા ત્યાં જોવાલાયક સ્થળો વિશે...

5000+ years old underwater Hindu Temple at Bali-Indonesia

કેવી રીતે પહોંચશો?

સૌથી નજીકનું એરપોર્ટ ડેનપાસર છે જે બાલીમાં છે. આ સિવાય સોઇકામો હટ્ટા જકાર્તા ઈન્ટરનેશનલ એરપોર્ટ છે જ્યાં પહોંચીને તમે ટેક્સી અને અન્ય ટ્રાંસપોર્ટના માધ્યમથી ત્યાં પહોંચી શકો છો.

ક્યો સમય છે સૌથી બેસ્ટ?

એપ્રિલથી ઓક્ટોબર

શું છે જોવાલાયક?

જકાર્તા, યોગકાર્તા, માઉન્ટ બટૂર વોલ્કેનો, લેક મનિનજાહુ, કોમોડો આઇસલેન્ડ.

આગળ જુઓ આ મંદિરની અન્ય તસવીરો...

5000+ years old underwater Hindu Temple at Bali-Indonesia

આગળ જુઓ આ મંદિરની અન્ય તસવીરો...

5000+ years old underwater Hindu Temple at Bali-Indonesia

આગળ જુઓ આ મંદિરની અન્ય તસવીરો...

X
5000+ years old underwater Hindu Temple at Bali-Indonesia
5000+ years old underwater Hindu Temple at Bali-Indonesia
5000+ years old underwater Hindu Temple at Bali-Indonesia
5000+ years old underwater Hindu Temple at Bali-Indonesia
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App