ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Travel» Age is a number, 73-year-old Badri Baldawa covers 19 countries in 72 days

  પોતાની દુલ્હનીયા સાથે ગાડી લઈને મુંબઈથી લંડન પહોંચ્યો મુંબઈનો બદ્રી

  divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 02:29 PM IST

  તમે પ્લેનમાં મુંબઈથી લંડન જતા લોકો તો જોયા હશે, પરંતુ જો તમને કોઈ એમ કહેં કે તમે કાર લઈને મુંબઈથી લંડન જાઓ તો?
  • પોતાની દુલ્હનીયા સાથે ગાડી લઈને મુંબઈથી લંડન પહોંચ્યો મુંબઈનો બદ્રી
   પોતાની દુલ્હનીયા સાથે ગાડી લઈને મુંબઈથી લંડન પહોંચ્યો મુંબઈનો બદ્રી

   તમે પ્લેનમાં મુંબઈથી લંડન જતા લોકો તો જોયા હશે, પરંતુ જો તમને કોઈ એમ કહેં કે તમે કાર લઈને મુંબઈથી લંડન જાઓ તો? જી હાં મુંબઈના રહેવાસી બદ્રી બલદેવે આ કારનામું કરી બતાવ્યું છે. 73 વર્ષના મુંબઈકર બદ્રીએ પોતાની ફેમિલી સાથે કારની મદદથી મુંબઈથી લંડનની સફર ખેડી છે. નવાઈની વાત એ છે કે આ આખી જર્ની દરમિયાન બદ્રીએ પોતે જ કાર ડ્રાઈવ કરી હતી. બદ્રી બલદેવની આ અનોખી જર્નીમાં તેમની સાથે તેમની 63 વર્ષના વાઈફ પુષ્પા અને તેમની 10 વર્ષની પૌત્રી નીશી સાથે હતી. મુંબઈથી લંડન જવા માટે બદ્રીએ 22,200 કિલો મીટર ગાડી ચલાવી હતી. જે માટે તેમને 19 જેટલા દેશોમાંથી પસાર થવું પડ્યું હતુ. આ જર્ની પૂરી કરવા માટે બદ્રીને 72 દિવસ એટલ કે બે મહિના અને 10 દિવસ જેટલો સમય લાગ્યો હતો.

   મુંબઈથી લંડન જવા માટે બદ્રીને સૌથી મોટી મુશ્કેલી એ હતી કે પડોસી દેશોમાંથી કોની સરહદથી દેશની બહાર જવું. દેશની પશ્રિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી કિયોરિટીના કારણે જઈ શકાય તેમ નહોંતુ. માટે બદ્રીએ નેપાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થવાનું મન બનાવી લીધું હતુ. આ અનોખી જર્ની માટે બદ્રીએ કુલ 19 જેટલા દેશોના વિઝા લીધા હતા, જે મેળવતા તેમને અઢી મહિના જેટલો સમય લાગી ગયો હતો. બદ્રી આ જર્ની દરમિયાન નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, ઉઝબેકિસ્તાન, કાઝખસ્તાન, રશિયા, પોલેન્ડ, જર્મની, જેવા દેશોમાંથી પસાર થયાં હતાં.

   આ જર્ની માટે બદ્રીએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે માટે પર હેડ તેમને 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. એટલે કે ટોટલ ત્રણેય જણાનો મળીને 60 લાખ જેટલો ખર્ચ થઈ ગયો હતો. આ ખર્ચમાં 72 દિવસ દરમિયાન 19 જેટલા દેશોમાં ફરવા, ખાવા, રહેવા, ફ્યૂલથી લઈને વિઝાના ખર્ચનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકારની જર્નીનો એક ફાયદો એ પણ છે કે એક સાથે અનેક દેશોને ખૂબ જ નજીકથી જોઈ શકો છો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Age is a number, 73-year-old Badri Baldawa covers 19 countries in 72 days
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `