ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Travel» Amazing Airline Travel Hacks You Will Need for Your Next Flight

  આરામદાયક હવાઈ મુસાફરી કરવા માટે ધ્યાનમાં રાખો આ 10 વાત

  divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 08:01 PM IST

  દુનિયાભરમાં રોજની 1 લાખથી પણ વધુ ફ્લાઈટ્સ ઉડાન ભરે છે અને લેન્ડ કરે છે.
  • આરામદાયક હવાઈ મુસાફરી કરવા માટે ધ્યાનમાં રાખો આ 10 વાત

   દુનિયાભરમાં રોજની 1 લાખથી પણ વધુ ફ્લાઈટ્સ ઉડાન ભરે છે અને લેન્ડ કરે છે. દરરોજ લાખો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગ કરવા માટે

   પ્લેનનો ઉપયોગ કરે છે. આપણે ત્યાં પણ એર ટ્રાવેલ હવે લક્ઝરીને બદલે જરૂરિયાત બનતું જાય છે. જોકે હવાઈ સફર લાગે છે તેટલી રોમેન્ટિક નથી. તેમાં

   પણ મુશ્કેલીઓનો પાર નથી હોતો. હવાઈ મુસાફરીને એકદમ આસાન બનાવી દેવા માટે અમે તમારા માટે લઈ આવ્યા છીએ એકદમ સ્માર્ટ ટિપ્સઃ

   1. પ્લેનની ટિકિટો બુક કરાવતી વખતે ફોન-કમ્પ્યુટરની કૅશ-કૂકીઝ ડિલીટ કરી દો. ફ્લાઇટ્સ સર્ચ કરતી વખતે બ્રાઉઝરને ‘ઇન કોગ્નિટો’ મોડ પર રાખીને સર્ચ

   કરો. જેથી તમે ક્યાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તે કમ્પ્યુટર સિસ્ટમને યાદ રહેેશે નહીં, અને ટ્રાવેલ ઍપ્સની લૉ પ્રાઇસ ટિકિટોનો તમને લાભ મળતો રહેશે.


   2. ટ્રાવેલિંગ દરમિયાન એરપોર્ટ ઓથોરિટ તમને એક કલાક માટે ફિ વાઈ-ફાઈની સુવિધા આપતી હોય ત્યારે તમારા કમ્પ્યુર કે ફોનના સમયને એક કલાક

   પાછળ લઈને વાઈ-ફાઈના સમયને ડબલ કરી શકો છો. VIP લાઉન્જની બહાર બેસીને પણ અનલિમિટેડ ફ્રી વાઈફાઈની મજા માણી શકો છો.

   3. સામાન્ય રીતે એર ટરબ્યુલન્સ બપોરના સમયે થતાં હોય છે. જો તેના ડરામણા અનુભવથી બચવું હોય તો સવારની ફ્લાઇટ પસંદ કરો. બારીમાંથી ભલે વ્યુ

   બ્લોક થાય, પણ વિંગ્સની ઉપરની સીટો પસંદ કરવાથી ટરબ્યુલન્સની અસર પ્રમાણમાં ઓછી અનુભવાશે.

   4. ફ્લાઈટમાં સફર કરતાં પહેલાં જીમમાં જઈને નોર્મલ કસરત કરવી જોઈએ. કસરત કરવાને કારણે તમારું બોડી આરામ માગશે. જેના કારણે ફ્લાઈટમાં તમને

   ખૂબ જ આરામથી ઊંઘ આવી જશે.

   5. ફ્લાઈટમાં ખાવાપીવાની વસ્તુઓના ભાવ પણ આસમાની હોય છે. પરંતુ ઘણી વસ્તુઓ ફ્રીમાં પણ મળતી હોય છે. જરાય શરમ રાખ્યા વિના કઈ કઈ વસ્તુઓ

   ફ્રીમાં મળી શકે તેમ છે તે પૂછી લેવું જોઇએ.

   6. એરપોર્ટ સ્ટાફ તમારા સામાનને સાવચેતીથી હૅન્ડલ કરે તેવું ઇચ્છતા હો, તો સૂટકેસ પર ‘ફ્રેજાઇલ’નું સ્ટિકર લગાવી દો. સામાનને આસાનીથી ઓળખી લેવા

   માટે તેના પર રંગબેરંગી ટૅગ્સ પણ લગાવી રાખો.

   7. લાંબી હવાઈ મુસાફરીમાં ગેસનો પ્રોબ્લેમ બહુ કોમન ફરિયાદ છે. આનાથી બચવા માટે ટ્રાવેલિંગ પહેલાં અને ટ્રાવેલિંગ દરમિયાન યોગ્ય ખોરાક લેવો જોઈએ.

   તળેલો ખોરાક, રેડ મીટ, કોફી, સફરજન, કાચાં શાકભાજી, દારૂ, વગેરેને અવોઈડ કરવું જોઈએ.

   8. જો તમે ફ્લાઈટ દરમિયાન રિલેક્સ થવા માંગો છો તો તમારી સાથે ગોલ્ફના બે બોલ કેરી કરો અને ફ્લાઈટ દરમિયાન તેને તમારા બન્ને પગની નીચે રાખીને

   પગને આગળ પાછળ કરો જેથી તમારા પગને સ્પા જેવી ફીલિંગ આવશે.

   9. જો ફ્લાઈટમાં ટ્રાવેલિંગ કર્યા પહેલા તમને શરદી છે તો તમારી માટે ફ્લાઈટમાં ટ્રાવેલ કરવું જોખમી સાબિત થઈ શકે છે. શરદી સાથે ફ્લાઈટમાં ટ્રાવેલ

   કરવાથી તમારા કાનના પડદામાં પ્રોબલ્મ થઈ શકે છે અને બની શકે તમને સાંભળવામાં પણ પ્રોબલ્મ થઈ શકે.

   10. ફ્લાઇટમાં હવાના દબાણમાં થતા ફેરફારથી કાનમાં સખત દુખાવો થતો હોય છે. આ દુખાવાને હળવો બનાવવા પાણી પીવાથી લઇને લોલીપોપ ચૂસતા

   રહો. બાળકો માટે પણ આ કીમિયો ભારે અસરકારક નીવડે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Amazing Airline Travel Hacks You Will Need for Your Next Flight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `