ઓછા બજેટમાં ફોરેન ટ્રીપ કરવી હોય તો બેસ્ટ ઓપ્શન છે શ્રીલંકા: સુંદર બીચ, બૌધ-હિંદુ મંદિર તથા વાઈલ્ડ લાઈફ

ભારતના દક્ષિણ કિનારેથી માત્ર 31 કિલોમીટર દૂર છે 2.2 કરોડની વસ્તી ધરાવતો સુંદર ટાપુ

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 04:02 PM
Sri Lanka can be good budget foreign trip option

ટ્રાવેલ ડેસ્કઃ દક્ષિણ એશિયામાં ભારતના દક્ષિણ કિનારેથી 31 કિલોમીટરની દુરી પર સ્થિત શ્રીલંકા 2.2 કરોડની વસ્તી ધરાવતો એક સુંદર ટાપુ છે અને વિદેશ ટ્રીપ પર ઓછા બજેટમાં ફરવા માંગતા ભારતીયો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહી તમને અનેક ઐતિહાસિક સ્થળોની સાથે સાથે સુંદર બીચો, રેસ્ટોરાં, બૌધ અને હિંદુ મંદિરો તથા વાઈલ્ડ લાઈફ અને એડવેન્ચર પ્લેસનો પર જવાનો મૌકો મળશે. તો ચાલે શ્રીલંકાના આવા જ સ્થળો વિશ આજે જાણીશું

1. કોલંબો
શ્રીલંકાની રાજધાની કોલંબોને શ્રીલંકાની રાજધાની જ નહીં, શ્રીલંકાનું દિલ પણ કહેવામાં આવે છે. કોલંબોના રહેણાંક વિસ્તારને માઉન્ટ લેવેનિયા કહેવામાં આવે છે જે કોલંબોથી 20 મિનિટથી દૂર આવેલો છે. આ વિસ્તાર તેની નાઈટ લાઈફ માટે પ્રખ્યાત છે. અહીં વહેલી સવાર સુધી લોકો હરતા ફરતા રહે છે. તમે કોલંબોમાં ‘ગ્રીન પાથ ઓવર વ્યૂ’માં યંગસ્ટર્સને લાઈવ પેંટિંગ્સ કરતા જોઈ શકો છો શ્રીલંકાની હેન્ડલુમ વસ્તુઓ ખરીદવી હોય તો ‘બેર ફૂટ’ અને ફૂલ શોપિંગ માટે સૌથી ભવ્ય શોપિંગ સેન્ટર ધ ડટ હોસ્પિટલ શોપિંગ પ્રીસિનસિટની જરૂર મુલાકાત લો.

2. સિગિરિયા
સિગિરિયા કેન્ડીથી 90 કિલોમીટર દૂર આવેલું છે. ખડકોથી બનેલો આ એક મોટો કિલ્લો છે. અહી લગભગ 2243 મીટર ઉંચાઈ પર મહાત્મા બુદ્ધના 1.8 મીટર લાંબા પદ્‌ ચિહ્નો બનેલા છે. સિગિરિયાને શ્રીલંકામાં આઠમી અજાયબી માનવામાં આવે છે.

3. કેન્ડી હિલ સ્ટેશન
કેન્ડી એ શ્રીલંકાનું બીજુ સૌથી મોટું શહેર છે, જે એક હિલ સ્ટેશન છે. કેન્ડી જવા માટે તમારે કોલંબોના ફોર્ટ રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડે છે, જે લગભગ ૩ કલાકનો સમય લઈને તમને કેન્ડી પહોંચાડશે. અહીં લોકો દૂરદૂરથી ટેમ્પલ ઓફ ધ ટ્રુથના દર્શન કરવા આવે છે. અહીં મહાત્મા બુદ્ધના દાંતની આકૃતિ બનેલી છે.

4. વર્લ્ડ બેસ્ટ ચા
શ્રીલંકા દુનિયાની નંબર વન ચાનું જનક છે. ‘દિલમાહ’ શ્રીલંકાની વર્લ્ડ ફેમસ ચા છે. તમે અહીંથી ચાની શોપિંગ કરી શકો છો. અહી આવેલ લકશાલા ગિફ્ટ શોપની પણ મુલાકાત લેવી જોઈએ.

* શ્રીલંકામાં ટ્રાન્સપોર્ટ
- શ્રીલંકામાં ફરવા માટે કાર બેસ્ટ ઓપ્શન છે. અહીં તમને સરળતાથી રેન્ટ પર કાર મળી રહેશે. તમે જાતે જ ડ્રાઈવ પણ કરી શકો છો.


* કઈ રીતે જશો?
ભારતથી કોલંબોની ડાઈરેક્ટ ફ્લાઈટ જાય છે, જે લગભગ 3.30 કલાકમાં તમને ત્યાં પહોંચાડી દેશે. ભારતથી નજીકમાં શોધીએ તો શ્રીલંકાની ટૂર ઘણી સસ્તી પડશે.

X
Sri Lanka can be good budget foreign trip option
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App