Home » Lifestyle » Travel » તમારા બજેટમાં સેટ થાય એવા 5 Most Romantic ઇન્ટરનેશનલ 'બીચ હનીમૂન' ડેસ્ટિનેશન્સ | 5 Most Romantic International Honeymoon Beach Destinations within Every Budget

તમારા બજેટમાં સેટ થાય એવા 5 Most Romantic ઇન્ટરનેશનલ 'બીચ હનીમૂન' ડેસ્ટિનેશન્સ

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 03:51 PM

આ તમામ જગ્યાઓની ખાસિયત એ છે કે તે બીચ અને જંગલોથી ઘેરાયેલી છે

  • તમારા બજેટમાં સેટ થાય એવા 5 Most Romantic ઇન્ટરનેશનલ 'બીચ હનીમૂન' ડેસ્ટિનેશન્સ | 5 Most Romantic International Honeymoon Beach Destinations within Every Budget
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ટ્રાવેલ ડેસ્ક: આ અહેવાલ સાથે અમે તમને એવી 5 જગ્યાઓ વિશે બતાવીશું જે હનીમૂન માટે બેસ્ટ ફોરેન ડેસ્ટિનેશન્સ છે અને તમારા બજેટમાં પણ સેટ થાય. આ તમામ જગ્યાઓની ખાસિયત એ છે કે તે બીચ અને જંગલોથી ઘેરાયેલી છે:-

    1. ફિજી આઇલેન્ડ્સ

    - ઇડનના પ્રાઇવેટ બિચીસ પર હાથમાં હાથ નાખીને ચાલો અને તમારો પ્રેમ સેલિબ્રેટ કરો. ગીચ જંગલો અને સ્કાય બ્લુ કલરના પાણી બંને સાથે મળીને આ જગ્યાને એક મોસ્ટ રોમેન્ટિક હનીમૂન ડેસ્ટિનેશન બનાવે છે.

    * અહીં કરવા જેવી પ્રવૃતિ?: લકઝરી વીલામાં રહો અને તમારા પ્રેમી સાથે ઈન્ફિનિટી પૂલમાં સ્વિમિંગની મજા માણો. બીચ પર સનબાથ લો અને કપલ સ્પાની મજા અચૂકથી માણો. વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકો છો અને આઇલેન્ડ પર જ આવેલા બીચ સાઈડ રેસ્ટોરાંમાં રોમેન્ટિક ડિનરની મજા માણી શકો છો.

    * કેટલા દિવસ?: 4 રાત & 5 દિવસ
    * પેકેજ કોસ્ટ: 2.3 લાખ રૂપિયાથી – 2.6 લાખ રૂપિયા સુધી પર કપલ
    * વિમાન ભાડું: 92,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ (રાઉન્ડ ટ્રીપ)
    * લેન્ડ પેકેજ: 60,000 રૂપિયા – 1 લાખ રૂપિયા પર કપલ
    * ક્યારે મુલાકાત લેવી?: આખા વર્ષ દરમિયાન ટુરિસ્ટસ ગમે ત્યારે આવી શકે છે, છતાં અહીં ફરવા માટે સૌથી પરફેક્ટ ટાઈમ જુલાઈથી સપ્ટેમ્બર છે
    * વિઝા: વિઝાની જરૂર નથી (હનીમૂન પ્લાન કરવા માટેની પરફેક્ટ જગ્યા)

    આવા જ અન્ય 4 દેશના નામ અને તેના ટ્રાવેલિંગ પ્લાન અંગે વાંચવા માટે આગળ ક્લિક કરો...

    આ પણ વાંચો:-
    બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

  • તમારા બજેટમાં સેટ થાય એવા 5 Most Romantic ઇન્ટરનેશનલ 'બીચ હનીમૂન' ડેસ્ટિનેશન્સ | 5 Most Romantic International Honeymoon Beach Destinations within Every Budget
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    2. માલદીવ્સ

    2. માલદીવ્સ
    - સતત લગ્ન વિધિઓથી કંટાળી ગયા હોય તો એક એક્ઝોટિક અને લેઝી હનીમૂન માટે માલદીવ્સ પરફેક્ટ ચોઈસ બની શકે છે. લક્ઝુરિયસ વિલાઓમાં રહો અને તમારી જાતને પંપાળતા રહો.

    * અહીં કરવા જેવી પ્રવૃતિ?: લકઝરી બીચ પર સ્ટે એન્જોય કરી શકો છો. તમારા પાર્ટનર સાથે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકો છો. જયારે હનીમૂનની વાત આવે ત્યારે સૌથી પ્રખ્યાત ડેસ્ટિનેશન તરીકે માલદીવ્સનું નામ ચોક્કસથી લેવામાં આવે છે.
    * કેટલા દિવસ?: 3 રાત & 4 દિવસ 
    * પેકેજ કોસ્ટ: 1 લાખ રૂપિયાથી 1.5 લાખ રૂપિયા પર કપલ 
    * વિમાન ભાડું: 25 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ (રાઉન્ડ ટ્રીપ)
    * લેન્ડ પેકેજ: 70 હજાર રૂપિયાથી 2 લાખ રૂપિયા પર કપલ 
    * ક્યારે મુલાકાત લેવી?: માલદીવ્સની મુલાકાત માટે સૌથી સારો સમય નવેમ્બરથી એપ્રિલ વચ્ચેનો છે. 
    * વિઝા: કોઈપણ પ્રકારની ફી વિના જ વિઝા ઓન અરાઇવલની સુવિધા ઉપલબ્ધ છે

  • તમારા બજેટમાં સેટ થાય એવા 5 Most Romantic ઇન્ટરનેશનલ 'બીચ હનીમૂન' ડેસ્ટિનેશન્સ | 5 Most Romantic International Honeymoon Beach Destinations within Every Budget
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    3. મલેશિયા

    3. મલેશિયા
    - કુદરતી બીચીસ, શ્વાસ થંભાવી દેતા આઇલેન્ડસ, ક્લચર અને હિસ્ટ્રી દર્શાવતો રિચ વારસો, વર્લ્ડ ક્લાસ મોડર્ન ફેસિલિટીઝ અને ફૂલોનું અનોખું કલેક્શન તમને મલેશિયામાં હનીમૂન માટે આકર્ષિત કરશે. જો તમે હનીમૂન માટે 1 લાખ રૂપિયાની અંદરનું કોઈ ડેસ્ટિનેશન શોધી રહ્યા હોય તો, મલેશિયા પરફેક્ટ ચોઈસ છે.
    * અહીં કરવા જેવી પ્રવૃતિ?: નાઈટ ટાઈમ ડાઇવિંગ ટ્રાય કરી શકો છો, આઇલેન્ડ-હોપ્પિંગ, જંગલ ટ્રેકિંગ અથવા વોટર સ્પોર્ટ્સ. ઇડીલીક બીચ આસપાસ ફરો અને શોપિંગની મજા માણો. કપલ્સ ગુનુંગ મત સિંકાન્ગ જતા કેબલ કાર રાઈડની મજા માણી શકે છે.
    * હનીમૂન માટે સારી જગ્યાઓ: તિઓમન આઇલેન્ડ, લાન્ગકવી, પેરહેનશીઅન આઇલેન્ડ
    * કેટલા દિવસ?: 6 રાત & 7 દિવસ 
    * પેકેજ કોસ્ટ: 90 હજાર રૂપિયાથી 1.2 લાખ રૂપિયા સુધી પર કપલ 
    * વિમાન ભાડું: 20 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ (રાઉન્ડ ટ્રીપ)
    * લેન્ડ પેકેજ: 40 હજાર રૂપિયાથી 60 હજાર રૂપિયા પર કપલ 
    * ક્યારે મુલાકાત લેવી?: એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર  
    * વિઝા: વિઝા એપ્લિકેશન જરૂરી છે અને નોર્મલ પ્રોસેસિંગ ટાઈમ 7થી 10 દિવસનો છે 

  • તમારા બજેટમાં સેટ થાય એવા 5 Most Romantic ઇન્ટરનેશનલ 'બીચ હનીમૂન' ડેસ્ટિનેશન્સ | 5 Most Romantic International Honeymoon Beach Destinations within Every Budget
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    4. મોરિશિયસ & રીયુનિયન આઇલેન્ડ

    4. મોરિશિયસ & રીયુનિયન આઇલેન્ડ 

    - એક અલાયદા બીચ પર હનીમૂન માટે ઉત્સુક જગ્યાની શોધમાં છો? હનીમૂન પેકેજ બુક કરી શકો છો મોરિશિયસ & રીયુનિયન આઇલેન્ડ પર 

    * અહીં કરવા જેવી પ્રવૃતિ?: કપલ્સ ડોલ્ફિન અને વ્હેલ માછલીઓને જોવા માટે જઈ શકે છે, પ્રાઇવેટ આઇલેન્ડ પર રોમેન્ટિક ડેટ પર જઈ શકે છે, પેરાગ્લાઈડિંગની મજા માણી શકો છો, અન્ડરવોટર સબસ્કુટર ભાડે લઇ શકો છો અથવા કપલ સ્પા અને જકૂઝીની મજા માણી શકે છે, રીયુનિયન આઇલેન્ડ પર સક્રિય જવાળામુખીની મજા લઇ શકો છો.             
    * કેટલા દિવસ?: 6 રાત & 7 દિવસ 
    * પેકેજ કોસ્ટ: 1.8 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા પર કપલ 
    * વિમાન ભાડું: 45 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ (રાઉન્ડ ટ્રીપ)
    * લેન્ડ પેકેજ: 19,000 રૂપિયાથી 24,000 રૂપિયા પર કપલ 
    * ક્યારે મુલાકાત લેવી?: એપ્રિલથી જૂન અથવા સપ્ટેમ્બરથી ડિસેમ્બર 
    * વિઝા: મોરિશિયસમાં અરાઈવલ સાથે, ભારતીય મૂળના લોકોને વધુમાં વધુ 60 દિવસ સુધીના ફ્રી વિઝા મેળવી શકે છે   

  • તમારા બજેટમાં સેટ થાય એવા 5 Most Romantic ઇન્ટરનેશનલ 'બીચ હનીમૂન' ડેસ્ટિનેશન્સ | 5 Most Romantic International Honeymoon Beach Destinations within Every Budget
    5. સેન્ડ ઓફ સેશેલ્સ

    5. સેન્ડ ઓફ સેશેલ્સ
    - સેશેલ્સ એક રિચ અને એક્ઝોટિક જગ્યા છે. હનીમૂન પર જવા ઇચ્છતા લોકો માટે રેતી અને દરિયાકિનારાથી ભરપૂર સેન્ડ બીચ તરીકે સેશેલ્સ એક પરફેક્ટ જગ્યા છે. તમારા સુંદર ઇન્ટિમેટ ટાઈમને એક મેજીકલ ટચ આપવા માટે આ રોમેન્ટિક જગ્યાઓમાંથી એક પરફેક્ટ જગ્યા છે.

    * અહીં કરવા જેવી પ્રવૃતિ?: તમારા પ્રેમી સાથે વર્જિન રેઇન ફોરેસ્ટમાં ફરો, વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિઓ માણો અને આઇલેન્ડ પર લક્ઝુરિયસ રિસોર્ટ વીલામાં એક યાદગાર પ્રાઇવેટ સ્ટેની મજા માણો.    
    * હનીમૂન માટે સારી જગ્યાઓ: મહે આઇલેન્ડ, લા ડિગ, કઝિન આઇલેન્ડ
    * કેટલા દિવસ?: 5 દિવસ & 6 રાત 
    * પેકેજ કોસ્ટ: 2 લાખ રૂપિયાથી - 2.5 લાખ રૂપિયા પર કપલ  
    * વિમાન ભાડું: 45,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ (રાઉન્ડ ટ્રીપ) 
    * લેન્ડ પેકેજ: 1 લાખ રૂપિયા થી 1.2 લાખ રૂપિયા પર કપલ
    * ક્યારે મુલાકાત લેવી?: આખા વર્ષ દરમિયાન સેશેલ્સની ગમે ત્યારે મુલાકાત લઇ શકો છો! 
    * વિઝા: વિઝા ઓન અરાઇવલ ઉપલબ્ધ છે અને એક મહિના સુધીનો સ્ટે વેલીડ ગણાય છે.    

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ