મોળો પ્રતિસાદ / અમદાવાદથી શરૂ થયેલી પ્રિમિયમ વોલ્વો બસ સેવા ખોટમાં, આવક કરતા ખર્ચ વધ્યો

GSRTC Premium Volvo bus service loss started from Ahmedabad
X
GSRTC Premium Volvo bus service loss started from Ahmedabad

  • મુખ્યમંત્રીએ 23 જાન્યુઆરીએ બસ સર્વિસ શરૂ કરાવી હતી 
  • વારાણસી વોલ્વોને 106 જ પેસેન્જર મળ્યા, 33 હજારની આવક સામે ડીઝલ ખર્ચ 3.18 લાખ 
  • ગોવા વોલ્વોને 225 પેસેન્જર મળતાં 92 હજારની આવક સામે ડીઝલ ખર્ચ 2.44 લાખ 

Divyabhaskar.com

Feb 06, 2019, 09:08 AM IST
ટ્રાવેલ ડેસ્ક. ગુજરાત એસટી નિગમે શરૂ કરેલી આંતર રાજ્ય પ્રિમિયમ બસ સેવામાં શરૂઆતના તબક્કામાં મોળો પ્રતિસાદ સાંપડ્યો છે. અમદાવાદથી વારાણસી અને ગોવાની વોલ્વો સ્લિપર બસ સર્વિસને પેસેન્જરો નહીં મળતાં ખાલી બસો દોડી રહી છે. અમદાવાદથી વારાણસી જતી વોલ્વો સર્વિસને 25થી 31 જાન્યુઆરી સુધી 7 દિવસમાં ફક્ત 106 પેસેન્જર મળતાં માત્ર 33 હજારની જ આવક થઈ છે. તેની સામે નિગમે 7 દિવસમાં ડીઝલ ખર્ચ પેટે 3.18 લાખ રૂપિયોનો ખર્ચ કર્યો છે. 

13 નવા રૂટ ઉપર પ્રીમિયમ વોલ્વો સર્વિસ શરૂ કરી હતી

ગોવાની વોલ્વો સર્વિસને 7 દિવસમાં 225 પેસેન્જર મળતાં ફક્ત 92 હજારની આવક સામે ડીઝલ ખર્ચ 2.44 લાખ રૂપિયા થયો છે. એસટી નિગમે 23 જાન્યુઆરીએ રાજ્યમાં 13 નવા રૂટ પર પ્રીમિયમ વોલ્વો સર્વિસ શરૂ કરી છે. આ બસોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપી રવાના કરી હતી.
અમદાવાદથી વારાણસી 1621 કિલોમીટર હોવાથી એક બસ જતાં આવતાં 3242 કિલોમીટર દોડે છે. વોલ્વો બસ એક લિટર ડીઝલમાં 3 કિલોમીટર દોડતી હોવાથી વારાણસીની એક ટ્રિપમાં 1080 લિટર ડીઝલ બળે છે. નિગમને રૂ.42એ લિટર ડીઝલ મળતું હોવાથી એક ટ્રિપનો ખર્ચ 45,388 રૂપિયા થતાં 7 દિવસનો ખર્ચ 3.18 લાખ રૂપિયા થાય. એજરીતે ગોવાની એક ટ્રિપ પૂર્ણ કરતા 2486 કિલોમીટર થતાં 828 લિટર ડીઝલનો ખર્ચ રૂ.34,804 થતાં 7 દિવસમાં 2.44 લાખ રૂપિયાનો ડીઝલ વપરાયું.
3. હરિદ્વાર-ચંડીગઢની બસ હજુ શરૂ થઈ નથી
23 જાન્યુઆરીએ ઉદઘાટન 25 જાન્યુઆરીએ અમદાવાદથી હરિદ્વાર અને ચંડીગઢની વોલ્વો બસ સર્વિસ પણ શરૂ કરવાની હતી. પરંતુ નિગમ દ્વારા હજુ સુધી હરિદ્વાર અને ચંડીગઢની બસ સર્વિસ શરૂ કરી શકાઈ નથી. આ બન્ને બસો ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી. 
4. વારાણસી અને ગોવાની બસને અકસ્માત
અમદાવાદથી 25 જાન્યુઆરીએ વારાસણી અને ગોવા માટે રવાના થયેલી વોલ્વો બસની પહેલી ટ્રિપને જ અકસ્માત નડ્યો હતો. જેમાં વારાણસીની બસના કાચ તૂટી ગયા હતા. એજરીતે ગોવા જતી બસ સાથે બાઈકચાલક અથડાયો હતો. જો કે આ અકસ્માતમાં બસને વધુ નુકસાન થયું ન હતું. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી