મેક ઇન ઇન્ડિયા / ભારતની પહેલી એન્જીન રહિત ટ્રેન વંદે ભારત, 15 ફેબ્રુઆરીએ વડાપ્રધાન આપશે લીલીઝંડી

indian fast without engine train start in 15 february
X
indian fast without engine train start in 15 february

  • આ ટ્રેન દિલ્હીથી વારણસીની વચ્ચે દોડશે
  • શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન વંદે ભારત ટ્રેન-18 લેશે
  • આ ટ્રેન 97 કરોડના ખર્ચે 18 મહિનામાં તૈયાર થઇ
  • વંદે ભારત આઠ કલાકમાં આશરે 800 કિમીનું અંતર કાપશે

divyabhaskar.com

Feb 08, 2019, 12:48 PM IST
ટ્રાવેલ ડેસ્ક. ટ્રેન 18 ભારતની પહેલી એન્જીન વિનાની ટ્રેન છે. આ ટ્રેન ભારતમાં જ ડિઝાઇન અને નિર્માણ થનારી પહેલી ટ્રેન છે. ઇન્ટગ્રેડ કોચ ફેક્ટરી(આઇસીએફ) દ્વારા 18 મહિનાના સમયગાળામાં ભારત સરકારે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ હેઠળ ભારતના એન્જીન્યર્સ દ્વારા વંદેભારતને બનાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીના રોજ વંદે ભારત(ટ્રેન 18) એક્સપ્રેસને નવી દિલ્હી સ્ટેશન પરથી લીલી ઝંડી બતાવશે.

દિલ્હી બનારસના સફરમાં ફક્ત કાનપુર અને અલ્હાબાદમાં ઉભી રહેશે

છેલ્લા 30 વર્ષથી ચાલી રહેલી શતાબ્દી એક્સપ્રેસનું સ્થાન વંદે ભારત લેશે. ટ્રેન 18ને દેશની સૌથી ઝડપી ટ્રેનનું બિરૂદ આપવામાં આવ્યું છે. 2 ડિસેમ્બરે કોટા-સવાઇ માધોપુર સ્ટેશનમાં ટ્રાયલ દરમિયાન ટ્રેન 18એ પ્રતિકલાકની ઝડપે 180 કિમીની ઝડપે ગતિ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ અનુસાર, આ ટ્રેન 97 કરોડનો ખર્ચથી 18 મહિનામાં ચેન્નઇની કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેન એરકન્ડીશન અને એન્જીન રહિત આ ટ્રેનમાં 16 કોચ હશે, તથા ટ્રેનની સીટ 360 ડિગ્રી ફરી શકશે. 
વંદે ભારતનો બહારથી દેખાવ બુલેટ ટ્રેન જેવો જ છે. આ ટ્રેન 18માં બે એક્ઝિક્યૂટિવ ચેર કાર હશે, આ ટ્રેન દિલ્હી બનારસના સફરમાં ફક્ત કાનપુર અને અલ્હાબાદમાં ઉભી રહેશે એટલે કે સ્ટોપ કરશે. 
4. ટ્રેનનો સમય
  • શરૂઆતના સમયમાં ટ્રેન 18 દિલ્હીથી સવારે 6 વાગે ઉપડશે અને બપોરે 2 વાગે વારણસી પહોંચશે. ટ્રેન 18 આઠ કલાકમાં આશરે 800 કિમીનું અંતર કાપશે. 
  • બપોરે 2.30 કલાકે વારણસીથી પાછી દિલ્હી ફરશે, રાત્રે 10.30 વાગે પહોચશે.
  • આ સમય 15 ફેબ્રુઆરીથી માર્ચ 2019 સુધી રહેશે, ત્યાર બાદ તેમાં પરિવર્તન થવાની શક્યતા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી